________________
ભાલિંગનું પ્રાધાન્ય
૧૨૫
પરમ ભાવિતાત્મા સાધુચરિત શ્રીમદ્ રાજચંદ્રજી પણ નિગ્રંથ દશાનું તેવું જ હૃદયંગમ શબ્દચિત્ર રજુ કરતું સ્વસંવેદનમય અપૂર્વ ભાવવાહી દિવ્ય સંગીત લલકારી ગયા છે કે
સર્વે ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી,
માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો; અન્ય કારણે અન્ય કશું કલ્પે નહિ,
દેહે પણ કિંચિત મૂર્છા નવ જોય જો અપૂર્વ અવસર૦
આત્મસ્થિરતા ત્રણુ સંક્ષિપ્ત યોગની,
મુખ્યપણે તો વર્તે દેહ પર્યંત જો; ધોર પરીષહ ઉપસર્ગ ભયે કરી,
Jain Education International
આવી શકે નહિ તે સ્થિરતાનો અંત જે—અપૂર્વ અવસર૦ હેતુથી યોગ પ્રવર્ત્તના,
સ્વરૂપ લક્ષે જિન આજ્ઞા આધીન જે;
સંયમના
તે પણ ક્ષણ ક્ષણ ધટતી જાતી સ્થિતિમાં,
ભાલિંગી ભાવસાનું જ પ્રાધાન્ય
અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જો—અપૂર્વ અવસર૦
બહુ ઉપસર્ગ કર્તા પ્રત્યે પણ ક્રોધ નહિં,
વંદે ચક્રી તથાપિ ન મળે માન ને; દેહ જાય પણ માયા થાય ન રોમમાં, ક્ષોભ નહિ છો પ્રબળ સિદ્ધિ નિદાન
અપૂર્વ અવસર॰' ઇત્યાદિ. - શ્રીમદ્ રાજચંદ્રજી
'
આવા પરમ નિર્દોષ, પરમ નિર્વિકાર, વીતરાગ જ્ઞાની પવિત્ર પુરુષ જે કોઈ હોય તે જ ખાદ્ઘાવ્યંતર ગ્રંથથી રહિત સાચા ભાવનિગ્રંથ છે, તે જ શાસ્ત્રોક્ત સકલ સાગુણથી શોભતા સાધુચરિત સાચા સત્પુરુષ છે, તે જ આત્માના પ્રત્યક્ષ પ્રગટ સત્સ્વરૂપને પ્રાપ્ત થયેલા સાચા સદ્ગુરુ છે, તેજ સર્વે પરભાવ-વિભાવનો સંન્યાસ-યાગ કરનારા આત્મારામી સાચા ‘ સંન્યાસી ’–ધર્મસંન્યાસયોગી છે, તે જ સર્વ પરભાવ-વિભાવ પ્રત્યે અગ્રહબુદ્ધિરૂપ મૌન ભજનારા સાચા · મુનિ ' છે, તે જ સ્વરૂપવિશ્રાંત શાંતમૂર્ત્તિ સાચા ‘ સંત ’ છે, તેજ સહજ આત્મસ્વરૂપ પદનો સાક્ષાત્ યોગ પામેલ સાચા ભાવયોગી છે, તે જ સમભાવભાવિત સાચા ભાવશ્રમણ છે, તે જ યથોક્ત ભાવલિંગસંપન્ન સાચા ભાવસાધુ છે અને તે ભાયલિંગી ભાવસાધુનું જ પ્રાધાન્ય છે. હજારો દ્રવ્યલિંગીઓની જમાત એકઠી થતાં પણ જે જનકલ્યાણ કે શાસનદ્યોત નથી કરી શકતી, તે આવો એક ભાવલિંગી સાચો આદર્શ ભાવનિગ્રંથ સહજ સ્વભાવે કરી શકે છે,જેમ એક જ સૂર્ય કે ચંદ્ર વિશ્વમાં પ્રકાશ રેલાવી શકે છે; હજારો ટમટમતા તારાઓ એકત્રપણે પણ તેમ કરી શકતા નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org