SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૯ ઐતિહાસિક મુનિસંમેલન અમુક વર્ગમાં શિષ્યમેહ પણ અમર્યાદ બન્યું હતું. એના ફલસ્વરૂપે બાલદીક્ષાનું પ્રકરણ ઇતિહાસમાં ઉમેરાયું. જ્યારે વડોદરા રાજ્ય બાલદીક્ષા-પ્રતિબંધકધારે પસાર કર્યો, ત્યારે પણ કેટલાંક તે બેજવાબદારીના ખ્યાલમાંથી જ બહાર નહેતા નીકળતા. આથી કહેવાતા સુધારકોને તમાશે જોવા મળતો હતો. એ તમાશાને તેઓ એવાં તે શબ્દદેહ આપવા લાગ્યા કે–એની અસરરૂપે બીજાં રાજ્યમાં પણ દીક્ષા પ્રતિબંધક બિલના ભણકારા વાગવા લાગ્યા. હંમેશાં નકકર કરતા પોલાને અવાજ જોરદાર હોય છે, એ નિયમ અહીં બરાબર અનુભવાતે હતે. અને આ બધી ધમાલ-ધાંધલ નિહાળી નિહાળીને તટસ્થ હિતચિંતક વર્ગ પૂરો ત્રાસી ગયે હતે. સર્વજ્ઞ–શાસનની સ્વ૯૫ પણ નિંદા કે હિલના તેઓ સ્વમમાં પણ નહોતા ખમી શક્તા. છતાં આજે એવો અવસર આવ્યો હતો કે–તેમને રાતદિવસ આ તકરાર અને તેથી થતી હિલનાઓ નજરે જેવી અને સહેવી પડતી હતી. અને તેથી જ તેમના દુ:ખને પાર ન હતે. આવી જ એક તટસ્થ વિચાર ધરાવનાર વ્યક્તિ શ્રીયુત મોતીચંદ ગિરધરભાઈ કાપડિયા સેલીસિટર આ પરિસ્થિતિથી થાકીને આપણું પૂજ્યશ્રીને એક પત્રમાં લખે છે કે: મુંબઈનું આ ચાતુર્માસ બગડવામાં બાકી રહી નથી. ચારે તરફ લેકે આખે વખત આરૌદ્ર ધ્યાન કરે છે, અને દિન ઉગે અનેક હેન્ડબોલે અને લેખો બહાર પડે છે. કેટલાક હેતુસરના અને ઘણું અંગતષના લેખે આવે છે. એટલે જનતા તે જરૂર મૂંઝાય એવી પરિ સ્થિતિ થઈ છે. આગેવાને પક્ષમાં વહેંચાઈ ગયા છે, એટલે સત્ય કરતાં પક્ષ વધારે બળવાન થઈ પડ્યા છે. અહીં તો શ્રીવૃદ્ધિચંદ્રજી મહારાજ કહેતા હતા તે પાક્કો પાંચમો આરો હુંડાઅવસર્પિણી વતી રહ્યો છે. અત્યારે એ સ્થિતિમાંથી નીકળી શકાય તે માગ નથી. અન્ય ધમમાં વગોવણી ખૂબ થઈ છે અને થાય છે. અને એના નાયક તો સુખેથી જોયા કરે છે. આમાં શાસનની દાઝ જેવી ચીજ નથી. અંગત માનાપમાન, પૂર્વકાળના વિર અને પટ્ટધરના પૂંછડાં વધારે આડા આવતા હોય તેવું દેખાય છે. જે થાય તે જોયા કરવા જેવી સ્થિતિ થઈ રહી છે. કોઈ પડકાર પાડી બેસાડી દે તેવી સમર્થ વ્યક્તિ મુંબઈમાં નથી. જૈન ધર્મ કે કોમનું લાગતું હોય તેને કોઈ સાંભળે તેમ નથી, પવન સપ્ત કુંકાય છે. એ ઉપર ઉપરનું તોફાન છે કે તળીયા સુધી છે તે સમજાતું નથી. પણ અત્યારે તે મહાખેદ થાય તેવી દશા વતી રહી છે. આપના જેવા કોઈ માર્ગ બતાવે તો રસ્તો થાય. સાંભળતા તો ઘણું હશે, અવસર જોઈ રહ્યા હશે. વખત જોઈ કાંઈ કરશે તે હજુ પણ શાસન બચશે. નવયુગના હાથમાં પ્રેસ અને પ્લેટફોર્મ છે. જુનાને તેને ઉપગ આવડતું નથી એટલે ગાળાગાળીએ ચઢી ગયા છે. જ્યાંથી લાભ લઈ શકાય તે જ સાધને જેનોને હાલ ઉલટાં પડ્યાં છે. સાધુવર્ગ કોમને રસ્તો બતાવે તેને બદલે હાલ તે ઉલટી સ્થિતિ થઈ ગઈ છે. જે હકીક્તથી વાકેફ થયા છે તે યોગ્ય કરશે. આપ પ્રત્યે અહીં તે સર્વત્ર માનની નજર સંભળાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy