SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ શાસનરાશા એ દરમ્યાન આ, શ્રીવિજયદાનસૂરિ મ; વિયલબ્ધિસૂરિ મ; વિજ્યનીતિસૂરિ મ, વિજયવલ્લભસૂરિ મ. વગેરે સર્વ આચાર્યાદિ મુનિવર સપરિવાર આવી પહોંચ્યા. શ્રીવલ્લભસૂરિજી મ. પાલિતાણાથી અમદાવાદ પધારતા હતા, ત્યારે માર્ગમાં સોનગઢ ગામમાં ચારિત્ર રત્નાશ્રમના સ્થાપક મુનિશ્રી ચારિત્રવિજયજી મળ્યા. તેમણે આચાર્યશ્રીને સૂચવ્યું કે: “મહાભારતના યુદ્ધમાં જેમ કૌરએ કૃષ્ણની સેના માગી, પણ કૃણુ પોતે તે પાંડવોના પક્ષે જ રહ્યા. ને છેવટે મહાભારતમાં પાંડેની જ જીત થઈ. તેમ બીજાં ઘણું એક પક્ષમાં ભલે થઈ જાય. પણ આચાર્યશ્રી નેમિસૂરિજી મ. જે પક્ષમાં હશે, તેને વિજય નિશ્ચિત છે. અર્થાત–તેઓ જે કાર્ય કરવા ધારશે તે જ થશે, એ ધ્યાનમાં રાખજે.” આ પછી શ્રી નીતિસૂરિજી મ., શ્રીવલ્લભસૂરિજી મ., શ્રી વિદ્યાવિજયજી મ. વગેરે મુનિરાજે સંમેલનની સફળતાને વિચાર કરવા માટે અને એક મજબૂત જૂથ ઊભું કરવા માટે દહેગામમાં ભેગા થયા. કેટલાક ઠરાવ પણ કર્યો. પણ ત્યાંથી તેઓ અમદાવાદમાં આવ્યા, ને ત્યાં પૂજ્યશ્રીના વ્યાપક વર્ચસ્વને જોયું, ત્યારે તેઓ સૌને ખાત્રી થઈ ચૂકી કે–શાસનસમ્રાટની આગેવાનીથી જ સંમેલન સફળ બનશે, તે સિવાય નહિ. પૂ. આ. શ્રી સાગરાનંદસૂરિજી મ. પણ છાણથી વિહાર કરીને આવી રહ્યા હતા. એક સમય એવો હતો કે શ્રીસિદ્ધિસૂરિ મ., દાનસૂરિ મ., લબ્ધિસૂરિ મ., તથા શ્રીસાગરજી મ. આદિને પારસ્પરિક સુંદર મનમેળ હતો. પણ પછીથી કેટલાંક કારણસર એ મનમેળનું સ્થાન મતભેદ અને મનભેદે લીધું હતું, હવે આ વખતે નગરશેઠની ઈચ્છા એવી કે- પૂજ્યશ્રી તથા શ્રીસાગરજી મ. સાથે જ રહે. તેમણે એ પણ જાણી લીધું કે-શ્રીસાગરજી મ. ની પણ એવી જ ઈચ્છા છે. - પૂજ્યશ્રી તો ઉદારદિલ હતા. તેમના મનમાં મામકા પારકાના ભેદને સ્થાન ન હતું. તેઓશ્રી પણ શ્રીસાગરજી મ. ને સાથે ઉતારવાના વિચારવાળા જ હતા. સાગરજી મ. ના પધારવાના દિવસે શ્રી વિજયેાદયસૂરિજી આદિ મુનિવરોને તેઓશ્રીએ સામે પણ મોકલ્યા. તેઓ આવી ગયા પછી તેમની સાથે જ નગરપ્રવેશ કર્યો. સૌ પાંજરાપોળ-ઉપાશ્રયે બિરાજ્યા. પૂજ્યશ્રીએ પોતાની વિલક્ષણ બુદ્ધિ, કુનેહ અને દષ્ટાન્તરૂપ ધીરજ તથા ઉદારતા વડે આંતરિક મતભેદોને દૂર કરીને સંપનું વાતાવરણ સર્યું. આમ થવાથી શ્રીસાગરજી મ. તથા શ્રીવલ્લભસૂરિજી મ. વગેરે સંતોષ પામ્યા. જે કે-કેટલાંક વિજ્ઞસંતોષી પરિબળો પણ હતાં. તેઓ આ સંમેલનને માટે તે અવ્યવસ્થિત હોવાથી નિષ્ફળ જશે એવી આગાહીઓ ઉચ્ચારતાં ફરતા હતાં. પણ ખરું કહે તો મહાન કાર્યો અને મહાન પુરુષોની ખરી મહત્તા એના વિરોધી પરિબળ પરથી જ અંકાય છે. આમાં પણ એવું જ બન્યું. એ વિરોધી પરિબળોની પ્રવૃત્તિથી– સંમેલન કેવું ભગીરથ કાર્ય છે? અને તેથી જ આ કાર્યને હાથ ધરનાર પુરુષો કેવાં મહાન છે? એ વાત જનતા સારી રીતે સમજતી થઈ. પરિણામ એ આવ્યું કે લોકેએ વિરોધીઓની અવગણના કરી. નિયત કરેલા ફાગણ વદિ ત્રીજ-રવિવાર તા. ૪-૩-૧૯૩૪ના શુભ-દિવસે શ્રીનગરશેઠના વંડવીલામાં બાંધવામાં આવેલ વિશાળ છતાં સુંદર મંડપમાં શુભ ચોઘડિયે આ ઐતિહાસિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy