SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ 0507E00E0E0000 2000000000000000000030:0000000500 20020000000000000000ECO TO 00000003008003030080030080030060020:00 DecoS00300800300300300300301 ઉં કેટલાક પ્રસંગોમાં લોકોની વચ્ચે દીવાલ બની બેઠેલા મનભેદ અને મતભેદ પણ મીટા- ૩ વ્યા છે. એ સર્વ આચાર્યશ્રીની જનાભિમુખ પ્રતિભાનું પરિણામ કહી શકાય. સ્વધર્મીઓ તેમને શાસનસમ્રાટ, વચનસિદ્ધ પુરુષ, ભદ્રિક પરિણામી વગેરેથી ઓળખાવે છે. કેટલાક એમણે કરેલા કદંબગિરિના વિકાસને સંભારે છે, તો કેટલાક ૨ ચમત્કારિક કથાઓને સંભારીને શ્રદ્ધાંજલિ અર્પે છે. આ સઘળું આચાર્યશ્રી પ્રત્યેની 8 અખૂટ ભક્તિનો આવિષ્કાર છે. એમની જ્ઞાનોપાસના તો જૈનેતરોને પણ આકર્ષે એવી હતી. અનેક સ્થળોએ બહુમૂલ્ય તેમજ બહુસંખ્ય પ્રાચીન ગ્રંથનું સંશોધન, નવાગ્રંથોનું સર્જન એમના હાથે થયું છે. આજે ભૌતિક વિકાસ જેટલું જોવા મળે છે તેટલો આત્મિક વિકાસ થયેલો જોવા મળતો નથી. આપણે પોતાના વિચાર, વાણી, વર્તન પર વિજય ન મેળવીએ ત્યાં સુધી 8 8 આપણે કરેલ લોકશાહીની પ્રગતિમાં ઉણપ ગણાય. નેમિસૂરિજી જેવા મહાન આચાર્યના છે જીવન અને કવનમાંથી બોધ લઈને આંતરિક શક્તિઓને વધારે ખીલવીએ ત્યારે ધર્મના ખરા હાર્દને પ્રીછયું ગણાય, અને સત્ય, અહિંસા, દિલદિલની બંધુતા, સમભાવપૂર્ણ માનવસેવા દ્વારા આત્મોન્નતિ સાધીએ ત્યારે વંદનાંજલિ આપી ગણાય. સર્વ અનુયાયીઓ આ પવિત્ર ભાવનાને વિચાર, વાણી, વર્તનમાં પ્રતિબિંબિત થતી જોવાની મનોકામના સેવે જ....! 1E00E00800E00EC0600600900900000000000500600ED:0900300800SOOSODE0DE00600800200400900600600EOX1 કે. કે. શાહ (તામિલનાડુના રાજ્યપાલ){ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy