________________
૯૮
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ
અપૂર્વ અલૌકિકતા અને દિવ્ય તેજસ્વિતા હતાં. આ બધાંના પરિણામે તે સરસ્વતીદેવીના સાચા ભક્ત બન્યા; અને એ દેવીને વ્યક્ત કરવા તેમની વાણીએ નૂતન દિવ્યતા ધારણ કરી. તેમના શબ્દેશબ્દે અમીની ધાર વછૂટવા માંડી. તેમનાં વાયેવાયે જ્ઞાનની છોળ ઊછળવા લાગી. આ નવીન શૈલીએ તેમના ભાવિકો પર ધારી અસર નિપજાવી. જે વિષયનું તેઓ પ્રતિપાદન કરતા તેનું પૂરેપૂરું ખ્યાન આપતી વખતે સામી વ્યક્તિના પ્રશ્નોનો એવો સચોટ જવાબ આપતા કે તે વ્યક્તિ હંમેશાં પોતાને સાનુકૂળ બની જતી. વાદવિવાદ વખતે તેઓ કદી પોતાના મનની સ્વસ્થતા કે શાંતિ ન ગુમાવતા. શાસ્ત્રાર્થ કરતી વખતે ધૈર્ય અને ગાંભીર્ય એ એમના મૂળભૂત ગુણો હતા અને આથી જ જૈનશાસનને પ્રતિષ્ઠિત કરવામાં તેમણે અમૂલ્ય સાફલ્ય પ્રાપ્ત કર્યું.
તેઓએ સમાજહિતનાં એવાં પ્રશંસનીય કાર્યો કર્યાં કે જેથી તેઓ ભિન્ન ભિન્ન બિરુદોને પાત્ર બન્યા. પંજાબમાં સાધેલી પ્રગતિએ તેમને ‘પંજાબ-કેસરી ’ બનાવ્યા. અજ્ઞાનરૂપી અંધકારને કેળવણી દ્વારા નષ્ટ કરવામાં સૂર્ય સમાન હોવાથી ‘ અજ્ઞાનતિમિરતરણી ’ કહેવાયા. કળિકાળમાં ભવ્ય જીવોના પ્રેરક અને માર્ગદર્શક હોવાથી ‘ કળિકાળ-કલ્પતરુ ' બન્યા. આધુનિક યુગમાં વીર સમાન હોવાથી ‘યુગવીર ’ તરીકે સંબોધાયા.
સામાજિક પ્રવૃત્તિઓની સાથે સાથે તેઓએ ધાર્મિક પ્રવૃત્તિઓને પણ ઉચિત રીતે મૂર્તિમંત બનાવી. પંજાબ, ગુજરાત, મારવાડ આદિ પ્રદેશોમાં જિનમંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો; કેટલાંક શહેરોમાં અંજનશલાકાઓના મહોત્સવો ઊજવાયા, અનેક સ્થળોએ ગુરુમૂર્તિઓનાં ગુરુમંદિર તથા સમાધિમંદિર ઊભાં કરી પાદુકાઓની સ્થાપના કરી, ધાર્મિક અને અન્ય પ્રકારની કેળવણી અર્થે અનેક સંસ્થાઓ ઊભી કરી, કન્યાશાળાઓ, પૌષધશાળાઓ, ગુરુકુળો, જ્ઞાનમંદિરો, વાચનાલયો વગેરેના વિકાસ અર્થે તેઓએ સમગ્ર જીવનને ખર્ચી નાખ્યું. સાધર્મિક ફંડો અને કેળવણી ફંડોએકત્રિત કરવા માટે તેઓએ અપાર જહેમત ઉઠાવી.
આ બધી પ્રવૃત્તિઓ ઉપરાંત તેમણે ધાર્મિક સાહિત્યની પણ કીમતી સેવા કરી છે. તેમનામાં આંતરિક કવિશક્તિ હતી. ‘પંચતીર્થની પૂજા', ‘પંચપરમેષ્ટીપૂજા’, ‘બ્રહ્મચર્યવ્રત’ વગેરે ૧૯ પૂજાઓની રચના તેમની કવિત્વશક્તિનો નિર્દેશ કરે છે. ‘ભીમજ્ઞાન દ્વાત્રિંશિકા’, ‘જૈન ભાનુ', ‘ગવ્ય દીપિકા’ જેવા ગ્રંથો એમના વિશાળ જ્ઞાનની ઝાંખી કરાવે છે. તેમનાં સ્તવનો, સઝાયો, સ્તુતિઓ તેમના ભક્તિસાહિત્યનું દર્શન કરાવે છે. આ બધા સાહિત્યનો ઊંડો અભ્યાસ કરીએ તો જ એમની અપૂર્વ શક્તિનો ખ્યાલ આવી શકે.
પોતાના જીવનસંદેશને પહોંચાડવા તેઓ ગામેગામ, શહેરેશહેર ર્યાં. અનેક તીર્થોની ભાવપૂર્વક યાત્રા કરી. જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં તેમની વાણીરૂપી સૌરભ મહેકી ઊઠી, તેમના જ્ઞાનરૂપી પ્રકાશથી સર્વે સ્થળ ઝળહળી ઊઠ્યાં. તીર્થાધિરાજ શત્રુંજય, ગિરનાર, આયુ આદિ સ્થળોની યાત્રા અર્થે સંધો યોજ્યા. જ્યાં જ્યાં તેમનું આગમન થયું ત્યાં ત્યાં અપૂર્વ સ્વાગત થયું. તેમણે સત્ય, અહિંસા, દાન અને દયા એવા અનેક વિષયો પર જ્ઞાનયુક્ત પ્રવચનો કર્યાં, જેતી સમાજ પર તેની ઊંડી અસર પડી. અનેક સ્થળોએ હિંસાત્મક કાર્ય બંધ પડ્યાં. જૂના વહેમો અને રૂઢિઓ સામે તેમણે જેહાદ ઉઠાવી. સમાજનું નવનિર્માણુ કરવા સતત ઝંખના કરી. આમ તેમણે સાધુસંસ્થાને દિપાવવા ઉપરાંત સમાજની પણ અલૌકિક પ્રગતિ સાધી. તેઓ જાણતા હતા કે સાધુસંસ્થા આખરે તો સમાજનું જ ફરજંદ છે, સમાજની પ્રતિ થશે તો તેમાંથી જ સાધુરત્નો પાકશે. આમ સમગ્ર સાધુસંસ્થાને સમાજનાં નવિનર્માણુનાં કાર્યો ચીંધી તેમણે નૂતન દૃષ્ટિ અર્પી છે; માટે જ તેમને સાધુસંસ્થાના કીર્તિકળશ કહીએ તો જરા ય અતિશયોક્તિ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org