SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસમ્રાર્ મૂર્તિ પૂજા એ જ સત્ય ને શાસ્ત્રવિહિત છે, એ સમજીને હજારા સ્થાનકમાના અનુયાયીઓ શુદ્ધ જૈન અની રહ્યા હતા. પંજાખમાં ઠેર ઠેર ભવ્ય જિનાલયેા થઈ ગયા હતા, તેને થઇ રહ્યા હતા. આ બધાંના પરિણામે સ્થાનકવાસીઓના એકધારા શાસનને સામ્રાજ્યને જબરદસ્ત ફટકો પડ્યો, ને તેના પાયા હાલકડોલક-અસ્થિર મનવા લાગ્યા. આ શતાબ્દીની પહેલી પચ્ચીશી સુધીમાં સવેગી મુનિએની સંખ્યા માંડ ૨૫થી ૩૦ ની જ હતી. સાધુએમાં સંસ્કૃત-પ્રાકૃતાદિ વિષયના અભ્યાસ પણ બહુ અલ્પ બની ગયેલા. અને તેથી જ “પર્યુષણામાં કલ્પસૂત્ર-સુમેાધિકા વાંચનાર સાધુમહારાજ અોડ વિદ્વાન્” એવી માન્યતા લેાક-માનસમાં ઘર કરી ગયેલી. પણ આ વાત હવે તા ફક્ત ભૂતકાળના એક સંભારણા રૂપ મની ગઈ હતી. કારણકે-પ. પૂ. શ્રી મૂળચંદજી મહારાજમાં મળેલા “સાચી સાધુતા, અોડ વિદ્વત્તા, ને નિર્ભેળ સાત્ત્વિકતા” એ ત્રણેયના પવિત્ર ત્રિવેણી સંગમથી આકર્ષાયેલા અનેક મુમુક્ષુ આત્માએ હવે સંવેગી દીક્ષા ગ્રહણ કરી રહ્યા હતા. દિનપ્રતિદિન સંવેગી સાધુઓની સંખ્યા વધતી જતી હતી. અને એ સાધુએને પદ્ધતિપૂર્વક ન્યાય-વ્યાકરણ-આગમ વિગેરે વિવિધ સંસ્કૃત-પ્રાકૃત વિષયાનુ અધ્યયન કરાવવાની આદર્શ પરિપાટી પૂ. મૂળચંદજી મહારાજે શરૂ કરી દીધી હતી. એના ફલસ્વરૂપે ન્યાયના તથા વ્યાકરણના પ્રખર અભ્યાસી પૂજ્ય મુનિવર શ્રી જ્ઞાનવિજ્યજી મહારાજ જેવા અનેક મુનિએ વિવિધ વિષયામાં તૈયાર થઈ રહ્યા હતા. અને ખરૂ કહેા તા-પ. પૂ. ન્યાયવિશારદ ન્યાયાચાય મહેાપાધ્યાય શ્રી યશેાવિજયજી મહારાજના સમય પછી ધીમે ધીમે શિથિલ બનેલી અધ્યયન-પદ્ધતિના આ પુનર્જન્મ કાળ હતેા. પરમ શાસનપ્રભાવક પ. પૂ. આચાર્ય મહારાજશ્રી વિજયાનન્તસૂરીશ્વરજી મહારાજે (શ્રીઆત્મારામજી મ.) ત્યારે પંજાબમાં સ્થાનકમાગી સાધુના ચિહ્નસમા મુહપત્તિને દોર તેાડી નાખ્યું હતેા. પરમ ગુરૂદેવશ્રી ખુટેરાયજી મહારાજના સત્ય પ્રકાશક ઉપદેશથી સત્યતત્ત્વ સમજીને તે પેાતાના શિષ્યગણુ સાથે સંવેગીપણું-સાચું શ્રમણુપણુ મેળવવા માટે ગુજરાતમાં આવવાની પૂર્વ તૈયારી કરી રહ્યા હતા. શેઠ હુડીસિંહ કેસરીસિંહના ભવ્ય દેરાસરની પ્રતિષ્ઠાનુ, ને શેઠાણી હરકુવરે કાઢેલ શ્રી સમ્મેતશિખરજીના સંઘનુ આબેહૂબ વર્ણન કરતાં પૂ. ૫. શ્રી વીરવિજયજી મહારાજ રચિત ઢાળીયાં હજી લેાકજીભે રમતા હતા, લાકકઠે ગવાતા હતા. નગરશેઠ પ્રેમાભાઈની અનન્ય ગુરુભક્તિ અને દાનેશ્વરીપણાની વાર્તાને લેાકાના કાન આત્મ-પ્રશંસાની જેમ હાંશે ાંશે સાંભળતા હતા. નગરશેઠ પ્રેમાભાઇએ ભારતના જૈન તીથેની વ્યવસ્થા કાજે સ્થાપેલી શેડ આણંદ્રજી કલ્યાણજીની પેઢીની ઉંમર અત્યારે બે વર્ષની થવા આવી હતી. પૂ. શ્રી મૂળચંદજી મહારાજ જેવા શાસનનાયક મહાપુરૂષને પિતા સમા વત્સલભાવથી મૂળા' કહીને ખેલાવનાર વૃદ્ધ લહીયા લવજી જેવા નિખાલસ-ભદ્રિક ને સરલ આત્માઓને આ જમાના હતા. આવા–ધાર્મિક ને આધ્યાત્મિક પ્રગતિના ઉષ:કાળે દેદીપ્યમાન ને નયનમૈાહક ખાલ–વિ શા આપણા ચરિત્રનાયકના જન્મ થયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy