SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતનું પ્રથમ ઇતિહાસકાવ્ય પરંતુ ગુજરાતનો ૨૩૦ વર્ષને ક્રમબદ્ધ ઈતિહાસ નિદર્શતો આ પ્રથમ જ ગ્રન્થ છે, અને તે દૃષ્ટિએ તેનું મૂલ્ય ઘણું છે. બીજી રીતે પણ આ કાવ્યનું મહત્ત્વ ઘણું છે. મૂલરાજ જ્યારે પાટણનો અધિપતિ થયો ત્યારે તે પ્રદેશ તો “સારસ્વતમvસ્ટ તરીકે જ ઓળખાતો હતો. (મૂળરાજના પોતાના વિ. સં. ૧૮૪૩ના દાનપત્રમાં પણ આ જ નામ આપેલું છે.) મૂલરાજ જયાંથી આવ્યો તે રાજપૂતાનામાંના શ્રીમાલભિન્નમાલની આસપાસનો પ્રદેશ ત્યારે “ગુર્જરત્ર – ગુઝરા - ગુર્જરઘેરા ” ગણાતો. ગુર્જરેશ્વર મૂલરાજ સારસ્વતમાલનો રાજા બન્યો તે પછી ગુર્જરેશનો પ્રદેશ તે “ગુરમugઢ–પુનરા–રાત્ર–ગુરતા' ગુજરાત કહેવાયો. આમ આપણા પ્રદેશને “ગુજરાત” નામ પણ મૂળરાજના સમયમાં જ મળ્યું. (‘ગુજરાત વિષે વિશે ચર્ચા માટે જુઓ ડૉ. ભોગીલાલ સાંડેસરાકૃત ઇતિહાસની કેડી' પૃ. ૧૭૧-૧૫૨). તદુપરાન્ત, આ પ્રદેશ સમૃદ્ધિની ઉચ્ચતમ કોટિએ પણ આ સોલંકીયુગમાં જ – સિદ્ધરાજ અને કુમારપાલના શાસનસમયમાં – પહોંચેલો. આ રીતે પુરાણકથાનુસાર જેનો મૂળપુરુષ બ્રહ્માના ચુલુક એટલે ખોબામાંથી ઉત્પન્ન થયેલો મનાય છે તે ચૌલુક્ય કે સોલંકીવંશનો યુગ ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધારે મહત્ત્વનો યુગ ગણાય, અને દયાશ્રયમહાકાવ્ય પણ આ જ યુગનો ઈતિહાસ આપતું હોવાથી ગુજરાતના ઇતિહાસની દૃષ્ટિએ તેનું મહત્ત્વ અદ્વિતીય છે. ઇતિહાસ અને વ્યાકરણ એ બે આલમ્બનોને કારણે આ અઠ્ઠાવીસ સર્ગના મહાકાવ્યને “ટૂથાશ્રય” નામ આપવામાં આવ્યું છે. પ્રથમ વીસ સર્ગના સંસ્કૃત દયાશ્રયકાવ્યમાં મૂળરાજ સોલંકીની કારકિર્દીથી તે કુમારપાલના શાસનકાલ સુધીનો ઇતિહાસ આલેખી આઠ સર્ગના પ્રાકૃત દ્વયાશ્રયકાવ્યમાં કુમારપાલની અધરી કથાની પૂર્તિ કરવામાં આવી છે. આથી પ્રથમ વિભાગને “વૈદુર્યવરોલ્લીર્તન” તથા દ્વિતીય વિભાગને “કુમારપારિત” પણ કહેવામાં આવે છે. હવે આપણે આ કાવ્યનું સંક્ષિપ્ત વસ્તુનિરીક્ષણ કરી લઈએ. પહેલા સર્ગમાં અણહિલપાટક – પાટણ, રાજા મૂળરાજ, પ્રજાની સુખસમૃદ્ધિ તથા રાજા પ્રજાપ્રીતિનું સુંદર વર્ણન આપી પછીના ચાર સર્ગમાં સૌરાષ્ટ્રના પ્રજાપીડક ગ્રાહરિપુ ઉપરનો મૂલરાજનો વિજય વર્ણવ્યો છે. આ નિમિત્તે બન્ને પક્ષે ઉપસ્થિત અનેક રાજાઓનાં નામ આપવામાં આવ્યાં છે. ગ્રાહરિને તેની સ્ત્રીઓની આજીજીથી આંગળી કાપી છોડી મૂક્યો, જ્યારે તેનો મિત્ર કચ્છનો લક્ષરાજ–લોકકથાઓનો લાખો ફુલાણ–યુદ્ધમાં હણાયો. છઠ્ઠા સર્ગમાં અંગ, વિધ્ય, પાડુ, સિધુ, વનવાસ (ઉત્તર કાનડા), શરજાચલ (દેવગિરિ), કોલાપુર, કમીર (તેના રાજા માટે “વીર” શબ્દ વાપયોં છે, શ્લોક ૨૩), કુર અને પાંચાલ (હિમાલયની તળેટીથી ચબલ નદી સુધીનો પ્રદેશ, જેની રાજધાની કામ્પીલ્યનગરમાં હતી) જેવા દૂર-દૂરના દેશોના રાજાઓ તરફથી મૂલરાજને ચરણે આવેલી વિશિષ્ટ ભેટોનું વર્ણન છે, જે પછી લાટના દ્વારપે મોકલેલ નિષિદ્ધ લક્ષણોવાળા ગજરાજને નિમિત્ત બનાવી તેના ઉપર યુવરાજ ચામુડરાજે મેળવેલો વિજય આલેખેલો છે. સાતમાં સર્ગમાં કાશી તરફ જતા ચામુકરાજ(વિ. સં. ૧૯૫૩થી ૧૦૬)ને માલવાના રાજાએ લુંટતાં તેનો પુત્ર વલ્લભરાજ (વિ. સં. ૧૦૬૬) તેની આજ્ઞાથી માલવા પ્રતિ પ્રયાણ કરે છે, પરંતુ માર્ગમાં જ શીતળાના અસાધ્ય વ્યાધિથી તેનું મૃત્યુ થાય છે અને એ વાત છુપાવી સૈન્ય પાછું ફરે છે. વલ્લભરાજ પછી રાજ્યારૂઢ થયેલા તેના ભાઈ દુર્લભરાજ (વિ. સં. ૧૦૬૬-૧૦૭૮) સાથેના મારવાડ (નર) ના રાજા મહેન્દ્રની બહેન દુર્લભદેવીના સ્વયંવરલગ્નનું તથા તે નિમિત્ત દુર્લભરાજના બીજા ઘણા રાજાઓ સાથેના યશઃપ્રદ યુદ્ધનું વર્ણન પણ આ જ સર્ગમાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy