SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ સમક્ષ મહાપુરુષોનાં જીવન અને કાર્યનો દાખલો રાખીએ તો આપણને જીવન જીવવાની પ્રેરણા મળે, અને આપણે આપણું જીવન ધન્ય બનાવી શકીએ. આમ કરીને જ આપણે આપણા ધ્યેયની દિશામાં આગળ ધપી શકીએ. મહાપુરુષોનાં જીવન તો માત્ર પ્રેરણા આપે પણ આપણે જો જીવનમાં તે ઉતારવા પ્રયત્ન કરીએ અને સદાએ જાગ્રત બનીએ તો આપણે પણ · પુરુષોત્તમ ’ બની શકીએ. આચાર્યશ્રીના જીવનમાંથી આપણને આ પ્રેરક સંદેશ મળે છે. આ રીતે એઓશ્રી ખરેખર એક આદર્શ ગુરુ હતા. ઉપસંહાર આચાર્યશ્રીના જીવન અને વ્યક્તિત્વ પ્રતિ આપણે એક ટૂંકો દષ્ટિપાત કર્યો. શરૂઆતમાં જ કહ્યું તેમ કોઈ મહાન વ્યક્તિને પૂર્ણ રીતે સમજવી મુશ્કેલ છે; તેના અંતરમાં વહી રહેલા ગહન પ્રવાહોને પામવા કઠિન છે; તેમ છતાં આપણે જેટલે અંશે અને જેટલી રીતે તેને સમજી શકીએ એટલું આપણું સદ્ભાગ્ય. મહાન પુરુષો પોતાની જાતને કદી અસાધારણ કે અસામાન્ય ગણાવતા નથી. તેઓ તો પોકારી પોકારીને કહેતા હોય છે કે ' તમે અમને સમજવા પ્રયત્ન કરો, અમારી વાતો આચરણમાં મૂકો અને તમે પણ અમારા જેવી પ્રગતિ સાધી શકશો.’ "Lives of great men all remind us We can make our lives sublime !" આચાર્યશ્રીનું વ્યક્તિત્વ વિવિધ પ્રકારનું હતું. પોતાની આગવી પ્રતિભા અને શક્તિ વડે તેમણે પોતાનો તેમ જ સમષ્ટિનો વિકાસ સાધવા જીવનભર સતત પ્રયત્ન કર્યો. જ્યાં અન્યાય જોયો ત્યાં ન્યાયની સ્થાપના માટે મથ્યા; જ્યાં અનિચ્છનીય માન્યતાઓ, રૂઢિઓ અને વહેમો નિહાળ્યાં ત્યાં સત્યનું મંડાણુ કર્યું. નિરક્ષર સમાજને શિક્ષિત બનાવવા વિદ્યામંદિરો સ્થાપ્યાં, અજ્ઞાનને દૂર કરવા જ્ઞાન અને બુદ્ધિયુક્ત પ્રવચનો કર્યાં, સમાજની પરિસ્થિતિને પૂર્ણ રીતે સમજવા શહેરેશહેર અને ગામોગામ ભમ્યા. જીવનની અનેક લીલીસૂકી અનુભવી અને પરિણામે તેમની દૃષ્ટિ અતિ વિશાળ બની, તેમની દૃષ્ટિમાં દિવ્ય તેજ આવ્યું અને અંગેઅંગ નૂતન સૌરભથી મહેકી રહ્યું. તેમનાં આ તેજ અને સૌરભને આપણે ઝીલી શકીએ તો તેમને યોગ્ય તેમ જ સાચી અંજલિ અર્પી ગણાશે અને તેમની દૃષ્ટિને પામી શકીરાં અને તો જ આપણે સાચી ભક્તિ વ્યક્ત કરી લેખાશે. આચાર્ય શ્રીવિજયવલ્લભસૂરિજીનું જીવન-કવન રજૂ કરતાં જાણતાં-અજાણતાં આચાર્યશ્રીનું મંતવ્ય ખોટી રીતે રજૂ થઈ ગયું હોય અથવા ક્યાંય ઉત્સૂત્રની પ્રરૂપણા થઈ ગઈ હોય તો તે અંગે मिच्छामि दुक्कडं ! અને પ્રાંતે— ગુરુ—આત્માપાલક, ગુરુની અંતિમ ભાવનાને મૂર્ત સ્વરૂપ આપનાર, ગુરુના પુનિત પગલે ચાલનાર આચાર્યશ્રીએ સ્વર્ગીય ગુરુની અંતિમ ભાવના પૂર્ણ કરી. ધન્ય છે આવા ધર્મ અને સમાજનો સમોત્કર્ષ ઇચ્છનાર વીરવ્રતધારીને ! Jain Education International ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ! શિવમસ્તુ સર્વનાતઃ ! ! For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy