SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ભરૂધમાં ધર્મ-ઉદ્યોત ૧૪૯ એકેય ધર્મશાળા નથી. તે તમારી ભાવના હોય તો પાલિતાણામાં જાવાલ-સંઘ તરફથી એક ધર્મશાળા બંધાવવાને ઉપગ દેખો”. - પૂજ્યશ્રીના આ વચનને શ્રી સંઘે તક્ષણ વધાવી લીધું, અને તે જ વખતે રૂ. ૬૦ હજારની ટીપ કરી. પછી પૂજ્યશ્રીના માર્ગદર્શનનુસાર જાવાલ સંઘે પાલિતાણામાં શેઠ આ. ક. ના વંડામાં એક ધર્મશાળા બંધાવી, જે આજે પણ જાવાલવાળાની ધર્મશાળા તરીકે ઓળખાય છે. આ દિવસોમાં મારવાડ-પ્રદેશમાં મૂર્તિવિધીઓનું જોર ઘણું વધી ગયું હતું. ઠેરઠેર મૂર્તિવિધીઓના ગુરૂ ગણાતા ઢંઢકપંથી મુનિઓ ફરતા, અને મૂર્તિ–ઉત્થાપનની પ્રરૂપણ કરતા. આથી શ્રીવરકાણ વિ. “પર” ગામના (ગેલવાડ) પંચે એકત્ર મળીને આને પ્રતીકાર કરવાનો નિર્ણય કર્યો, અને પંચના આગેવાને પૂજ્યશ્રી પાસે વરઠાણ તરફ પધારવાનો વિનંતિ કરવા માટે આવ્યા. પૂજ્યશ્રી પણ તેમની વિનંતિને સ્વીકાર કરીને વરકાણાજી પધાર્યા. આ વખતે સ્થા. મુનિઓ “વકતાવરમલજી' આદિ ત્યાં હતા. પૂજ્યશ્રી વાકાણ પધારતાં જ શ્રીપંચે જાજમ નાખી, અને બાવન ગામના પંચને એકત્ર કર્યું. તેમાં શ્રીપંચે નિર્ણય લીધો કે ” સ્થાનકવાસીઓ જોડેને તમામ વ્યવહાર આજથી બંધ છે.” આ નિર્ણય સ્થાનકવાસીઓના જોરને ડામવા માટે સર્વ રીતે પૂરતો હતો. હવે-જે ધર્મશાળામાં પૂજ્યશ્રી ઉતર્યા હતા, તે જ વિશાળ ધર્મશાળામાં નીચેના સામા વિભાગમાં પેલા સ્થા. મુનિઓ ઉતરેલા. એક દિવસ શ્રીવતાવરમલજી પૂજ્યશ્રી પાસે આવ્યા. પૂજ્યશ્રીએ શાંતિપૂર્વક તેમના જ્ઞાનની ચકાસણી કરી. તેઓશ્રીએ પૂછ્યું કેઃ “કર્મને રસ એટલે શું ??. આ પહેલા જ પ્રશ્નનો જવાબ એ સ્થા. મુનિ આપી ન શક્યા. અને તે વખતે પૂજ્યશ્રી પાસેથી છૂટવા માટે “કૃત્તિનાઝિર તરીમ્' ઉભા થઈ ગયા. ત્યારપછી ફરીવાર તેઓ પૂજ્યશ્રી પાસે આવ્યા, અને તે વખતે શાસ્ત્રાર્થ કરવાની વાત થઈ. બીજા દિવસે શાસ્ત્રાર્થ કરવાનું નિયત થયું. એ દિવસે સંધ્યા સમયે પૂજ્યશ્રીની સાથે રહેતા પંડિતવરશ્રી “શશિનાથ ઝા” તેમને (વકતાવરમલજીને) મળવા ગયા, અને તેઓએ તે મુનિશ્રીને આવતી કાલે શાસ્ત્રાર્થ માટે તૈયાર રહેવાની ટકેર પણ કરી. ત્યારપછી તે મુનિશ્રી પાસે કેટલાક શ્રાવકે ગયા હશે, તેમને તેઓએ કહ્યું કે અમારા મત વિરૂદ્ધ બેલશે, તે હું કાગડા બનાવી દઈશ. આ સાંભળીને પેલા ભદ્રિક શ્રાવકે પૂજ્યશ્રી પાસે આવ્યા, અને એ વાત જણાવી. ત્યારે પૂજ્યશ્રીએ તેમને નિભીક રહેવા કહ્યું. પણ બીજા દિવસે એટલે શાસ્ત્રાર્થ માટે નિયત થયેલા દિવસે વહેલી સવારે એ મુનિશ્રી સપરિવાર વિહાર કરી ગયા. આથી લેકેમાં તેમની અપકીર્તિ થઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy