SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય કળામાં જૈન સંપૂર્તિ પ્રકારના નમૂનારૂપ છે. આમાંના ઘણાખરા ખંડિત અથવા વિશીણું સ્થિતિમાં ઉપેક્ષિત પડયા છે છતાં મૌર્યકાળથી ઈ. સ. ૧૦૮૦ સુધીની એકસરખી અંકોડા પૂરતી અનેકવિધ શિલ્પસામગ્રી એકત્રિત થઈ છે પણ બૌદ્ધ કે બ્રાહ્મણુ સ્મારકો જેટલી પ્રસિદ્ધિ પામી નથી. પ્રાચીન તક્ષશિલામાં જે સ્તુપ મળી આવ્યો તેના શિલ્પમાં ખાષ્ટ્રીયન, ઈરાની, એબીલોનિયન અસરોવાળી આકૃતિઓ છે. પરંતુ મથુરાની કંકાલી ટેકરીમાંથી જે અપાર શિલ્પખંડો મળ્યા છે તેમાંથી જૈન સંપ્રદાયની એ નગરીમાં કેવી નહોજલાલી હશે તે સમજાય છે. ઘણા માને છે કે ગુફામંદિરો પરથી મંદિરોનું નિર્માણ થયું છે, પરંતુ મંદિરોનાં ગર્ભગૃહની રચના શ્વેતાં તેનો સંબંધ યજ્ઞવેદી સાથે હોય એમ લાગે છે. આવી વેદિકાઓ રચવાની પ્રથા વૈદિક સંપ્રદાય બહારના પણ સ્વીકારતા હતા. જ્યારથી સ્તૂપની પૂજા બંધ થઈ ગઈ અને પ્રતિમાપૂજન શરૂ થયું ત્યારથી જૈનોએ પણ મંદિરોની રચના પર ધ્યાન આપ્યું હતું. પણ તે કાળે તે બહુ મોટા પ્રમાણમાં બંધાયાં નહિ હોય. મંદિરનાં વાસ્તુશાસ્ત્રમાં વર્ણવેલા શાંતિક, પૌષ્ટિક, નાપદ એવાં નામો છે; નાગર કે દ્રવિડ એવા ભેદો છે પણ સાંપ્રદાયિક નામ નથી. મથુરાનગરી જે સમયે સમૃદ્ધિપૂર્ણ હતી તે વખતે ત્યાં અનેક જૈન ધનાઢ્યો વસતા. તેમના દાનથી થયેલાં મંદિરોની જે શિલ્પસામગ્રી કંકાલી ટેકરીમાંથી મળી આવી છે તેમાં જૈન પ્રતીકોથી ભરપૂર તક્ષણુપ્રચુરતા અને પ્રતિમાઓ મથુરાના મ્યુઝીયમમાં છે તે તે કાલની કલાની ચરમ સીમા રજૂ કરે છે. મથુરાના શક રાજાઓ વિષ્ણુ અને કનિષ્કના સંવત્સરવાળી અનેક જીનમૂર્તિઓ, સ્તુપની વંડીઓના કોતરેલા પથ્થરો, સાંચી અને ભાતના સાથમાં મૂકી શકાય એવાં છે. એક લેખ વિ. સં. ૭૮ના લેખવાળો છે તે દેવિનિમત એટલે તેના નિર્માણના સમયની કોઈ ને ખબર નથી એવો છે. મથુરાનો જૈન સમાજ વેપારથી ધનાઢ્ય હતો; એટલે તેમનાં શિલ્પો ઉપર નોંધ મૂકવાની ઘણી ચીવટ બતાવી છે. અવધકોસલ અને ઉત્તર ભારતના સ્તૂપો ઈ. પૂ. ૫૦ વર્ષ પહેલાંના ઠરે છે. જૈન શિલ્પાવશેષો ઉત્તર ભારતમાં બ્રાહ્મીલિપિનો વિકાસ, વ્યાકરણ, પ્રાકૃત ભાષાઓનો ઉદય તેમ જ રાજકીય અને સામાજિક પરિસ્થિતિ અને ઇતિહાસ અને જૈન ધર્મના પૂજાકાંડ પર પ્રકાશ પાડે છે. એ શિલ્પોનું મૂલ્યાંકન કરવા પ્રત્યક્ષ પરિચય થાય અથવા ઉત્તમ ફોટોગ્રાફો જોવા મળે એવું થવું જોઈ એ. અલંકારો તેમજ વેલોની સુસ્પષ્ટ કોતરણી ભારતીય કલામાં ગ્રીક ઈરાની આસીરિયન તેમ જ બેબીલોનની અસરો કેટલી ઊતરી હતી તેનાં દષ્ટાંતો તેમાં મળે છે. ખાસ કરી પાંખોવાળા સિંહો, દરિયાઈ પ્રાણીઓ તેમ જ વેલબુટીમાં ગ્રીક પ્રકારો ભારતના સંસ્કારવ્યવહારનાં ઉદાહરણો છે, છતાં વસ્તુ સંપૂર્ણ ભારતીય છે. બ્રાહ્મણ, બૌદ્ધ, જૈન સર્વ કોઇ તત્કાલીન દેશવ્યાપી કલાસ્વરૂપોનો પોતાના સંપ્રદાય માટે વિના સંકોચ ઉપયોગ કરતા. બધાનાં પ્રતીકો– રૂઢ પદ્ધતિઓ-એક જ શિલ્પભંડારમાંથી મળી રહેતાં. વૃક્ષ, કઠેડા ચક્રો, શણગારો બધે સરખાં હતાં. જૈન ધર્મના ઈ. પૂ. ના પુરાતન અને આજ સુધીના શિલ્પની પાકી સાક્ષી આપતા ભૂતકાળના મહત્ત્વના અંકોડા ત્યાં મળી રહે છે. જૈન સંપ્રદાયમાં પ્રાચીન વિભાગો “ ગણુ, કુલ, શાખા ” વગેરે પ્રચલિત હતા એ શિલ્પ પરના લેખોથી નક્કી થયું છે. જૈન સાધ્વીઓ સમાજમાં ઊંચો મોભો ધરાવતી હતી એ પણ જાણવા મળે છે. મથુરાનાં શિલ્પોમાં ઈ. પૂ. બસોથી વિ. સં. ૧૦૮૬ સુધીની શિલ્પસૃષ્ટિ જોવા મળે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy