SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ સંમેલનને ધર્મમાં અવરોધ કરતી રાજસત્તાનો અને મુંબઈ પબ્લિક ટ્રસ્ટ ઍકટનો વિરોધ કરતા ઠરાવો પસાર કર્યા. વહીસ્ટો વ્યવસ્થિત કરવા માટે સામાન્ય યોજનાની રૂપરેખા તૈયાર કરી. આ સંમેલનમાં એકતાની સામાન્ય ભૂમિકા રચાઈ પણ દુર્ભાગ્યે કશું સંગીન કામ ન થઈ શક્યું. - સં. ૨૦૦૮ના કાર્તિક શુદિ બીજે આચાર્યશ્રીની ૮૨મી જન્મજયંતી ઊજવાઈ. સ્વમુનિશ્રી ચારિત્રવિજયજી મહારાજની જન્મ જયંતી આચાર્યશ્રીની અધ્યક્ષતા નીચે ઊજવાઈ ત્યાંથી આચાર્યશ્રીએ ભાવનગર આવી શ્રી આત્મ-કાન્તિ જ્ઞાનમંદિરની ઉદ્દઘાટન વિધિ કરી. આચાર્યશ્રીએ “જ્ઞાનયાભ્યાં મોક્ષ:”ની વ્યાખ્યા કરી જ્ઞાનનો મહિમા સમજાવ્યો. ટાઉનહોલમાં આચાર્યશ્રીએ “સેવાનો માર્ગ” એ વિષય ઉપર જાહેર પ્રવચન કર્યું. ભાવનગરથી વિવિધ સ્થળોએ વિહાર કરતા કરતા આચાર્યશ્રી છાણું થઈ વડોદરા પધાર્યા. અહીં આચાર્યશ્રીએ “મનુષ્યજન્મની દુર્લભતા ' પર પ્રવચન કર્યું. સોળ વર્ષના ગાળા બાદ આચાર્યશ્રીએ પોતાની જન્મભૂમિમાં પ્રવેશ કર્યો અને પ્રતિષ્ઠા તથા અંજનશલાકા મહોત્સવમાં ભાગ લીધો. ફાગણ શુદિ દશમના રોજ આચાર્યશ્રીએ ૫૦ શ્રી સમુદ્રવિજયજી અને ૫૦ શ્રી પૂર્ણાનંદવિજ્યજીને ઉપાધ્યાયની પદવીથી વિભૂષિત કર્યા અને આચાર્ય શ્રીવિજયઉમંગસૂરિજીને પંજાબ તરફ જવાનો આદેશ દીધો. વડોદરાના શ્રીસંઘે આચાર્યશ્રીને “શાસન-સમ્રાટ”ની પદવી આપવાની ઈચ્છા વ્યક્ત કરી, પરંતુ આચાર્યશ્રીએ એ પદવીનો અસ્વીકાર કર્યો. શ્રી આદિનાથ પ્રભુની પ્રતિષ્ઠાવિધિ કરાવી ફાગણ વદિ ચોથના રોજ વિહાર કર્યો. વિચરતા વિચરતા આચાર્યશ્રી ડભોઈમાં થોડા દિવસ સ્થિરતા કરી જગડિયા પધાર્યા જ્યાં પૂ. આત્મારામજી મહારાજની જયંતી ઊજવી તથા શ્રી આત્માનંદ જૈન ગુરુકુળ સ્થાપવાનો નિર્ણય કર્યો. અહીંથી વિહાર કરતા કરતા આચાર્યશ્રી ચિત્ર શુદિ દશમના રોજ સૂરત પધાર્યા. ચૈત્ર શુદિ તેરસના દિને મહાવીર જયંતીની ઉજવણી થઈ ત્યારબાદ મુંબઈ પધાર્યા અને શદિ ચોથના દિને આચાર્યશ્રીએ ભાયખલામાં આચાર્યશ્રી વિજયપ્રેમસૂરિજી સાથે વિચારવિનિમય કર્યો. મુંબઈમાં જેઠ શુદિ પાંચમના દિને પૂ. આત્મારામજી મહારાજની જયંતી ઊજવી. જેઠ વદિ પાંચમે આચાર્યશ્રી ભાયખલા પધાર્યા અને ત્યાં શ્રી જૈન કોન્ફરન્સના અધિવેશનમાં ત્રણ દિવસ હાજરી આપી. શ્રાવક-શ્રાવિકાના ઉત્કર્ષ માટે પ્રેરક પ્રવચન કર્યું. આચાર્યશ્રીની પ્રેરણાથી ઉત્કર્ષ ફંડમાં રૂ. ૧,૬૫,૦૦૦ નો ફાળો થયો. અધ્યાત્મપ્રેમી આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીની જયંતી ઊજવી. ચાતુર્માસના પ્રેરક પ્રવચનોને પરિણામે સાધર્મ સેવા-સંઘની સ્થાપના થઈ. - આચાર્યશ્રીની મુંબઈમાં અનેકવિધ પ્રવૃત્તિઓ હતી. સં. ૨૦૦૮ના શ્રાવણ વદિ બારસે મુંબઈ પબ્લિક ટ્રસ્ટ ઍટના વિરોધની સભામાં હાજરી આપી. પર્યુષણપર્વની સારી ઊજવણી કરાવી. ભાદરવા શુદિ અગીઆરસના દિને આચાર્યશ્રી હીરવિજયસૂરિજીની, અને ચૌદશના દિને શ્રી જૈન સ્વયંસેવક મંડળના ઉપક્રમે શ્રી વિજયધર્મસૂરિજીની સ્વર્ગારોહણ જયંતી ઊજવી. ભાદરવા વદિ બીજના દિને શ્રી જિનદત્તસૂરિની જયંતી ઊજવી. ભાદરવા વદિ અગિયારસના દિને ચોપાટી પરની જાહેર સભામાં “અહિંસા જુનો ધર્મ ” પર આચાર્યશ્રીએ આદર્શ પ્રવચન આપ્યું. આસો શદિ ત્રીજના દિવસે ડૉ. ડગને આચાર્યશ્રીની આંખે સફળ ઓપરેશન કર્યું. સં. ૨૦૦૯ ના કાર્તિક શુદિ એકમના દિને ગોડીજીના ઉપાશ્રયેથી આચાર્યશ્રીના ૮૩માં વર્ષના પ્રસંગે ભવ્ય વરઘોડો નીકળ્યો. બીજના દિવસે ભાયખલાની સભામાં આચાર્યશ્રીને અંજલિ આપતાં પ્રવચનમાં મુંબઈના મેયર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy