SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પરંપરાનું અપભ્રંશ સાહિત્યમાં પ્રદાન ૩૩ पउमचरिउ વારિ૩ (સં. વારિતમ્) એ રામાયાપુરીy (સં. રામાયણપુરામ) નામે પણ જાણીતું છે. એમાં પદ્મ એટલે રામના ચરિત પર મહાકાવ્ય રચવાની સંસ્કૃત તથા પ્રાકૃત સાહિત્યની પરંપરાને સ્વયંભૂ અનુસરે છે. ૩નવરિ૩માં રજૂ થયેલું રામકથાનું જૈન સ્વરૂપ વાલ્મીકિ રામાયણમાં મળતા બ્રાહ્મણ પરંપરા પ્રમાણેના સ્વરૂપ(બંનેમાં આ પુરોગામી છે)થી અનેક અગત્યની બાબતમાં જુદું પડે છે. સ્વયંભૂરામાયણનો વિસ્તાર પુરાણની સ્પર્ધા કરે તેટલો છે. તે વિજ્ઞારર ( સં. વિદ્યાધર), ૩૬ (સં. અયોધ્યા), સુંદર, સુકન્ન ( સં. યુદ્ધ) અને ઉત્તર એમ પાંચ કાંડમાં વિભક્ત છે. આ દરેક કાંડ મર્યાદિત સંખ્યાના “સંધિ” નામના ખંડોમાં વહેંચાયેલો છે. પાંચે કાંડના બધા મળીને નેવું સંધિ છે. આ દરેક સંધિ પણ બારથી વીસ જેટલા “કડવક” નામના નાના સુગ્રથિત એકમોનો બનેલો છે. આ કડવક ( = પ્રાચીન ગુજરાતી સાહિત્યનું “કડવું”) નામ ધરાવતો પદ્યપરિચ્છેદ અપભ્રંશ અને અર્વાચીન ભારતીય-આર્યના પૂર્વકાલીન સાહિત્યની વિશિષ્ટતા છે. કથાપ્રધાન વસ્તુ ગૂંથવા માટે તે ઘણું જ અનુકૂળ છે. કડવદેહ કોઈ માત્રા છંદમાં રચેલા સામાન્યતઃ આઠ પ્રાસબદ્ધ ચરણયુગ્મનો બનેલો હોય છે. કડવકના આ મુખ્ય કલેવરમાં વિર્ય વિષયનો વિસ્તાર થાય છે, ત્યારે જરા ટૂંકા છંદમાં બાંધેલો ચાર ચરણનો અંતિમ ટુકડો વર્ણ વિષયનો ઉપસંહાર કરે છે કે વધારેમાં પછીના વિષયનું સૂચન કરે છે જ આવા વિશિષ્ટ બંધારણને કારણે અપભ્રંશ સંધિ શ્રોતાઓ સમક્ષ લયબદ્ધ રીતે પઠન કરાવાની કે ગીત રૂપે ગવાવાની ઘણી ક્ષમતા ધરાવે છે. ઘ૩મરિન નેવું સંધિમાંથી છેલ્લા આઠ સ્વયંભૂના જરા વધારે પડતા આત્મભાનવાળા પુત્ર ત્રિભુવનની રચના છે, કેમ કે કોઈ અજ્ઞાત કારણે સ્વયંભૂએ એ મહાકાવ્ય અધૂરું મૂકેલું. આ જ પ્રમાણે પોતાના પિતાનું બીજું મહાકાવ્ય રિક્રીનિવરિત પૂરું કરવાનો યશ પણ ત્રિભુવનને ફાળે જાય છે અને તેણે પંમરિ૩ (સં. શ્વમીતિમ્) નામે એક સ્વતંત્ર કાવ્ય રચ્યું હોવાનો પણ ઉલ્લેખ છે. સ્વયંભૂએ પોતાના પુરોગામીઓના ઋણનો સ્પષ્ટ શબ્દોમાં રવીકાર કર્યો છે. મહાકાવ્યના સંધિબંધ માટે તે ચતુર્મુખથી અનગૃહીત હોવાનું જણાવે છે, જ્યારે વસ્તુ અને તેના કાવ્યાત્મક નિર પણ માટે તે આચાર્ય રવિણનો આભાર માને છે. પરમ૩િના કથાનક પૂરતો તે રવિણના સંસ્કૃત ઉન્નતિ કે પદ્મપુરા( ઈ. સ. ૬૭૭-૭૮ )ને પગલે પગલે ચાલે છે. તે એટલે સુધી કે ઘરમરિયને પક્ષનરિતનો મુક્ત અને સંક્ષિપ્ત અપભ્રંશ અવતાર કહેવો હોય તો કહી શકાય. ને છતાંયે સ્વયંભૂની મૌલિકતા અને ઉચ્ચ પ્રતિની કવિત્વશક્તિનાં પ્રમાણ પરિ૩માં ઓછાં નથી. એક નિયમ તરીકે તે રવિણે આપેલા કથાનકના દોરને વળગી રહે છે – અને આમેય એ કથાનક તેની નાની મોટી વિગતો સાથે પરંપરાથી રૂઢ થયેલું હોવાથી કથાવસ્તુ પૂરતો તો મૌલિક ક૫ના માટે કે સંવિધાનની દૃષ્ટિએ પરિવર્તન કે રૂપાંતર માટે ભાગ્યે જ કશો અવકાશ રહેતો. પણ શિલીની દષ્ટિએ કથાવસ્તુને શણગારવાની બાબતમાં, વર્ણનો ને રસનિરૂપણની બાબતમાં, તેમ જ મનગમતા પ્રસંગને બહેલાવવાની બાબતમાં, કવિને જોઈએ તેટલી ટ મળતી. આવી મર્યાદાથી બંધાયેલી હોવા છતાં સ્વયંભૂની સૂક્ષ્મ કલાદષ્ટિએ પ્રશસ્ય સિદ્ધિ મેળવી છે. પોતાની ઓચિત્યબુદ્ધિને અનુસરીને તે આધારભૂત સામગ્રીમાં કાપકૂપ કરે છે, તેને નવો ઘાટ આપે છે કે કદીક નિરાળો જ માર્ગ ગ્રહણ કરે છે. * અપભ્રંશ કડવકનું સ્વરૂપ પ્રાચીન અવધિ સાહિત્યનાં સુફી પ્રેમાખ્યાનક કાવ્યોમાં અને તુલસીદાસકૃત રામચરિતમાનસ જેવી કૃતિઓમાં ઊતરી આવ્યું છે. * રવિણનું ઉજવરિત પોતે પણ જૈન મહારાષ્ટ્રમાં રચાયેલા વિમલસૂરિકૃત વરિઘે (સંભવતઃ ઈસવી ત્રીજી શતાબ્દી)ને પલવિત સંસ્કૃત છાયાનુવાદથી ભાગ્યે જ વિશેષ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy