SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજા જયાસહ સિદ્ધરાજના ચાંદીના સિક્કા શ્રી અમૃત પંડ્યા સુપ્રસિદ્ધ ઇતિહાસકાર ડૉ. હેમચંદ્રરાય પોતાના ગ્રંથ “ઉત્તર ભારતનો રાજવંશી ઇતિહાસમાં લખે છેઃ “ભારતીય ઈતિહાસના પૂર્વ મધ્યકાળમાં રાજ્ય કરી ગયેલા અનેક રાજવંશોના મુકાબલે ગુજરાતસૌરાષ્ટ્રના ચૌલુક્ય (સોલંકી)ના ઇતિહાસ માટે જોઈતી સામગ્રીની ઊણપ નથી. આ વંશના રાજાઓના સંખ્યાબંધ ઉત્કીર્ણ લેખો મળી આવ્યા હોય એટલું જ નહિ પણ એથી ય વધુ મહત્વની વાત તો આ છે કે તારીખો સાથે એમના જીવનપ્રસંગોનું વર્ણન કરતા અનેક જૈન પ્રબંધો પણ આપણને ઉપલબ્ધ છે?” (The Dynastic History of Northern India, Vol. II, Calcutta, 1936, P. 933). 241 હકીકત છતાં સોલંકીઓની ઇતિહાસ સામગ્રીની એક ઘણી જ મોટી ઊણપ છે તે ડૉ. હસમુખ સાંકળીઆના શબ્દોમાં કહીએ તો, “અનહિલ્લવાડના ચૌલુક્યોના સિકકા મળતા નથી એ વાત કંઈક આશ્ચર્યકારક તો ખરી. આવડું વિશાળ અને સમૃદ્ધ સામ્રાજ્ય ધરાવતા રાજકર્તાઓને તેમનું પોતાનું ચલણ તો અવશ્ય રહ્યું જ હશે.” (Archaeology of Gujarat, Bombay, 1941. P. 190). અનહિલ્લપુરના આ ચૌલુક્યોને તેમનું પોતાનું ચલણ હતું તેની સાક્ષી તેમનું સમકાલીન સાહિત્ય પૂરે છે. શ્રી હેમચંદ્રાચાર્યકૃત યાશ્રયમાં આ ચલણના સિક્કા હોવાની નોંધ વિષે શ્રી રામલાલ ચુનીલાલ મોદીએ ધ્યાન દોર્યું હતું (“સંત દયાશ્રય કાવ્યમાં મધ્યકાલીન ગુજરાતની સામાજિક સ્થિતિ ', અમદાવાદ, ૧૯૪ર, પા. ૩૧). શ્રીધરાચાર્યત ગણિતસારની એક જૂની ગુજરાતી ટીકામાં સોલંકીઓના સમયે પ્રચલિત સિક્કાઓને લગતી કેટલીક માહિતી ડૉ. ભોગીલાલ સાંડેસરાએ શોધી કાઢી હતી (J. Numismatic Society of India, VIII, 1948, P. 138). ન્યુમીમેટીક સોસાયટી ઑફ ઇન્ડિયા (ભારતીય નિષ્કવિદ્યા પરિષદના ગ્વાલિયર ખાતેના સરમા અધિવેશનના પ્રમુખ તરીકેના તેમના ભાષણમાં સ્વર્ગસ્થ શ્રી રણછોડલાલ જ્ઞાનીએ તાજેતરમાં શોધાયેલ અલાઉદ્દીન ખિલજીની ટંકશાળના અધિકારી શ્રી ઠકકર ફરકત દ્રવ્યપ્રકાશ” નામક હસ્તપ્રતમાં કેટલાક સોલંકી રાજાઓના ખાસ સિકકાઓનું વર્ણન હોવાની વાત જણાવી હતી (Ibid, XIV, 1952, P. 155). ડૉ. ઉમાકાંત શાહે હાલમાં આ સિકકાઓને લગતી કેટલીક નવી માહિતી જૂના સાહિત્યમાંથી શોધી કાઢી છે. (“Numismatic Data from Early Jain Literature', J. of M. S. University of Baroda, III, 1, 1954, P. 57, તથા મને રૂબરૂમાં જણાવેલી કેટલીક માહિતી). આ પ્રમાણે સોલંકી રાજવંશને પોતાનું ચલણ હતું એ વાત નિર્વિવાદ છે. આ “સોલંકીઓ' ઉપરાંત ગુજરાતના ઇતિહાસમાં બીજા “ચાલુક્ય વંશો પણ થયા છે, દા. ત. ઊના-દેલવાડાના તામ્રપત્રો આપનાર ચાલુક્યો તથા સોલંકીઓનો જ સમકાલીન લાટનો ચાલુક્ય વંશ, દક્ષિણનાં ચાલુક્યો તે જાણીતા જ છે. સોલંકીવંશ વિષે નોંધપાત્ર બીના આ છે કે તેઓ પોતાના લેખોમાં પોતાને “ચાલુક્ય'ને બદલે ચૌલય” લખે છે. આ ઉપરથી ઇતિહાસકારો સોલંકીઓને “ચૌલુક્ય’ લખે છે. આ છતાં “ચાલુક્ય’ અને ચૌલુક્ય નામો સમાન જેવાં હોવાથી તેમને ઇતિહાસકારો અનહિલપુરના ચૌલુક્યો' પણ કહે છે. ગુજરાતમાં તેઓ પરંપરાગત કથાઓ પ્રમાણે “સોલંકી” કહેવાય છે. સમકાલીન જૈનપ્રબંધો તથા બીજા સાહિત્યમાં પણ તેમને “ચૌલુક્ય કહ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy