SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ શાસન ચોકકસ પધરાવવાની છે. આ બધી વાતે સૂચનાઓ તેમણે “તહતિ’ કહેવાપૂવક સ્વીકારી.' ચૌદશે સવારથી કાંઈક સ્વસ્થતા જણાતી હતી. તાવ તદ્દન ઉતરી ગયો હતે. ટેમ્પરેચર ૯૫થી વધીને ૯૭ સુધી થયું હતું. બેચેની પણ ઓછી જણાતી હતી. પણ પરસે ઘણે થતા હતું. કોઈએ શાતા પૂછી, તે તેના જવાબમાં પૂજ્યશ્રીએ કહ્યું : “મને ઠીક નથી. આ વખતની દીવાળી સારી નહિ જાય.” આ સાંભળી સૌ ગમગીન બની ગયાં. તે દિવસે મોટાં ડોકટર જયંતિભાઈ ઝવેરી તબિયત તપાસવા આવ્યાં. તેમણે ખોરાકમાં કેવળ મોસંબીને રસ વાપરવા સૂચન કર્યું. જે કે–પૂજ્યશ્રી છેલ્લાં કેટલાંક દિવસથી દવા અને પ્રવાહી સિવાય બીજે ખેરાક નહોતાં લેતાં. પણ ડોકટરે શક્તિ માટે આ સૂચન કરેલું. એ વખતે પૂજ્યશ્રીએ મંદ સ્વરે કહ્યું : મારાં જીવનમાં કઈ વખતે સંતરૂં કે મોસંબીના રસને મેં ઉપગ નથી કર્યો. તે અત્યારે મને તે વસ્તુ શા માટે વપરાવે છે ?” અસ્વસ્થ અવસ્થામાં પણ આત્મજાગૃતિની અપૂર્વતા આ શબ્દોમાં પ્રત્યક્ષ જણાય છે. ડોકટર સમજુ હતા. પૂજ્યશ્રીની અનુપમ સંયમ-સાધનામાં સહેજ પણ ઢીલાશ આવે, એવું કરવું અગ્ય લાગતાં તેમણે કહ્યું કે ઃ જે એમ હય, તે મોસંબીને રસ આપણે નથી વાપર. આ પછી તરત પૂજ્યશ્રીએ શ્રીનંદનસૂરિજી મ, ને કહ્યું કે: “ડોકટર કેવાં ભલાં છે ? મારી ઈચ્છા વિરુદ્ધ કશે આગ્રહ નથી કરતાં” સાંજે ૯ ટેમ્પરેચર આવ્યું. વધતી જતી નબળાઈના સમાચાર અમદાવાદ વ.ના આગેવાન ગૃહસ્થને તારટપાલ દ્વારા આપવામાં આવેલા. તેથી કુલચંદભાઈ તથા ભાવનગર–સંઘના શ્રી ખાંતિભાઈ વ. ત્રીસેક ગૃહસ્થ ખાસ ટ્રોલી દ્વારા આજે આવી પહોચ્યાં હતાં. રાત્રે પખી પ્રતિક્રમણ પૂરી નિરાંતથી અને ઉપગપૂર્વક સરસ રીતે કર્યું. પછી તેઓશ્રી બોલ્યાં કે : “આજ પ્રતિક્રમણ અચ્છી તરેહસે થયું છે. ત્યારબાદ શ્રીખાંતિલાલ અમરચંદ વેરા, ઇશ્વરદાસ મૂળચંદ, સારાભાઈ જેશીંગભાઈ વગેરે સાથે વાતચીત પણ કરી. બીજે દિવસે દીવાળી હેવાથી, અને પૂજ્યશ્રીની તબિયત રજની અપેક્ષાએ સારી જણાવાથી ૧ સં. ૨૦૦૬માં ફાગણ મહિને મહુવામાં તૈયાર થયેલ શ્રી નેમિપાર્ધ વિહાર તથા શ્રી ઋષભશાન્તિ વિહારનો અંજનશલાકા – પ્રતિષ્ઠા મહોત્સવ પૂજ્યશ્રીના શિષ્યરત્નોના વિશાળ સમુદાયના સાંનિધ્યમાં ઉજવાયો. તેમાં શ્રીનેમિપાર્શ્વવિહારમાં (દેવગુરૂમંદિરમાં – જ્યાં પૂજ્યશ્રીનો જન્મ થયેલો) મૂળનાયક શ્રી પાર્શ્વનાથ, ભૈયરામાં મૂળનાયક શ્રીનેમિનાથ પ્રભુ, અને ઉપરના મજલે શ્રી આદિનાથ પ્રભુની, તથા શ્રીષભ શાન્તિ વિહારમાં મૂળનાયક ૯૧ ઈચના શ્યામ શ્રી કેસરિયાજી, તેની આજુબાજુ ૮૩ ઈંચના ફણાવાળા શ્યામ શ્રી પાર્શ્વનાથ પ્રભુ, – ૧ પૂજ્યશ્રીના પિતા શ્રી લક્ષ્મીચંદભાઈના તથા ૧ પૂજ્યશ્રીના માતુશ્રી દીવાળીબેનના શ્રેયાર્થે, તેમજ ઉપરના મજલે શ્રી શાંતિનાથપ્રભુ (ર્ભોયણીથી લાવેલ) વગેરે બિંબોની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસંગે પૂજ્યશ્રીએ સૂચવ્યા મુજબ પૂ. આ. શ્રી વિજયવિજ્ઞાનસૂરિજી મ. તથા પૂ. આ. શ્રીવિજયપદ્યસૂરિજી મ.ના સંસારી પિતાજીના શ્રેમાથે પણ એક એક બિંબ ભરાવીને પધરાવવામાં આવ્યાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy