________________
મહારાજા જયસિંહ સિદ્ધરાજના ચાંદીના સિક્કા
નામનો એક ઉચ્ચ કોટિનો કાવ્યગ્રંથ લખ્યો છે જેના વિવેચન પર પણ હિંદીમાં સ્વતંત્ર પુસ્તકો લખાઈ ગયાં છે. આવા મોટા રાજાએ સિક્કાઓ પડાવ્યા હોય તે દેખીતું જ છે અને આ સિક્કા તાંબુ અને ચાંદી એમ બે ધાતુઓના જ મળી આવ્યા છે. ઝાન્સીના સોનાના સિક્કા તેના જ હોવાનો નિષ્ણાત નિષ્કશાસ્ત્રીઓએ અભિપ્રાય આપ્યો છે.
ગુજરાતમાં સોલંકીઓના જમાનામાં ગધેયા (Indo-Sassasian) સિક્કાઓ જ ચાલુ રહેલા. આ વાત આ સિકકાઓની શોધ તથા સમકાલીન સાહિત્યિક નોંધોના આધારે બરોબર લાગતી નથી.
આ હકીકત છતાં સોલંકીઓના સિક્કાઓ વિરલ સંજોગોમાં જ મળી આવે છે. તેમના ઉત્તરાધિકારીઓ ગુજરાતના મુસ્લિમ સુલતાન (૧૪૩-૧પ૭૩)ના સિક્કાઓની જેમ તે અવારનવાર ઉપલબ્ધ થતા નથી. તેનું કારણ આ લાગે છે કે અલાઉદ્દીન ખીલજી (૧૨૯૫- ૧૩૧૫) તરફથી તેના સેનાપતિ ઉલુઘખાને ૧૨૯૭માં ગુજરાત પર આક્રમણ કરી સોલંકી રાજ્યનો અંત આણ્યો હતો. પછી અહીં ખીલજી રાજય સ્થપાયું હતું. અલાઉદ્દીનના રાજ્યમાં પ્રજા કચડાયેલી રહે અને તેના રાજયની સામે તે માથું ન ઊચકી શકે તે માટે તેણે હિંદુ પ્રજા પર અસહ્ય કરવેરા નાખ્યા હતા. જજિયા ઉપરાંત હિંદુઓ પર અનેક વેરાઓ લદાયા હતા. વળી ખેડૂત પાસેથી તેની ખેતીની ઊપજનો અર્ધોઅરધ ભાગ લેવામાં આવતો હતો. ખેડૂત પાસે માત્ર આવતો પાક વાવવા પૂરતી જ સગવડ રહે કે જેથી તે કર ભરવા પૂરતો જ જીવતો રહી શકે તેટલી હદ સુધી કરવેરાઓ મારફતે તેને આર્થિક દૃષ્ટિએ તદ્દન નીચોવી નાખવામાં આવતો. પરિણામે કુટુંબ, સમાજ, ધર્મ, ઈ ને લગતી જવાબદારીઓ પૂરી કરવા અલાઉદ્દીનના રાજ્યકાળમાં ગુજરાતના ખેડૂત, વેપારી તથા અન્ય વર્ગ પાસે જે કાંઈનાણું, દરદાગીના ઈડ હતાં તે તેમણે બધાં કાઢી નાખવા પડ્યાં. આ રીતે અગાઉના સિક્કા કે બીજી વસ્તુઓના રૂપે ગુજરાતની પ્રજાનું સોનું ને ચાંદી દિલ્હી પહોંચ્યાં, જયાં આ બધાનો નાશ કરી નવા સિક્કા વગેરે પાડવામાં આવ્યા. સોલંકીઓના સિક્કાઓ આમ દિલ્હી ગળાવા માટે પહોંચતા તેની વિગત અલાઉદ્દીનની ટંકશાળના અમલદાર ઠકકર ફેરના પુસ્તક ‘દ્રવ્યપ્રકાશ” પરથી જાણવા મળે છે. '
આ છતાં જો ગુજરાતને આંગણે સોલંકીઓના સિક્કાઓ માટે સારી પેઠે તપાસ ચલાવવામાં આવે તો, જેમ આ લેખમાં જણાવેલા બે કિસ્સાઓમાં તે અચાનક મળી આવ્યા છે તેમ તે અનેક સ્થળે ચોક્કસ મળી આવે.
S
હા ,
કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org