SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવલિંગનું પ્રાધાન્ય ૧૨૧ કરી છે કે “સાધુને કાલદોષથી હોય તો કવચિત અતિ અતિ સૂક્ષ્મ એવો સંજવલન કષાયનો ઉદય હોય. બાકી તો કપાય હોય જ નહિ, અને જો હોય તો તે સાધુ જ નથી. કારણ કે સર્વેય અતિચારો સંજવલનના ઉદયથી હોય છે, પણ અનંતાબંધી આદિ બાર કષાયના ઉદયથી તો સચોડો વ્રતભંગ થતો હોવાથી મૂલછેદ્ય પ્રાયશ્ચિત્ત લાગે છે, અર્થાત્ સાધુપણું જ મૂલથી નષ્ટ થાય છે. તાત્પર્ય કે લગભગ વિતરાગ જેવી–વીતરાગવત દશા જેની હોય તે જ સાધુ છે; અને વીતરાગતા-નિષ્કષાયતા એ જ, સાધુતાની કસોટી વા માપદંડ છે.” આમ સ્પષ્ટ શાસ્ત્રસ્થિતિ છતાં અજ્ઞ બાલજીવોની દૃષ્ટિ તો પ્રાયઃ લિંગ–બાહ્ય વેષ પ્રત્યે હોય છે, એટલે તે તો મુગ્ધ હોઈ ભોળવાઈ જઈવષમાં જ સાધુપણું કપે છે, અને બાહ્યત્યાગી–સાધુષધારી પણ આત્મજ્ઞાનથી રહિત એવાઓને ગુરુ કરીને થાપે છે, અથવા આ તો અમારા બાલજીવોની દ્રવ્યલિંગ- કુલ સંપ્રદાયના આચાર્ય છે, અમારા મારાજ છે, એવા મમત્વ ભાવથી પ્રધાન દૃષ્ટિ પ્રેરાઈને પોતાના કુલગુરુનું મમત્વ-અભિમાન રાખે છે, પણ ભાવયોગી એવા ભાવાચાર્ય, ભાવઉપાધ્યાય, ભાવસાધુનું જ મુખ્યપણે માન્યપણું શાસ્ત્રમાં કહ્યું છે, તે લક્ષમાં રાખતા નથી; તેમ જ બાહ્ય ગ્રંથયાગ માત્રથી બાહ્યલિંગ સુંદર છે એમ નથી. કારણ કે કંચુક માત્ર ત્યાગથી ભુજંગ નિર્વિષ બનતો નથી, એ વસ્તુસ્થિતિનો પણ વિચાર કરતા નથી. "बालः पश्यति लिङ्ग, मध्यमबुद्धिर्विचारयति वृत्तम् । आगमतत्त्वं तु बुधः परीक्षते सर्वयत्नेन । बाह्य लिङ्गमसारं, तत्प्रतिबद्धा न धर्मनिष्पत्तिः । धारयति कार्यवशतो यस्माच्च विडम्बकोऽप्येतत् ॥ बाह्यग्रन्थत्यागान्न चारु नन्वत्र तदितरस्यापि । ઝુમત્રત્યાત્રિ દિ મુની નિર્વિષો મવતિ |” – શ્રીહરિભકસૂરિકૃત પાઠશક “ફૂટ લિંગ જિમ પ્રગટ વિડબક, જાણી નમતાં દોષ; નિહ્રધસ જાણીને નમતાં, તિમ જ કહ્યો તસ પોષ...રે જિનજી!” - શ્રી યશોવિજયજીકૃત સા. 2. ગાથાસ્તવન પણ પ્રાજ્ઞ જન તો આગમતત્વનો વિચાર કરે છે; અર્થાત આગમાનુસાર, શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે યથાસૂત્ર આચરણરૂપ તાત્ત્વિક સાધુત્વ છે કે કેમ તેની સમીક્ષા કરે છે, અને જેનામાં યથોક્ત આદર્શ નિગ્રંથ શ્રમણપણું દશ્ય થાય તેનો જ સાચા સાધુપણે સ્વીકાર સાચા સાધુ, ભાવ મુનિ, કરે છે. કારણ તે વિચારે છે કે – સભ્ય દર્શન–જ્ઞાન–ચારિત્રમય શુદ્ધ ભિક્ષુ, યતિ, શ્રમણ કોણ? મોક્ષમાર્ગની જે નિરંતર નિર્મળ સાધના કરતો હોય તે જ સાચો સાધુ છે, બાકી તો વેષધારી છે; જે શુદ્ધ આત્મસ્વરૂપને જાણતો હોય, અનુભવતો હોય, જે આત્મારામી હોય તે જ ભાવમુનિ છે, બાકી તો નામમુનિ છે; જે દેહયાત્રા માત્ર નિર્દોષ વૃત્તિ કરી અપ્રમાદપણે નિગ્રંથ જીવન પાળે છે તે જ ભિક્ષુ છે, બાકી તો પૌરુષની-બલહરણી २. “चरिमाण वि तह णेयं संजलणकसायसंगमं चेव । माइट्ठाण पाय असई पि हु कालदोसेण ॥ सव्वेविय अइयारा संजलणाणं तु उदयओ होति । મૂછેષ્ઠ પુળ દોર ચારતë વેરાવાળું ” – શ્રી હરિભકરિકૃત પંચાશક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy