SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય કળામાં જૈન સંપતિ ૧૧મી સદીના પરદેશી હુમલાથી ઉત્તર ભારત પાદાક્રાન્ત થઈ ગયો હતો, રાજયકુળ જડમૂળથી ઉખડી ગયાં હતાં અને પ્રજાના મોટા સમુદાયો દક્ષિણ તરફ ભાગી છૂટ્યા હતા. તે વખતે ધર્મષથી પણ પરદેશી સૈન્યોએ દેવમંદિરો, પ્રતિમાઓ અને ગ્રંથોનો સર્વનાશ કરવાનો નિર્ધાર કર્યો હતો. આવા વિકટ સમયમાં કલા કારીગરી પર નભતા સમાજનો તો શો આશરો ? પણ ગઝનીનાં ધાડાં પાછાં વળ્યાં કે તુરત જ આબુ, શત્રય અને ગિરનાર ઉપર શિલ્પીઓનાં ટાંકણાનાં તાલ પડવા લાગ્યા અને જૈનધર્મના દેવમંદિરો પહેલાંની જેમ આરતી પૂજાથી ગાજી રહ્યાં. જૈન સંપ્રદાયનું એક વિશેષ સુજ્ઞ કાર્ય એ છે કે ખંડિત થયેલ મંદિર કે પ્રતિમાની પુનઃ પ્રતિષ્ઠા કરી તેને ઉપયોગમાં લઈ શકાય છે. આથી પૂર્વજોએ કરેલાં કીર્તિકાર્યો સચવાઈ રહે છે અને પ્રજાના કલાસંસ્કારને પૂર્તિ આપે છે. આ રીતે શત્રુંજય, આબુ, ગિરનાર, રાણકપુર વગેરે જેને પ્રજાના જ નહિ પણ સકલ ભારતવર્ષના કીર્તિધ્વજસમાં મોજૂદ છે. આબુનું સૌથી જૂનું મંદિર સં. ૧૦૮૮માં ભોળા ભીમદેવના મહામંત્રી વિમળશાહે બંધાવ્યું હતું અને બીજાં મંદિરો ઈ. સ. ૧૨૩૦ના અરસામાં વાઘેલાના મંત્રીઓ વસ્તુપાળ તથા તેજપાળે બંધાવ્યાં, આ મંદિરનું બાંધકામ ધોળા આરસથી કરેલું છે. આસપાસ વીસ કે આબુ દેલવાડાનાં મંદિરો ત્રીસ માઈલ પર આરસની કોઈ ખાણ નથી. એટલે ઘણે દૂરથી આટલો પથ્થર ઉપર પર્વત ચડાવવાનું કામ કરવામાં અપાર ખર્ચ અને શ્રમ લાગ્યાં હશે. પણ જૈન કોમ ધર્મનાં કાર્યમાં ખર્ચ કે સમયનો હિસાબ રાખે નહિ એવી પ્રથા એ વખતે હશે. અને તેથી જ શિલ્પ કલાધરોએ તેના નિર્માણમાં જે નૈપુણ્ય તથા નવીન પ્રકારોની અજબ સૃષ્ટિ અદભુત ધીરજ અને ઝીણવટથી આકારબદ્ધ કરી છે તે જગતના સર્વ પ્રવાસીઓને અને કલાકારોને વિસ્મયમુગ્ધ કરી દે છે. આ મંદિરોની કલામાં ગુજરાતના શિપીઓએ આઠમી સદીના ખજુરાહોના મંદિરો કરતાં જે વિશેષતા કરી છે તે તેના રંગમંડપની રચના છે. તે પહેલાંના રંગમંડપોની છત ચારે પાસની દીવાલો પર ટકાવવામાં આવતી અને તેની ઉપર નાનું મેરુ ઘાટનું શિખર થતું. મંડપને કદી કદી અંદરથી બે બાજુ જાળિયાં અથવા વિમાનઘાટના ગવાક્ષો કે ઝરૂખા મૂકવામાં આવતાં. પરંતુ ગુજરાતના શિલ્પીઓએ આઠ થાંભલા પર ગોળાકારે લાંબી શિલાઓ ગોઠવી ઉપરથી અઠાંસ મારી ધીરે ધીરે નાનાં થતાં ગોળ વર્તુલોનો ઉપર મળી જતો ઘુમ્મટ રચ્યો. તેમાં ય જગતને અપાર આશ્ચર્ય કરાવતું નકશીદાર આરસનું ઝુમ્મર જેને મધુચ્છત્ર કહે છે તે ગુજરાતના શિલ્પીઓનું નાવીન્ય છે. મંદિરની રચનામાં દ્વારમંડપ, શૃંગારચોકી, નયચોકી, ગૂઢમંડપ, ગર્ભગૃહ, તોરણ શિખર, મંગળ ચૈત્ય વગેરે વિભાગોવાળો શિલ્પવિરતાર છે. રંગમંડપના રતભો પર વિવિધ વાઘો સહિત ઊભી રાખેલી અસરાઓ, વિદ્યાધરીઓ, નર્તિકાઓ, સ્તંભો પર સંમોસર તથા ભીંતો અને છતો પર કોરેલાં ઋષભદેવના જીવનપ્રસંગો, નાગપ્રબંધ. અનેક શરીર છતાં એક મસ્તકવાળું માનવપ્રબંધ એ બધું શિલ્પકલાનો વ્યાપક સમાદર બતાવે છે. જૈન સંપ્રદાયમાં જાણે એ કાળે એવી માન્યતા હશે કે મંદિરમાં કોઈ ઠેકાણે સપાટ પ્રદેશ ભીંત કે છતમાં ખાલી રખાય નહિ. એનાં દૃષ્ટાંત તરીકે દેરાણી-જેઠાણીનો ગોખ બતાવવામાં આવે છે. કિંવદતી પ્રમાણે કારીગરોને આગળ કામ કરી શકે માટે વધુ વધુ કોતરી ધૂળ લાવે તેની ભારોભાર રૂપું કે નાણું મળતું, એનું રહસ્ય એટલું જ કે કલાકારીગીરી માટે દેવમંદિરમાં દ્રવ્યનો સંકોચ લેશભાર નહોતો થતો. સામાન્ય જનને તો એ દેવસૃષ્ટિમાં ગયાનો આનંદ થાય અને સરકારીને કલાની સમાધિ લાગે એવાં એ કાર્યો નિઃશંક બન્યાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy