SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ - ઈ. સ. પૂર્વે બે હજાર વરસ કરતાં ય વિશેષ પ્રાચીન આપણી ભારતયુરોપીય આર્ય ભાષાનો નમૂનો એક સંસ્કૃત અર્વાચીન વાક્ય દ્વારા આ રીતે બનાવી શકાય: હરિશ્ચન્દ્રશ્ય પિતા અશ્વસ્ય ઉપરિસ્થિતઃ ગચ્છનું પચ્ચ વૃકાન જવાન. આ વાક્યનું બે હજાર વરસ કરતાં પહેલાંના સમયનું ઉચ્ચારણ આમ કલ્પી શકાય ? ઝરિકન્દ્રાસ્યા પતેત્ અસ્વાસ્યા ઉપરિ અતોસ્ ગમશ્વાન્સ પર્ફ બ્લાસ્ ઘધાન એ જ રીતે અન્વેદના પ્રથમ સૂક્તનું તથા ગાયત્રી મંત્રનું ભારત-ઈરાની આર્ય ભાષામાં જે જુદું ઉચ્ચારણ થાય છે તેને નીચે દર્શાવેલો નમૂનો આ પ્રમાણે બતાવે છેઃ - ઋદ ઈરની આર્યભાષા અગ્રિમ ઈડે પુરોહિતમ અશ્ચિમ ઈઝદઈ પુરઝધિતમ યસ્ય દેવમ્ ઋત્વિજમ્ યશ્નસ્ય દઈવમ ઋત્વિશમ્ હોતારમ્ રત્નધાતમમ હઊતારમ્ રત્ન ધાતમમ ગાયત્રી મંત્ર ઈરાની આર્યભાષા તત્ સવિતુર્વ રેણ્યમ તત સવિતુ ઉવરઈનિઅમ ભગો દેવસ્ય ધીમહિ ભર્ગક દઈવસ્ય ધીમધિ ધિયો યો નઃ પ્રચોદયાત ધિયઝુ યર્ નસ પ્રચઉદયાત નવ્ય ભારતીય ભાષાઓના વિકાસમાં જે પ્રાકૃત ભાષાએ ઘણો મોટો ફાળો આપેલ છે તે પ્રાપ્ત ભાષાનું સૌથી પ્રાચીનતમ રૂ૫ આદિમભારતયુરોપીય ભાષા પછી તેનું બીજું રૂપ ભારત-ઈરાની આર્ય ભાષા અને પછી તેની ત્રીજી ભૂમિકા તે ભારતીય આર્ય ભાષા અને આ પછી આવી પ્રાકૃતની પોતાની ભૂમિકા. આ પ્રાકૃતની ઉત્તર ભૂમિકા તરીકે ત્યાર પછીની મધ્ય યુગની વિવિધ પ્રાકૃત, અપભ્રંશ અને બાદ વર્તમાન હિંદી, મરાઠી, બંગાળી, ગુજરાતી, સિંધી, પંજાબી, ઉડિયા વગેરે ભાષાઓ અને તેમની જુદી જુદી બોલીઓ. હવે પ્રાકૃત ભાષાનાં પ્રાદુર્ભાવક બળોનો વિચાર કરી વર્તમાન ભારતીય નવ્ય ભાષાઓના વિકાસમાં તેના મહત્વના ફાળા વિશે પણ જાણી લઈએ. વેદોને વા બીજાં ધર્મશાસ્ત્રોને ભણવાભણવવાનો અધિકાર એક માત્ર વિપ્રપુરોહિતવર્ગને જ હતી, આમજનતાને તેમના સંપર્કમાં આવતી અટકાવેલી હોવાથી આમજનતાનાં ઉચ્ચારણ પુરોહિત જેવાં ન રહે એ સ્વાભાવિક છે. એક તો પુરોહિતો ભણેલા અને વળી તેમનો ઉચ્ચારણ કરવાનો વિશેષ મહાવરો હોવાથી તેઓ અભ્યાસ અને પાઠના બળે જડબાતોડ ઉચ્ચારણ પણ કરી શકતા ત્યારે આમજનતાને એવો મહાવરો મુદ્દલ નહીં અને અભ્યાસકે પાઠનો તો મોકો ન જ મળતો હોવાથી તેઓની પુરોહિતોનાં જેવાં ઉચ્ચારણ કરવાની ટેવ ન પડી તેમ ન ટકી એટલે આમજનતાનાં અને વિક–પુરોહિતવર્ગનાં ઉચ્ચારણો વચ્ચે ફરક પડી ગયેલ. વિપ્રની ભાષામાં કહીએ તો તે પોતાનાં ઉચ્ચારણોને સંસ્કૃત માનતો અને આમજનતાનાં ઉચ્ચારણોને પ્રાકૃત સમજતો, આ ઉપરાંત વેદોનાં સૂકતો ગ્રંથસ્થ થઈ ગયાં એટલે તેની ભાષા વહેતી નદીની જેવી મટીને નહીં વહેતા ખાબોચિયા જેવી થઈ ગઈ. આ પરિસ્થિતિને લીધે હવે તે બંધાઈ ગયેલી ભાષાનો વિકાસ થતો અટકી પડ્યો અને આમજનતાની વહેતી જીવતી ભાષા તો વિકસવા માંડી–બીજી રીતે કહીએ તો જ્યારથી વેદોની ભાષા બંધાઈ ગઈ જકડાઈ ગઈ અને વહેતી અટકી પડી ત્યારથી પ્રાચીન સમયથી ચાલ્યાં આવતાં આમજનતાનાં પ્રાકૃતોને પ્રકાશમાં આવવાનો અને ઉત્તરોત્તર વિકાસ પામવાનો અવસર મળી ગયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy