SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ યુગદર્શ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી ૭૫ બોલવા લાગ્યા. પાસે સૂતેલા મુનિશ્રી જિનભદ્રવિજયજી જાગી ઊઠ્યા અને આચાર્યશ્રીને કહ્યું, “સાહેબ, પ્રતિક્રમણને વાર છે. બે વાગ્યા છે.” આચાર્યશ્રી વિશેષ અસ્વસ્થ જણાયા. બધા મુનિમહારાજે ગુરુદેવના ચરણમાં આવ્યા. નવકારમંત્રો ઉપરાઉપરી સંભળાવવા માંડ્યા અને રાત્રે ૨-૨ મિનિટે જૈન ધર્મ અને સમાજને પ્રગતિશીલ બનાવવા માટેની જયોત પ્રગટાવનાર પૂ. શ્રીવિજયાનંદસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પૂ. આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીનો જીવનદીપક બુઝાઈ ગયો. આચાર્યશ્રીના કાળધર્મના સમાચાર ભારતના ખૂણે ખૂણે પ્રસરી ગયા. લાખોનો લાડીલો પંજાબ કેસરી લાખોનાં હૈયામાં કપાત મચાવી સ્વર્ગે સંચય. આંખો આંસુ વહાવી રહી. હેયેહૈયું આક્રંદ કરી કહ્યું. મુંબઈની ધરતી ઉપર તો જાણે ગમગીનીનાં વાદળ એકાએક ઊતરી આવ્યાં. જૂના, નવા તથા જાણીતા સર્વ સામયિકોએ તંત્રીલેખો દ્વારા તેમ જ બીજી રીતે આચાર્યશ્રીને અનુપમ અંજલિ આપી. તાર અને ટપાલના થોકડેથોકડા શ્રી મહાવીર જૈન વિદ્યાલય, શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ વગેરે સંસ્થાઓ ઉપર આવવા લાગ્યા. કોઈ એ એઓશ્રીને પંજાબના રચયિતા તરીકે ઓળખાવ્યા. વ્યક્તિએ અને સમષ્ટિએ અંજલિ આપી. અરે, પ્રકૃતિ પણ ભૂલી નહીં. ગગનના પ્રભાકરે એઓશ્રીના ભવ્ય આત્માને આવકારવા દેવવિમાન જેવું તેજનું કુંડાળું રચી પોતાના પ્રાંગણને વિભૂષિત કર્યું. કોઈએ આચાર્યશ્રીને આર્યસંસ્કૃતિના ઉત્કર્ષમાં પોતાનો ફાળો આપનાર તરીકે પણ ગણાવ્યા. કોઈએ લખ્યું, “આવા આર્ષદૃષ્ટાઓ દરેક ધર્મમાં યુગે યુગે પાકો, જેથી આત્મમુક્તિ અને સાચી માનવતા માટેના ખુદાઈ માર્ગમાં પ્રકાશ પાથરતી જયોત વધુ વિકસિત બને.” સાથે આચાર્યશ્રીના અધરા રહેલાં કાર્યોને યાદ કરી તે પૂરાં કરવાની ફરજ આપણી છે એવું કહ્યું “વલ્લભવિદ્યાલય રચો ”ની માગણી થઈ કોઈએ એમને મહાન કેળવણીકાર " ગણાવી જૈન યુનિવર્સિટીની તેમની અતૃપ્ત ઈચ્છા પૂરી કરવાની હિમાયત કરી. સર પરસોતમદાસ ઠાકોરદાસને અધ્યક્ષસ્થાને લગભગ ૧૬૦ સંસ્થાઓના ઉપક્રમે મુંબઈમાં આઝાદ મેદાનમાં આચાર્યશ્રીને ભવ્ય અંજલિ અપાઈ વિખ્યાત વક્તાઓએ એમનાં જીવનકાય ઉપર પ્રશંસાને પુષ્પ ચઢાવ્યાં. સર્વાનુમતે ઠરાવ પસાર થયોઃ “જૈન સમાજના જ્યોતિર્ધર, સચ્ચારિત્રચૂડામણી, પંજાબ કેસરી આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીના બુધવાર તા. ૨૨-૯-૧૯૫૪ના રોજ થયેલા સ્વર્ગારોહણથી ભારતને એક મહાન વિભૂતિની ખોટ પડી છે તેઓશ્રીનો ઉપદેશ સમગ્ર સમાજ તથા રાષ્ટ્રને માર્ગદર્શક બની રહે છે. કેળવણીના ક્ષેત્રમાં તેઓશ્રીએ અનેક સંસ્થાઓ દ્વારા અદ્વિતીય કાર્ય કરી પ્રેરણા આપી છે. આપણે તેઓશ્રીના ઉપદેશના અનુગામી બનીએ એવી શાસનદેવ પ્રત્યે આ સભા પ્રાર્થના કરે છે.” આચાર્યશ્રીના જીવનની મનની છેલ્લી પ્રક્રિયા શું હશે એ તો જ્ઞાની જ કહી શકે. માનવબુદ્ધિનો એ વિષય નથી. વડોદરાનો છગન નામનો નાનો બાળક પૂ. આત્મારામજી મહારાજના પ્રભાવ નીચે આવી દીક્ષા લે છે. ઠેરઠેર વિહાર કરી પંજાબ પહોંચી પૂ. આત્મારામજી મહારાજનું સ્વપ્ન સિદ્ધ કરવા પ્રયત્નો કરે છે. જીવનની પ્રત્યેક પળ જૈન શાસનના અભ્યદય માટે વાપરવા ઈચ્છે છે, લાહોરમાં આચાર્ય પદવી સ્વીકારે છે, અનેક માનવોને પ્રેરણા આપે છે, એકતા માટે અનેક પ્રચાર કરે છે, મારવાડમાં નવજાગૃતિનું પૂર આણે છે, સાધુસમુદાયમાં પણ એકતા માટે પ્રયાસ કરે છે, ફરી પાછા પંજાબ જાય છે અને ત્યાં પણ ધર્મનો અને ધર્મસાહિત્યનો પ્રચાર કરે છે, કોમી રમખાણો જુએ છે, અનેક સ્થળોએ વિહાર કરતા કરતા શત્રુંજયની યાત્રા કરી મુંબઈ પધારે છે. આવી અનેક પ્રવૃત્તિઓ કરી પ્રેરણા આપે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો ખ્યાલ રાખી સમાજમાં નવચેતન આણનાર, કેળવણીનો પ્રચાર કરનાર, સમય-જ્ઞ આચાર્યશ્રીનો દેહ કાળના ધર્મને વશ થાય છે. કાળ કાળનું કામ કરે છે. માનવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy