SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ વળી એ કાવ્યના છેલ્લા સર્ગમાં (શ્લોક ૨) વસ્તુપાલનાં બાંધકામો વર્ણવતાં કર્તાએ કહ્યું છે કે અણહિલવાડ પાટણમાં પંચાસરા પાર્શ્વનાથના મન્દિરનો જીર્ણોદ્ધાર કરાવીને મંત્રીએ વનરાજની વૃદ્ધ થયેલી કીર્તિને હસ્તાવલંબન આપ્યું હતું – पञ्चासरा ह्वमणहिल्लपुरीपुरन्ध्रीसीमन्तरत्नमिवपार्श्वजिनेशवेश्म । उद्धृत्य येन यशसा जनितो जरत्या हस्तावलम्बनविधिर्वनराजकीर्तेः ॥ ૩. ઉદયપ્રભસૂરિકૃત “સુકૃતકીર્તિલ્લોલિની' (સં. ૧૨૭૭) નાગેન્દ્રગુચ્છના વિજયસેનસૂરિ જેઓ વસ્તુપાલના માતૃપક્ષે ગુરુ હતા તેમના શિષ્ય ઉદયપ્રભસરિકત “સુકતકન્નિકલોલિની” કાવ્ય સં. ૧૨૭૭માં વસ્તુપાલે કરેલી શત્રુંજયની સંધયાત્રા પ્રસંગે રચાયું હતું, અને વસ્તુપાલ શત્રુંજય ઉપર બંધાવેલા મંડપમાં એક શિલાપટ્ટ ઉપર કોતરીને તે મૂકવામાં આવ્યું હતું. ૩ મંત્રીનાં સુતોની પ્રશસ્તિરૂપે રચાયેલા આ કાવ્યના ૧૪મા શ્લોકમાં કવિ કહે છે કે ગુર્જરભૂમિરૂપ સુન્દરીના મુખ સમાન અણહિલપુરના તિલકરૂપ આ પંચાસર ચૈત્ય વનરાજે બંધાવ્યું હતું, જેના શિખરનો ઊંચો કલશ સંથાના મણિ જેવો શોભતો હતો – स्फूर्जद्गूर्जरमण्डलावनिवधूवक्त्रोपमेऽस्मिन् पुरे चैत्ये किञ्च विशेषकं व्यरचयत् पञ्चासराहवं नृपः । यस्योच्चैः कलशश्चकास्ति रुचिभिः किञ्चिद्विभिन्नाम्बरश्यामत्वव्यपदेशकेशपदवीसीमन्तसीमामणिः ॥ ૪, ઉદયપ્રભસૂરિકૃત ધર્માલ્યુદય મહાકાવ્ય (સં. ૧૨૯૦ પહેલાં) . ઉપર્યુક્ત ઉદયપ્રભસૂરિએ “ધર્માલ્યુદય” અથવા “સંઘપતિચરિત્ર' નામે પંદર સર્ગનું મહાકાવ્ય રચ્યું છે. એમાં મંત્રી વસ્તુપાલની સંઘયાત્રાનું વર્ણન હોઈ સં. ૧૨૭૭ની મોટી સંઘયાત્રા પછી તુરત એ રચાયું હોય એ સંભવિત છે, પણ સં. ૧૨૯૦ પહેલાં તો નિઃશંક એની રચના થયેલી છે, કેમ કે એ વર્ષમાં ખુદ વસ્તુપાલના હસ્તાક્ષરોમાં લખાયેલી એની તાડપત્રીય નકલ ખંભાતના ભંડારમાં છે. એ કાવ્યની પ્રશસ્તિમાં (શ્લોક ૭) નાગેન્દ્ર ગચ્છના આચાર્યોની ગુરુપરંપરા આપીને પોતાના ગુરુ વિજ્યસેનસૂરિ વિષે કર્તા કહે કે તેઓ પંચાસરા નામથી ઓળખાતા વનરાજવિહાર તીર્થમાં વ્યાખ્યાનો આપતા હતા – पञ्चासराहववनराजविहारतीर्थे प्रालेयभूमिधरभूतिधुरन्धरेऽस्मिन् । साक्षादधःकृतभवा तटिनीव यस्य व्याख्येयमच्युतगुरुक्रमजा विभाति ।। પંચાસરા પાર્શ્વનાથનું મન્દિર બંધાયું ત્યારથી નાગેન્દ્ર ગ૭ના આચાયોનો એ સાથેનો સંબંધ જોતાં આ સ્વાભાવિક છે. વળી પંચાસરાનું મન્દિર તે જ વનરાજવિહાર એમ અહીં કર્તાએ સ્પષ્ટ કહ્યું છે, ૩. એ જ, પૃ. ૭૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy