SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ સામાન્ય જનતામાં ધર્મનો ઉત્સાહ પ્રેરે તેવાં ઉત્સા બહુ વર્ષોના અંતરે થતાં હતાં. જૈનશાસન ઉપર થતા પ્રત્યાઘાતોનો પ્રત્યુત્તર આપનાર વ્યક્તિ જડતી ન હતી. તે વખતે જે - આ મહાપુરુષ જેનશાસનને સાંપડયાં. ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર, માલવા, બંગાળ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ વગેરે છે ચારે તરફ પથરાયેલ જેનોની વસ્તીમાં મોટાં શહેરમાં ભાગ્યે જ એક બે સાધુઓ મળતાં. છે અને તે સાધુઓમાં પણ કલ્પસૂત્ર વાંચે તે તો મહાવિદ્વાન ગણાય, તેવી પરિસ્થિતિ હતી. છે તે વખતે તેમણે ઉત્તમ કુટુંબના નબીરાઓને દીક્ષા આપી, સાધુ સંસ્થા વધારી. એટલું જ ન નહિ, તેમણે પઠન-પાઠનનો નાદ ગજાવ્યો. જૈન આગમશે, ન્યાયના પ્રકાંડગ્રંથ, વ્યાકરણ. સાહિત્ય, જોતિષશાસ્ત્રના આકરગ્રંથોનો અભ્યાસ શરૂ કરાવ્યું. જૈન જગતુમાં જ નહિ. જૈનેતરાને પણ પૃછાયોગ્ય વિદ્વાન મુનિઓ તૈયાર કર્યા. આમ સાધુઓની સંખ્યા વધારવાનો અને વિદ્વાન્ મુનિઓને તૈયાર કરવાનો નાદ કે તેમણે પોતાના સમુદાયમાં તે કર્યો, પણ તેની અસર બીજાં સમુદાયમાં પડી. જેને લીધે છે કે અન્ય સમુદાયના સાધુઓ પણ સંસ્કૃત, પ્રાકૃત, કાવ્ય અને આગમોના અભ્યાસમાં દત્તચિત્ત બન્યા. પરિણામે – વિદ્વાન્ સાધુ સંસ્થા તયાર થઈ. તેમના વિહારક્ષેત્રમાં હંમેશાં તેમની નજર શાસનના સર્વ અંગે ઉપર પડતી. જે પર અંગ શિથિલ કે વિરૂપ હોય, તેને ઉત્તેજિત અને સાચે માર્ગે લાવવામાં સદા તેમનું લક્ષ્ય છે ર રહેતું. કદંબગિરિ, શેરીસા, તળાજા, રાણકપુર, માતર, કુંભારિયાજી વગેરે તીર્થોનો તેમણે આ જીર્ણોદ્ધાર કરાવ્યો છે. રાજસ્થાનના વિહારમાં કાપરડાજી તીર્થની જીર્ણતા અને આશાતના ડે કે દેખી તેમનું હૃદય કંપ્યું. અને પ્રાણાંત કષ્ટની પણ પરવા ન કરીને એ તીર્થને ઉદ્ધાર હિરે કરાવ્યો. તેર તીર્થોના ઉદ્ધાર તો તેમને હાથે સ્વતંત્ર થયાં છે. પણ ભારતના તમામ તીર્થોની જ રક્ષા ને વ્યવસ્થા શેઠશ્રી આણંદજી કલ્યાણજીની પેઢી સંભાવે છે, તેમાં હંમેશાં તેઓની દોરવણ, સલાહ અને સૂચના અગ્રપણે રહ્યાં છે. ગમે તે તીર્થ તરફ નજર નાંખશે, તો છે તે તીર્થમાં તેમનો ઉપદેશ, પ્રેરણા અગર કોઈ ને કોઈ જાતનો સહયોગ જોવા મળ્યા વિના નહિ રહે. તીર્ણોદ્ધાર અને તીર્થ રક્ષા એ એમનાં પરમ ધ્યેય હતાં. છે જેનસમાજની સંપત્તિ-મંદિરો, ભંડાર. ઉપાશ્રયો વગેરે જે કઈ મિલ્કત હોય. એ છે તેને વહીવટ શ્રાવકવર્ગ કરે, પરંતુ તેનો વહીવટ કઈ રીતે કરે? તેની રક્ષા તથા સંવર્ધન એ કઈ રીતે કરવો ? એની દોરવણી હંમેશાં સાધુ ભગવંતો પાસેથી લેવામાં આવતી. વચ્ચેના થોડાં વર્ષોને ગાળો એ ગયે કે – આ દોરવણી આપનાર વિશિષ્ટ પ્રતિભાશાલી આગેવાન ( ! P .SAPAVAPARA BRS SM 4 5 6 30 s ssssss so p) c c cc ccc / / / / / / / / / / / / / / / / / / / / / / ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy