SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ અદ્દભુત કુનેહ-દઢ આત્મબલા ૨૦૧ “શિહેર સ્ટેશને સ્વયંસેવકના પટ્ટા પહેરેલા જેન જુવાનીયાઓ તરફ આંટા મારી રહ્યા છે. જેનેએ યાત્રા બંધ કરવી જોઈએ, કૃપા કરીને એકત્રીશમીની સાંજે પાલિતાણું ખાલી કરજે.” વગેરે આજીજીઓ કરી રહ્યા છે. યાત્રાળુઓની લાગણમાં દર્દનો પાર નથી. યાત્રા બંધ' એ એમને મન મત્ય જેવું લાગે છે. પણ રાજાની ગુલામી સ્વીકારી લેવી. એ. વાત એમને એથીયે શરમભરેલી છે, એવી સ્વયંસેવકોની દલીલ તેઓ માન્ય રાખે છે.” “ગઈ કાલે સાંજે પણ અમે તળાટી જોઈ હતી. આજે પણ અમે તળાટી જોઈ. એ ખદબદતી માનવતા ક્યાં અને આજની આ સુનસાન સ્થિતિ ક્યાં ? લાડવા વેંચવાની આખી પ્રવૃત્તિ બંધ છે. કેઈ માણસનું મેઢે-વેચનારાનું કે લેનારાનું-ત્યાં નથી. પાણીની પરબ નથી કે નાસ્તાની દુકાને નથી. નથી ડોળીવાળા. પેલી કુલ વેચનાર માળણે નથી. તળાટીની આખી ભૂમિ આજે ખાવા ધાય છે, સોગન ખાવા એક મનુષ્ય નથી. યાત્રિક કે યાત્રિક ઉપર નભતે કઈ માનવી બચ્ચે આજે નથી દેખાતે. પાલિતાણાની આજ્ઞા સામે શાંત અસહકાર કરતા પ્રત્યેક માનવ આજે તળાટી છોડી ગયા છે. ઉડે છે કાગડા આજે થતું................” પણ અહીંયા બીજું કાંઈક છે. પીળા ડગલાવાળા પાલિતાણા રાજ્યના સિક્કા ધરાવનાર ચાર પિલિસે અમને જોઈને પોતાના પટ્ટા સમારતા તૈયાર થઈ ગયા. ત્રણ બીજા પટ્ટાવાળા જેવા માણસ અને એક ટિકિટ કલેકટર, આટલા માણસે કઈ ભૂખ્યું જાનવર શિકારની રાહ જોતું બેઠું હોય તેમ આંખો ફાડી બેઠા હતા. પણ અમે તે એમનું ખાજ નહતા. અમે મુંડકાવેરે આપવાવાળા નહીં, અમે તે પાસવાળા. “કેમ ભાઈ, મુંડકવેરાવાળી કેટલી ટિકિટે ચેક કરી ?' એક પણ નહીં” “આવી અમારા જેવી કેટલીક ? આ તમે લાવે છે એ જ.” રાયે નાખેલે મુંડકાવેરો આમ નાસીપાસ થતા હતા. તેથી જાણે શરમાતા હોય તેમ એ લેકે બિચારા જાણે પ્રાર્થના કરતા હોય ને કેઈ આવે–અમારા રાજ્યની આબરૂ બચાવો.” ડુંગરનાં ડાં પગથીયાં ચડ્યા. હજી તળાટીના માણસે અમારી નજરે પડતા હતા. અમે માનવ સમુદાયની દૃષ્ટિ-મર્યાદામાં હતા. એ સ્થિતિ ન ટકી. ચઢાવ અને વળાવ પછી તળાટી દેખાતી બંધ થઈ. અમારી એકલતા અમને સાલવા લાગી. નથી ઉપર કેઈ દેખાતું, નથી નીચે કેઈ દેખાતું. બધું મનુષ્યહીન સૂનસાન લાગે છે.” જાણે અમારા અંતરને વિષાદ એા કરાવવા આવ્યો હોય તેમ, દુહ ઢહું કરતો એક મેરલે, અને ત્રણ ચાર હેલા અમારી બાજુમાંથી નીકળ્યા. બેલાઈ જવાયું : Good we have got some companions at least. પણ નહીં. તેણે પણ ડુંગર ચડવાની ના પાત્ર છે કે શું પશુપંખીઓ ઉપર પણ પિતાની આજ્ઞા છોડી છે ? શું તેઓ માત્ર અમને એમ કહેવા આવ્યા હતા કે-“અમે પણ ચડતા નથી, તમે ચડશે નહીં.” બાપુ મોરલા ! અમે જૈનકેમની આજ્ઞાના દ્રોહી તરીકે નથી આવ્યા. અમે તો અમારી ફરજ બજાવવા-સ્થિતિ નિહાળવા આવ્યા છીએ. અમે આગળ વધ્યા.” ૧. ભાતું આપવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy