SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ શાસના પણ જે ક્ષેત્રસ્પર્શના ! અપાર છે તારૂં બળ, તે અહીં પણ તારૂં બળ દાખવ્યું. દંબગિરિમાં ચોમાસાની વાત જાણતાં જ પૂજ્યશ્રીની જન્મભૂમિ “મહુવાને શ્રીસંઘ અને નગરશેઠ શ્રી હરિભાઈ મનદાસ વગેરે આવ્યા. તેમણે ઘણું આગ્રહપૂર્વક ચામાસાની વિનંતિ કરી. નગરશેઠ હરિભાઈ પૂજ્યશ્રીના સંસારીપણાનાં શાળા–મિત્ર હતાં. તેમણે ઘણે આગ્રહ કર્યો. તેમણે કહ્યું કે “સાહેબ ! મહુવામાં બે ભવ્ય નૂતન જિનાલયે તૈયાર થવા આવ્યાં છે. એ આપશ્રીને ઉપદેશનું તથા અસીમ કૃપાનું જ પરિણામ છે. બંને દેશની પ્રતિષ્ઠા આપના હસ્તે જ થવી જોઈએ. માટે આપ મહુવા પધારે જ.” નગરશેઠના અને સંઘના આવા દઢ આગ્રહ સામે આખરે પૂજ્યશ્રીને નમતું જોખવું પડયું. પણ તેઓશ્રીએ કહ્યું: “ભાઈ! મહુવાની પ્રતિષ્ઠા મારા હાથે નથી થવાની. છતાં તમે મને આગ્રહ કરીને લઈ જાઓ છે, અને હું આવીશ.” પૂજ્યશ્રીનાં આ વચને સાંભળીને સૌ વિચારમાં પડી ગયાં. આ વચને સૌને કઈ અકળ ભાવિના સૂચક લાગ્યા. પણ એ અકળ ભાવી–જે પૂજ્યશ્રીની જ્ઞાનદષ્ટિમાં હતું, તેને કઈ કળી ન શકયું. એમાં જ એ ભાવિના ભાખણહારની મહત્તા હતી ને ! ' અને–ચૈત્ર વદિ ૧૧શે પૂજ્યશ્રીએ કદંબગિરિથી પ્રયાણ કર્યું. પિતાના પ્રાણ પ્યારા તીર્થની છેલ્લી વિદાય લેતાં હોય, તેમ ક્યાંય સુધી તીર્થના દર્શન તેઓશ્રી કરી રહ્યા. ચેક, દેપલા, જેસરના રસ્તે વિહાર આગળ વધ્યું. સાથે અનેક ભાવિક હતાં. ડાળી ઉપાડવાથી લઈને સર્વ પ્રકારની ભકિત તેઓ કરતાં. પૂજ્યશ્રીને શિષ્યગણ પણ ઉપયોગ અને વિનયપૂર્વક વૈયાવચ્ચને લાભ ખડે પગે રાતદિવસ લેતો હતે. કદંબગિરિથી નીકળ્યાના બરાબર પંદરમે દિવસે મહુવા-ગામ બહારની ધર્મશાળામાં પધારી ગયાં. વૈશાખ શુદિ ૧૧થે ગામમાં ચાતુર્માસ પ્રવેશ કર્યો. મહુવા સંઘ તે શું, પણ મહુવાને પ્રત્યેક માનવી એ સ્વાગતમાં જોડાયા. શું મુસલમાન કે શું વેરા, શું કળ કે શું વૈષ્ણ, બધાં ય આ પ્રવેશયાત્રામાં આવ્યા. મહુવાના આ પતાં રત્ન “દાદાના દર્શન કરીને સૌ પિતાને કૃતકૃત્ય માનવા લાગ્યા. સમસ્ત મહુવાએ કરેલા આ અજોડ સ્વાગતપુરસર પૂજ્યશ્રીને નગર પ્રવેશ થયે. વિજયનેમિસૂરિ જ્ઞાનશાળાના નીચલા એક રૂમમાં ( જ્યાં અત્યારે ચરણપાદુકા છે ) પૂજ્યશ્રી બિરાજ્યાં. ઉનાળાના દિવસે હતાં. આમ તે વૈશાખ-જેઠની ગરમી અસહ્ય હોય, પણ મહુવાના સમશીતોષ્ણ હવામાનને લીધે એ સહ્ય બની હતી. પૂજ્યશ્રીની અશક્ત અવસ્થા માટે આ વાતાવરણ કાંઈક અનુકૂળ જણાયું. ઉનાળાની સમાપ્તિ સાથે ચોમાસાને પ્રારંભ થયે. આષાઢી મેઘના ગંભીર ગજનથી આકાશ ગાજી ઉઠયું. વર્ષાના નીરે ધરતીને આદ્ર બનાવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy