________________
યક્ષપૂજાની ઐતિહાસિકતા
શ્રી કનૈયાલાલ ભાઈશંકર દવે
વૈદિક, બૌદ્ધ અને જૈન એ ત્રણે સંપ્રદાયોમાં યક્ષપૂજા રવીકારાઈ છે. તેની ઐતિહાસિકતા તપાસતાં તે અતિ પ્રાચીનકાળથી ઊતરી આવી હોવાનું જણાય છે. યક્ષો પ્રધાન દેવોના પરિવારમાં ગણાતા હોઈ તેઓને દેવોના અનુચરો તરીકે કેટલેક સ્થળે બતાવ્યા છે. દેવતાઓની માફક યક્ષો, ગંધર્વો, અને વિદ્યાધરોના સ્વતંત્ર ગણો હોવાનું ધર્મશાસ્ત્રકારોએ માન્યું છે. તેઓને દેવોના કાર્યમાં મદદ કરનારા તેમના સેવકો તરીકે શાસ્ત્રકારોએ ક૯યા છે. વૈદિક સંપ્રદાયમાં તો વેદથી આરંભી પૂરાણો વગેરે કથાગ્રંથમાં, તેમના વિવિધ ઉલ્લેખો રજૂ કરતાં ચાર્વાસા: કહી યક્ષો, રાક્ષસો અને ગંધવોને એક જ કોટિમાં મૂક્યા છે. આથી યક્ષગણ દેવોથી ઊતરતી કોટિના હતા એમ સ્પષ્ટ જણાય છે. ભગવદ્ગીતામાં પણ તે સાત્ત્વિ હેવાન અક્ષરક્ષાંસિ રાની || એ ઉક્તિ અનુસાર, રાજસી-કામનાઓની ઈચ્છાવાળા યક્ષો-રાક્ષસો વગેરેની ઉપાસના કરતા હોવાનું ભગવાન કૃષ્ણ અર્જુનને જણાવ્યું છે.' - બૌદ્ધ સંપ્રદાયમાં તો યક્ષગણ પ્રત્યે લોકો પૂજ્યભાવ રાખતા હોવાના ઉલ્લેખો મળ્યા છે એટલું જ નહિ, પણ કેટલાક યક્ષો બૌદ્ધમતવાદી નહિ હોવાનું સુત્તનિપાતની એક આખ્યાયિકા ઉપરથી જાણવા મળે છે. બુદ્ધ ભગવાન જયારે આવક ગામમાં ગયા ત્યારે તેમણે આલવક ચક્ષના : સમાધાન કરી તેને બૌદ્ધ બનાવ્યો હોવાનું તે ગ્રંથકારે નોંધ્યું છે. સંયુક્તનિકાય અને મહામાયૂરી ગ્રંથમાંથી જુદા જુદા યક્ષો અને તેનાં સ્થાનોની વિસ્તૃત માહિતી મળી આવે છે. સુત્તનિપાતમાં પણ પક્ષોના સ્વતંત્ર મંદિરો હોવાના ઉલેખો નોંધાયા છે. * જૈન સંપ્રદાયમાં યક્ષપૂજા પ્રાચીનકાળથી પ્રચારમાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રત્યેક તીર્થકરોને સ્વતંત્ર યક્ષો હોવાનું રૂપાવતાર નિર્વાણુકલિકા, અને પ્રતિકાસારસંગ્રહ વગેરે ગ્રંથોમાં જણાવ્યું છે. આથી જ દરેક તીર્થકરીની પ્રતિમાના પરિકરોમાં, યક્ષો અને શાસનદેવીઓની મૂર્તિઓ, ખાસ કરીને મૂકવામાં આવે છે. તીર્થકરોના યક્ષો સિવાય પૂર્ણભદ્ર, મણિભદ્ર, શાલિભદ્ર, લક્ષરથ, પૂર્ણરથ, શ્રવ સારલ, સર્વકામ, સમૃદ્ધિ, કડવક અને અસ્થાતા વગેરે યક્ષોનાં નામ કેટલાંક જૈન ધર્મશાસ્ત્રોમાંથી મળે છે. ક૯પસૂત્રમાં શૂલપાણિ, મુદ્રપાણિ, ઘંટિક્યક્ષ અને ભાંડીયક્ષના ઉલ્લેખો નોંધાયા હોઈ ભાંડીયક્ષનું સ્થાન મથુરામાં તથા શલપાણિનું ચૈત્ય રાજગૃહમાં હોવાનું નોંધ્યું છે. ૬ ઘંટીયક્ષની આખ્યાયિકા નોંધતાં આ જ ગ્રંથકાર નોંધે છે કે, ડોંબી તેનો ભક્ત હતો અને જયારે જરૂર પડે ત્યારે, તે પોતાના ઉપાસ્યદેવ ઘંટીયક્ષને પ્રશ્નો પૂછી, તેના સાચા જવાબો લોકોને કહેતો હતો.
૧. ભગવદગીતા અ. ૧૭ શ્લો. ૪ ૨. સુત્તનિપાત આલવાકસત્ત ૩. સંયુત્તનિકાય ૧. ૧૦, ૪ મહામારી બાય સેલ્વીનલેવી. પા. ૮૮ ૪. સુત્તનિપાત. ચકખસુત્ત ૫. નિવણકલિકા પા. ૩૦થી ૩૭ રૂપાવતાર પા. ૧૩૫થી ૧૪૩ ૬. બૃહત્કઃપસૂત્ર. ક્ષેમકરકીર્તિની વૃત્તિ ૫, ૧૪૮૯ ૭. એજન. - વિ. ૨. પા. ૪૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org