SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૫o આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ અષ્ટાંગનિમિત્તવિદ્યા ભણી ગયા બાદ કોઈક પ્રસંગે સ્થવિર આયંકાલક વડના ઝાડ નીચે બેઠ છે, ત્યાં શાલિવાહન રાજા આવી ચઢે છે અને આચાર્યને આ પ્રમાણે ત્રણ પ્રશ્નો પૂછે છે: पसुलिंडि पढमयाए बितिय समुद्दे व केत्तियं उदयं । ततियाए पुच्छाए महुरा य पडेज व ण व ? त्ति ॥ १५४२ ॥ પહેલો પ્રશ્ન : બકરી વગેરે પશુઓની લીંડીઓ કેમ થાય છે? બીજો પ્રશ્ન : સમુદ્રમાં પાણી કેટલું ? ત્રીજો પ્રશ્ન : મથુરાનું પતન થશે કે નહિ ? पढमाए वामकडगं देइ तहिं सयसहस्समुलं तु । बितियाए कुंडलं तू ततियाए वि कुंडलं बितियं ॥१५४३ ।। પહેલા પ્રશ્નના ઉત્તરથી પ્રસન્ન થઈ રાજા શાલિવાહને આચાર્યને લાખમૂલ્યનું ડાબું ક ભેટ કર્યું. બીજા અને ત્રીજા પ્રશ્નના ઉત્તરથી રાજી થઈ રાજાએ બે કુંડલો ભેટ કર્યા. आजीविता उवहित गुरुदक्खिणं तु एत अम्हं ति। तेहि तयं तू गहितं इयरोचितकालकज्जंतु ॥ १५४४ ॥ આ પ્રસંગે, આર્યકાલકને નિમિત્તવિદ્યા ભણાવનાર આજીવક સાધુઓ ત્યાં હાજર હતા, તેમણે આ અમારી ગુરુદક્ષિણા છે” એમ કહી તે ત્રણેય ઘરેણાં લઈ લીધાં. અને આર્યકાલિક પોતાના સમયોચિત કાર્યમાં લાગી ગયા. णहम्मि उ सुत्तम्मी अहम्मि अणहे ताहे सो कुणइ । लोगणुजोगं च तहा पढमणुजोगं च दोऽवेए ॥ १५४५ ॥ જેનો સૂત્રપાઠ ભુલાઈ ગયો છે, છતાં જેનો અર્થ એટલે કે ભાવ ભુલાયો નથી એવા લોકાનુયોગ અને પ્રથમાનુયોગ નામના બે ગ્રંથોની તેમણે પુનઃ રચના કરી. बहुहा निमित्त तहियं पढमणुजोगे य होंति चरियाई । નિ-વશ્ચિ-સારા પુત્રમવારું નિદ્ધારું II ૨૪૬ / ઉપરોક્ત બે ગ્રંથો પૈકી પહેલામાં ઘણા પ્રકારની નિમિત્તવિદ્યા અને પ્રથમાનુયોગમાં જિનેશ્વર, ચક્રવર્તિ અને દશારોના પૂર્વભંવાદિને લગતું ચરિત્ર ગૂંથવામાં આવ્યાં છે. ते काऊणं तो सो पाडलिपुत्ते उवष्ठितो संघं ।। बेइ कतं मे किंची अणुग्गहहाय त सुणह ।। १५४७ ।। આ બનેય ગ્રંથોની રચના કરીને તેઓ પાટલીપુત્રમાં પહોંચ્યા અને ત્યાંના શ્રીસંઘને કહ્યું કે : મેં કાંઈક કર્યું છે તેને અનુગ્રહ કરીને તમે સાંભળો. तो संघेण निसंत सोऊणय से पडिच्छितं तं तु । तो तं पतिहितं तू णयरम्मी कुसुमणामम्मि ॥ १५४८ ॥ તે પછી પાટલીપુત્રમાં વસતા શ્રીસંઘે તે ધ્યાનમાં લીધું. અને ધ્યાનમાં લઈને તેમના ગ્રંથોને આદરપૂર્વક સ્વીકાર્યા. આ રીતે કુસુમપુર-પાટલીપુત્રમાં તે ગ્રંથો માન્ય થયા. एमादीणं करणं गहणं णिज्जूहणा पकप्पो ऊ। संगहणीण य करणं अप्पाहाराण तु पकप्पो ।। १५४९ ।। पंचकल्प महाभाष्य Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy