SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ 000000000000000000000000000000000000000 હતાં. વિશાળ, વિદ્વાન્ શિષ્યસમુદાય હતા. છતાં કોઈ દિવસ કોઇ વાતનો આગ્રહ રાખ્યો નથી. હંમેશા સંપ અને સુમેળ રહે તે જ રાહુ તેમણે જીવનમાં અપનાવ્યેા છે. સૌ પ્રથમ આ પ્રભાવક સૂરિવરના દર્શન ચાણસ્મામાં તેઓશ્રી ચાતુર્માસ ખિરાજમાન હતાં, ત્યારે મેં મારા ખાલ્યકાળમાં ૧૫ વર્ષની ઉંમરે કર્યાં. તે વખતે તેઓશ્રી શાસનના સર્વેસર્વા હતાં. તેઓની માંદગી પ્રસંગે અમદાવાદ, ભાવનગર અને જુદાં જુદાં સ્થળેથી સેંકડા આગેવાના સુખસાતા પૂછવા આવતાં. આ પછી તેા તેઓશ્રી પાટણ પધાર્યા. ત્યાં તેમનું થયેલું સ્વાગત અભૂતપૂર્વ હતું. અમે પાટણમાં શ્રી પ્રભુદાસભાઇના વિદ્યાભવનમાં ભણતા હતાં. અહીં અમારા બધાંના હૃદયમાં એ શાસનપ્રભાવક તેજોમૂર્તિની છાયા પડી. પછી તેા ઉત્તરાત્તર તેમના હાથે ઉજમણું, સંઘ વગેરે અનેક શાસનપ્રભાવનાના કાર્યો નિહાળ્યાં. અને શાસનના અદ્વિતીય મહાપુરુષ તરીકેની તેમના પ્રત્યેની પૂજ્યતા સ્થિર થઈ. પાટણ–વિદ્યાભવનમાં કરેલાં અભ્યાસ પછી ધાર્મિકક્ષેત્રે જીવનવ્યવસાય થયા. અને તે વ્યવસાય અમદાવાદમાં સ્થિર થયા. અહીં પ.પૂ.આ. સાગરાનંદસૂરિજી મ., પ.પૂ. આ. સિદ્ધિસૂરિજી મ., પ.પૂ.આ. નીતિસૂરિજી મ., પ.પૂ.આ. વલ્લભસૂરિજી મ., પ.પૂ.આ. દાનસૂરિજી. મ., પ.પૂ.આ. મેધસૂરિજી મ., પ.પૂ.આ. લબ્ધિસૂરિજી મ., તેમજ પાયચગચ્છીય પ.પૂ.આ. સાગરચંદ્રુજી મ., ત્રિસ્તુતિક પ.પૂ.આ. ભૂપેન્દ્રસૂરિજી મ., ખરતરગચ્છીય પૂ.આ. જયસિંહસૂરિજી મ., વગેરેના પરિચયમાં આવ્યેા. આ બધાં લબ્ધપ્રતિષ્ઠ આચાર્ય ભગવંતા ઉપર તેમની (પૂ. ચિરત્રનાયકની) ઉત્તમ છાયા હતી. પૂ. આગમોદ્ધારક આ. શ્રી સાગરાનંદસૂરિજીએ તે મુનિપણામાં તેમની સાથે ચાતુર્માસ કર્યાં છે, એટલું જ નહિ, પણ તેમના હાથે શ્રી ભગવતીસૂત્રના યેાગેાહનપૂર્વક ગણિપદ-પન્યાસપદ સ્વીકાર્યા છે. સાથે મળીને હન જેકાખીના લેખના પ્રતિકારરૂપે પરિહાય મીમાંસા લખી છે. વિ.સં. ૧૯૯૦ના મુનિ સંમેલનમાં દરેક બાબતમાં સાથે ઊભાં રહી અનેક પ્રશ્નોને તાડ આણ્યા છે. પાંજરાાળે સાથે રહ્યાં છે. અને શ્રી પાપટભાઈ ધારશીના સંઘ વખતે-“તારે સંધમાં જાહેાજલાલી લાવવી હોય, તા શ્રી નેમિસૂરિમહારાજને લઈ આવેા.” કહીને શ્રી સાગરજી મહારાજે પાપટભાઇ દ્વારા જામનગર ચાતુર્માસ માટે વિન ંતિ કરાવી વિ.સ. ૧૯૯૩નું ચાતુર્માસ સાથે કર્યું છે. અને શ્રી પાપટભાઈના સંઘમાં પણ સદા સાથે રહ્યાં છે, ખંભાતમાં સં. ૨૦૦૦માં તિથિસંબંધી ઉકેલમાં પ.પૂ.આ. શ્રી લબ્ધિસૂરિજી મ. સાથે થયેલી વિચારણા મુજબ એક પક્ષે પૂજ્યશ્રીએ આચાર્યાની સંમતિ મેળવી લેવી, 0000000000ÛÛÛÛÛÛÛÛÛÛÛÛÛÛÛÛÛÛÛÛÛÛÛÛÛÛÛÛÛ ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy