________________
પર
આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ अन्ने य एवमाइया भावा मूलपढमाणुओगे कहिया आघविज्जति पण्णविज्जति परूविज्जति, से तं मूलपढमाणुओगे।
___ से किं तं गंडियाणुओगे? २ अणेगविहे पण्णत्ते, तं जहा-कुलगरगंडियाओ तित्थगरगंडियाओ चक्कहरगंडिआओ दसारगंडियाओ वासुदेवगंडियाओ हरिवंसगंडियाओ भद्दबाहूगंडियाओ तवोकम्मगंडियाओ चित्तरगंडियाओ उस्सप्पिणीगंडियाओ ओसप्पिणीगंडियाओ अमर-नर-तिरिय-निरयगइगमणविविहपरियट्टणाणुओगे, एवमाइयाओ गंडियाओ आघविज्जति पण्णविनंति परूविजंति, से तं गंडियाणुओगे।
સમવયર(ત્ર સૂત્ર ૬૪૭, અનુયોગ શું છે? અનુયોગ બે પ્રકારે છે: મૂલપ્રથમાનુયોગ અને ગઠિકાનુયોગ, મૂલપ્રથમાનુયોગ શું છે? મૂલપ્રથમાનુયોગમાં અરહંત ભગવંતોના પૂર્વભવો, દેવલોકમાં અવતાર, દેવલોકથી ગુજરવું, જન્મ, મેરુ ઉપર જન્માભિષેક, રાજ્યપ્રાપ્તિ, દીક્ષાની પાલખી, દીક્ષા, તપસ્યા, કેવલજ્ઞાનપ્રાપ્તિ, ધર્મપ્રવર્તન, સંધયણ, સંડાણ, ઊંચાઈ, આયુષ્ય, શરીરનો વર્ણવિભાગ, શિષ્યો, સમુદાયો, ગણધરો, સાવસિંખ્યા, પ્રવર્તનીઓ–સમુદાયની આગેવાન સાધ્વીઓ, ચતુર્વિધ સંઘની જનસંખ્યા, કેવળજ્ઞાની મનઃપર્યાયજ્ઞાની અવધિજ્ઞાની ચતુર્દશપૂર્વધરો વાદીઓ અનુત્તરવિમાનગામીઓની અને સિદ્ધોની સંખ્યા, જેટલા ઉપવાસ કરી સિદ્ધિમાં ગયા ત્યાદિ ભાવોનું વર્ણન પ્રથમાનુયોગમાં કરાયું છે.
ગંડિકાનુયોગ એટલે શું? ચંડિકાનુયોગ અનેક પ્રકારે છે–કુલકરગંડિકાઓ, તીર્થકરચંડિકાઓ, ચક્રવતિચંડિકાઓ, દશારગંડિકાઓ, વાસુદેવચંડિકાઓ, હરિવંશગંડિકાઓ, ભદ્રબાહુગંડિકાઓ, તપ કર્મચંડિકાઓ, ચિત્રાંતરગંડિકાઓ, ઉત્સર્પિણીગંડિકાઓ, અવસર્પિણીગંડિકાઓ, દેવ-મનુષ્યતિર્યંચ-નરકગતિ પરિભ્રમણ આદિને લગતી ચંડિકાઓ ઈત્યાદિ હકીકતો ચંડિકાનુયોગમાં કહેવાઈ છે.
નદિસૂત્રમાં સૂત્ર ૫માં સમવાયાંગ સૂત્રને મળતો જ પાઠ છે;
ઉપર એકી સાથે જે અનેક ઉતારાઓ આપવામાં આવ્યા છે તે પ્રથમાનુયોગ શું છે? તે વિષે વિશિષ્ટ પ્રકાશ પાથરનારા ઉલ્લેખો છે. આજે કોઈક કોઈક વિરલ વ્યક્તિઓને બાદ કરતાં ભાગ્યે જ કોઈને ખબર હશે કે “પ્રથમાનુયોગ એ ધર્મકથાનુયોગને લગતો વિસ્તૃત અને વિશિષ્ટ ગ્રંથ હતો.” એ ગ્રંથ આ યુગમાં જ અપ્રાપ્ય થઈ ગયો છે એમ નથી, પરંતુ શિકાઓ પૂર્વે તે નષ્ટ થઈ ગયો છે ખોવાઈ ગયો છે. આજે માત્ર એ ગ્રંથ વિશેની રથલ માહિતી પૂરી પાડતા કેટલાક વીખરાયેલા ઉલેખો જ આપણું સામે વર્તમાન છે. આમ છતાં આ વિરલ ઉલેખો દ્વારા આપણને કેટલીક એ ગ્રંથ અંગેની અને તે સાથે કેટલીક બીજી પણ મહત્વની હકીકતો જાણવા મળી શકે છે. આપણે અનુક્રમે તે જોઈએ :
૧. ઉપર આપેલાં પ્રાચીન અવતરણો પૈકી ત્રીજા અને ચોથા ઉલ્લેખથી એ વાત સ્પષ્ટ થાય છે કે પ્રાચીન કાળમાં એટલે સૂત્રકાળમાં પ્રથમાનુયોગ નામનો ગ્રંથ હતો જ, જેને નંદિસૂત્રકાર અને સમવાયાંગસૂત્રકારે મૂલપ્રથમાનુયોગ નામથી ઓળખાવેલ છે. પરંતુ કાળબળે તે લુપ્ત થઈ જવાને લીધે તેમાંની જે અને જેટલી હકીકતો મળી આવે તે આધારે તેનો પુનર હાર સ્થવિર આઈકાલકે કર્યો હતો. વસુદેવહિડી, આવશ્યકગૂણી, આવશ્યક સૂત્ર અને અનુયોગદ્વારસૂત્રની હારિભદ્રી વૃત્તિ આદિમાં પ્રથમાનુયોગના નામનો જે ઉલ્લેખ છે તે આ પુનરૂદ્ધરિત પ્રથમાનુયોગને લક્ષીને છે. જ્યારે આવશ્યક સૂત્રની નિયુક્તિમાં (અવતરણ ૧) આવતો પ્રથમાનુયોગ નામનો ઉલ્લેખ સંભવ છે કે મૂલપ્રથમાનુયોગને લક્ષીને પણ હોય !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org