SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ યુગદષ્ટા આચાર્ય શ્રીવિજ્યવલ્લભસૂરીશ્વરજી શ્રી ગણપતિશંકર દેસાઈએ કહ્યું: “એક વલ્લભ રાજક્ષેત્રે જમ્યો, આ વલ્લભ ધર્મક્ષેત્રે જમ્યો.” ઉત્સવ ચાલુ હતો એ દરમિયાન ભાયખલાના મંડપમાં આગ લાગી પણ કોઈને નુકસાન થયું નહિ. શુદિ ત્રીજના દિવસે ભાયખલાના મંડપમાં પરમાર ક્ષત્રિયોને વાસક્ષેપ નાખી શ્રાવક બનાવ્યા. ગુરુભક્ત શ્રી ઘનશ્યામજીના ભજનોએ પણ મુંબઈને ઘેલું લગાડયું. કાર્તિક શુદિ ચૌદશના દિને થાણા ખાતે ઉપધાન કરાવવાની આચાર્યશ્રીને વિનતિ કરવામાં આવી. આ દિને ઉપદેશ આપતાં આચાર્યશ્રીએ પ્રતિજ્ઞા કરી: “મારા વિહાર સુધી કોન્ફરન્સ શરૂ કરેલા ઉત્કર્ષ ફંડમાં પાંચ લાખ રૂપિયા નહિ થાય તો દૂધનો ત્યાગ કરીશ.” આ પ્રતિજ્ઞાથી વાતાવરણમાં નવી ચમક આવી. કાર્તિક શુદિ પૂનમે કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચન્દ્રાચાર્યની જયંતી વિશે પ્રેરક પ્રવચન કર્યું. કાર્તિક વદિ છઠ્ઠ, સાતમ, તથા બીજી સાતમે શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં ઐતિહાસિક સંમેલન મળ્યું. આ પ્રસંગ માટે આચાર્યશ્રી અને મુનિમંડળ તા. ૬-૧૧-૧૯૫૨ના રોજ વિદ્યાલયના મકાનમાં પધાર્યા. સંસ્થાના કાર્યવાહકો અને વિદ્યાર્થીઓએ તેઓશ્રીનું ભાવભીનું સ્વાગત કર્યું. તા. ૭મી શુક્રવારે સવારે સંમેલનનો આરંભ આચાર્યશ્રીના પ્રેરક મંગળ પ્રવચનથી શરૂ થયો. તેઓશ્રીએ જણાવ્યું: “કોઈ પુણ્યનાં ઉદયના લીધે હું આજે શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં વર્તમાન અને પૂર્વ વિદ્યાર્થીઓને, કાર્યકર્તાઓને અને શ્રોતાગણને મળી શક્યો છું.” વિદ્યાર્થીઓને સંબોધીને તેઓશ્રીએ કહ્યું : “અભ્યાસનો ઉદ્દેશ શું છે? વિચાર-વિનિમય, ચર્ચા આદિથી જ્ઞાનને કરવું અને પુષ્ટ કરવું... માત્ર પુસ્તકો ગોખી જવાથી કાંઈ વળતું નથી, પરંતુ યોગ્ય અભ્યાસ અને તેનો જીવનમાં ઉપયોગ થાય તે જ ઇષ્ટ છે. અભ્યાસનો ખરો ઉદ્દેશ આપણને પશુ અવસ્થામાંથી માનવ અવસ્થામાં લાવવાનો અને છેલ્લે ખરો માનવ બનાવવાનો છે... આજની કેળવણી માણસના દિલને બગાડે છે. તેને દૂર કરવા ધાર્મિક અભ્યાસ આવશ્યક છે. તે માટે આવાં વિદ્યાલય અને પાઠશાળા સ્થાપવામાં આવે છે.” બપોરે ભરાયેલા વિદ્યાર્થી સંમેલનમાં વિદ્યાલયની સ્થાપનાનો આદર્શ રજૂ કરતાં તેમણે કહ્યું : કેળવણી પ્રાપ્ત કરવાની સાથે જ તમારે વિનયી થવું જોઈએ. વિદ્યાર્થી અવસ્થા એક પ્રકારની દીક્ષા છે; તેથી તમારે વિદ્યાપ્રાપ્તિના કાર્યમાં તલ્લીન બની જવું જોઈએ.” “ વિદ્યાલય એ જૈન સમાજની શાન છે, પ્રગતિની પારાશીશી છે, શ્રમની સિદ્ધિ છે અને આદર્શની ઈમારત છે. પ્રભુ પ્રત્યે પ્રાર્થના છે કે આ સમારંભ સફળ હો, અને સંસ્થા સદા સર્વદા પ્રગતિમાન અને વિકાસશીલ હો તથા દેશ અને સમાજની સેવામાં સહાયભૂત હો !” આવા બીજા અનેક સંદેશાઓ સભ્યો, કેળવણીકારો અને શુભેચ્છકો તરફથી મળ્યા હતા. - બીજે દિવસે આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીત ચારિત્રપૂજા રાગરાગણી સાથે ભણવામાં આવી હતી. રાત્રે સંગીતનો રસપ્રદ કાર્યક્રમ જાણીતા સંગીતકાર શ્રી શાંતિલાલ બી. શાહે રજૂ થયો હતો. ત્રીજે દિવસે આચાર્યશ્રીએ પોતાના મંગલ પ્રવચનથી સંમેલનની શરૂઆત કરી. અનેક ઐતિહાસિક દાખલાઓ ટાંકી તેઓશ્રીએ ધર્મના સિદ્ધાંતોને સમજણપૂર્વક અનુસરવા જણાવ્યું. ધાર્મિક ક્રિયાઓ તેની અંદર રહેલી મૂળભૂત ભાવનાઓ સમજીને કરવા ખાસ અનુરોધ કર્યો. દરેક જીવો ઉપર પ્રેમ-દયા રાખી દુર્ગતિમાં લઈ જનાર કષાયો ઉપર જીત મેળવવાની એઓશ્રીએ ઘોષણા કરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy