________________
આચાર્યશ્રીને અંજલિ
[ પહેલી પુણ્યતિથિએ ]
( ઝૂલણા )
ભવ્ય જિનશાસને, નવવિધાયક બની, જનમિયો વીર વલ્લભસૂરિ તું.
સમય વરતી ગયે, નૂતન પરખી લીધે, નિત નવાં વહેણ પ્રગટ્યાં થકી તું.
ક્રાંતિનો દૂત તું, શાંતિ દૂતે ય તું, ધર્મ વિવાદમાં ના ખૂણો તું.
જે ન જે ને તરે. ધર્મ વિજયી ખરે, શત્રહીન વિરલ પદ પામિયો તું.
સકલ આ વિશ્વની, તમસ ભૂમિ મહીં, દિવ્ય પગામદાતા
ઋષિ તું.
તિમિર ગહર સમ, વિશ્વના ગહનમાં, અમર કો દિવ્ય જયોતિ ખરે તું.
ધર્મ તે દાખવ્યો, ધર્મ તે આચયો, ધર્મ જીવનની મૂર્તિરૂપ તું.
વીર વલ્લભ! તને, સકલ શાસન નમે,
તારી આ પુણ્યતિથિએ નમું હું. રમણ કોઠારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org