SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ વધારવા તેમ જ સ્વધર્મ બંધુઓના ઉત્કર્ષ કાજે એક સમિતિ રચાઈ. આષાઢ મહિનામાં પૈસા ફડની યોજનાની જાહેરાત કરી. આચાર્યશ્રીની પ્રેરણાથી શ્રી મહાવીર જૈન વિદ્યાલયને સારી આર્થિક મદદ મળી. શ્રી કપુરચંદ નેમચંદ મહેતા, શ્રી ઝવેરચંદ નેમચંદ મહેતા અને શ્રી કેવળચંદ નેમચંદ મહેતા તથા તેમના કુટુંબીજનોને તથા અન્ય દાતાઓને અભિનંદન આપવાનો સમારંભ તા. ૧૪-૧૦-૧૯૫૩ના રોજ શ્રી મહાવીર જૈન વિદ્યાલયે યોયો અને બીજે દિવસે આચાર્યશ્રી સંસ્થામાં બિરાજમાન હોઈ શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ વંદનાર્થે આવ્યા સં. ૨૦૧૦ કાર્તિક સુદિ બીજે આચાર્યશ્રીની ૮૪મી જન્મજયંતી પ્રસંગે ડૉ. જીવરાજ મહેતા, શ્રી નાથાલાલ પરીખ વગેરેએ સુંદર પ્રવચનો કર્યા. ચોપાટી ઉપરની તોતેર સંસ્થાઓના ઉપક્રમે શ્રી એસ. કે. પાટીલના અધ્યક્ષપદે જાહેરસભામાં આચાર્યશ્રીની પ્રશસ્તિ થઈ આચાર્યશ્રીએ કહ્યું, “હું જૈન નથી. બૌદ્ધ નથી, વૈષ્ણવ નથી, શૈવ નથી, હિંદુ નથી, મુસ્લિમ નથી; હું તો પરમાત્માને શોધવા માટેના પંથ પર આગેકૂચ કરવા માગતો એક માનવી છું. આજે સૌને શાંતિ ખપે છે પણ શાંતિ માટે સૌ પ્રથમ આપણા જ મનમાં શોધ થવી જોઈએ.” ઘાટકોપર જતાં આચાર્યશ્રીની અણિલાગ્રંથીની વ્યાધિ ઉગ્ર સ્વરૂપ લેતાં ચિકિત્સા અને સારવાર માટે તા. ૨૧મી ડિસેંબર ૧૯૫૩ના રોજ શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં પધાર્યા. સંસ્થામાં અને બીજા અનેક સ્થળોએ આચાર્યશ્રીની દર્દશાંતિ માટે અંતરાયકર્મની પૂજા અને સમૂહપ્રાર્થનાઓ થઈ. સંસ્થાના કાર્યવાહકોએ અથાક મહેનત શરૂ કરી. નિષ્ણાતો દ્વારા ઉપચાર શરૂ કર્યા ને સ્વાથ્યમાં સહેજ સુધારા થયો. ડૉ. જે. કે. મહેતા, એમ. ડી., એમ. આર. સી. પી. (લંડન), ડો. શાંતિલાલ એન. શાહ, એમ. ડી. અને ડૉ. મોહનલાલ હેમચંદ શાહ, એમ. બી., બી. એસ., ડી. ટી. એમ. (ડબ્લીન), તેમ જ આચાર્યશ્રીની પ્રકૃતિ અને શારીરિક સ્થિતિથી વર્ષોથી પરિચિત વૈદરાજ શ્રી વાડીલાલ મગનલાલ વૈદ્ય શશ્રષામાં હાજર હતા. મુંબઈના સિદ્ધહસ્ત નિષ્ણાત દાક્તરોને રૂબરૂ બોલાવી તેઓની સલાહસૂચના અનુસાર ઉપચાર શરૂ થયા. તા. ૧૦–૧–૧૯૫૪ના રોજ આચાર્યશ્રીની તબિયત તથા સારવાર અંગે વિચારણા કરવા જૈન સમાજના આગેવાન કાર્યકર્તાઓની સભા મળી. જે વખતે બે સમિતિ નીમવામાં આવી. ઉપચાર સમિતિ ઉપર શ્રી ભોગીલાલ લેહેરચંદ ઝવેરી, શ્રી સાકરચંદ મોતીલાલ મૂળજી, શ્રી કાંતિલાલ ઈશ્વરલાલ, શ્રી ઉદયભાણ પ્રેમચંદ, શ્રી હજારીમલ ચંદ્રભાણ, શ્રી રતનચંદ ચુનીલાલ દાલીઆ, શ્રી ફુલચંદ શામજી, શ્રી શાંતિલાલ મગનલાલ શાહ, શ્રી કપુરચંદ માણેકચંદ, શ્રી રતનચંદજી સુંદરમલજી અને મંત્રી તરીકે શ્રી ચંદુલાલ સારાભાઈ મોદી અને શ્રી ચંદુલાલ વર્ધમાન શાહની નિમણૂક કરવામાં આવી. તબીબી સલાહકાર મંડળ ઉપર ડો. જે. કે. મહેતા, એમ. ડી., એમ. આર. સી. પી. (લંડન), - મુકુન્દ કે. પરીખ, એફ. આર. સી. એસ. (ઇંગ્લેંડ), ડૉ. કીતિલાલ મલકચંદ ભણશાળી, એમ. ડી. એમ. આર. સી. પી. (લંડન), ડૉ. હીરાલાલ કે. ડૉકટર, એફ. આર. સી. એસ. (ઇંગ્લેંડ), ડૉ. શાંતિલાલ એન. શાહ, એમ. ડી., ડૉ. મોહનલાલ હેમચંદ શાહ, એમ. બી. બી. એસ., ડી. ટી. એમ. (ડબ્લીન) અને વૈદરાજ શ્રી. વાડીલાલ મગનલાલની નિમણૂક કરી. - દાક્તરી નિષ્ણાતોની સલાહ ધ્યાનમાં લઈ સારવારમાં પ્રસંગોપાત્ત ફેરફાર કરવામાં આવતા હતા. દિવસમાં ત્રણચાર વખત ડૉકટરોએ આચાર્યશ્રીની શારીરિક તપાસ અને ઉપચાર કરવાનું ચાલુ રાખ્યું. - જૈન સમાજના આગેવાનોની નીમેલ ઉપચાર સમિતિ તા. ૧૩–૧–૧૯૫૪ના રોજ મળી અને હોમિયોપથી સારવાર થોડા દિવસ માટે શરૂ કરવાનું નક્કી થયું. હોમિયોપથી અને એલોપથીના નિષ્ણાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy