________________
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ - ટૂંકમાં, દ્વયાશ્રયમાં આવેલો કોઈ ઐતિહાસિક પ્રસંગ ઉપજાવી કાઢેલો - કલ્પિત નથી. ઊલટું, અન્ય પ્રબન્ધો ઉપરાન્ત પુષ્કળ ઉત્કીર્ણ લેખો અને તામ્રપત્રોએ હેમચન્દ્ર આપેલી હકીકતને પુષ્ટિ આપેલી છે. ચૌલુક્યોની યાશ્રયમાંની વંશાવલિ પણ આ લેખોમાં તે જ ક્રમમાં જોવા મળે છે. અને ઐતિહાસિક પ્રસંગોનો નિર્દેશ યાશ્રયકાવ્યમાં નથી કરાયો, તેમાંના કેટલાક માટે કદાચ મૌખિક આખ્યાયિકાઓ ઉપરાન્ત વિશેષ સબળ પુરાવા મળ્યા ન પણ હોય. જો તેમ જ હોય, તો તે કવિની સજાગવૃત્તિ જ સૂચવે છે. સ્વર૦ ચુમોદી કહે છે તેમ, શ્રી હેમાચાર્ય આ કાવ્યમાં પુરાવા વિનાની વિગતો ત્યજીને તથા કેવળ આખ્યાયિકાઓને વિના સંશોધને નહિ સ્વીકારતાં, એક સાચા ઈતિહાસકારને શોભે તેમ, યોગ્ય તુલનાપૂર્વક ઐતિહાસિક પ્રસંગોને સંગ્રહ્યા છે. દા. ત. માળવા પર ચઢેલા વલ્લભરાજને માર્ગમાં જ મૃત્યુ પામેલો ન વર્ણવતાં માળવા પર વિજય મેળવી પાછો આવતો ચીતરી કવિ કાવ્યને ઓપ પણ આપી શકત, પરંતુ હકીકતને ફેરવવાનું આ સંયમી આચાર્યને રુચ્યું નથી. જયારે જયસિંહસૂરિ(ઈ. સ. ૧૩૬ ૬)એ તો પોતાના કુમારપક્વરિતમાં ચામુણ્યરાજના હાથે માલવપતિ સિધુરાજને હણાવ્યો છે ! આવી ઝીણી બાબતો પણ થાશયમાંચનું મહત્વ વધારે છે.
તત્કાલીન ગુજરાતની સમાજસ્થિતિ તથા સંસ્કૃતિ ઉપર પણ આ કાવ્ય ઘણો પ્રકાશ પાડે છે, જે એક સ્વતંત્ર નિબન્ધ માગી લે છે.
આ સર્વતોમુખી અવલોકનથી પ્રતીતિ થાય છે કે ભારતના સાંસ્કૃતિક અને રાજકીય ઇતિહાસના સાહિત્યમાં આ કાવ્યનું સ્થાન બહુ ઊંચું રહેશે. ખરેખર, ગુજરાતના બે સૌથી વધારે પ્રભાવશાળી મહારાજાધિરાજે ઉપર પરમ પ્રભાવ પાડનાર આચાર્ય શ્રી હેમચન્દ્રને ગુજરાતના પ્રથમ ઇતિહાસકાર ગણવામાં અને પ્રયાશ્રયમહાકાવ્યને ગુજરાતના પ્રથમ ઇતિહાસકાવ્ય તરીકે નવાજવામાં લેશ પણ અતિશયોક્તિ નથી.
પ
| | | Hક
*
*
અને .
. 0 2
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org