SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ શાસનસમ્રાટ આમ કહીને પૂજ્યશ્રીએ ગિરનારજી ઉપર આપણો હકક દર્શાવતા શાસ્ત્રીય પુરાવાઓ, તથા બીજા ઘણા પુરાવાઓ (લગભગ ૧૨૦૦) તેમને દેખાડ્યા. અને શ્રીગોકળદાસ અમથાશાહ પાસે ઇંગ્લિશમાં લખાવેલા મુદ્દાઓ (points) તથા દલીલે પણ દેખાડ્યા. આ બધું જાણુને તથા જેઈને શ્રીશુકલ ખૂબ ખુશ થઈ ગયા, અને બેલ્યા કે જે આટલી બધી તૈયારી હોય, તે આપણે જરૂર લડવું જ. હવે સમાધાનની વાત જ ન જોઈએ. આ પછી તેમણે ગોકળદાસભાઈવાળા મુદ્દાઓને ઉપયોગ કરવા દેવાની રજા માગી, પૂજ્યશ્રીએ રજા આપી. આ સિવાય પૂજ્યશ્રીએ ઘણું ઘણી કિંમતી સલાહ-સૂચનાઓ તેમને આપી. જેથી તેમને સંતોષ થવા સાથે પૂજ્યશ્રી પ્રત્યે અપાર માન પ્રગટયું. અને સાધુઓ કાયદાની વાતમાં શું સમજે ? એવી તેમના મનની છાપ ભુંસાઈ ગઈ. તેમણે કહ્યું: સાહેબ! આપશ્રી કાઠિયાવાડના છે, અને હું પણ કાઠિયાવાડને છું. માટે આપણી વચ્ચે મતભેદ હોય જ નહિ. આપ જેમ કહે તેમ જ થશે. ત્યારપછી તેઓ ગયા. અને ઈ.સ. ૧૯૧૫ માં (વિ. સં. ૧૯૭૨) જુનાગઢની હજુર કોર્ટમાં આપણા તરફથી અપીલ કરી.' સં. ૧૯૭૦ ના આ વર્ષે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ અને અમદાવાદ શ્રીસંઘના સંઘપતિ નગરશેઠશ્રી કસ્તૂરભાઈ મણિભાઈ, કે જેઓ એક બાહોશ મુત્સદ્દી અને ધર્મ-વ્યવહાર-કુશળ પુરૂષ તરીકે પંકાયેલા હતા, તેઓ પરદેશ (Foreign)ના પ્રવાસે દરિયામાર્ગે ગયા હતા. માર્ગમાંથી-સ્ટીમરર્માથી તેમણે પૂજ્યશ્રી ઉપર એક પત્ર લખેલે. તે વાંચતાં આપણે સમજી શકીએ કે ખરેખર ! આપણુ મહાન ચરિત્રનાયક સૂરિદેવશ્રી વાસ્તવમાં આપણું મહાન તીર્થોના હકો અને શેઠ આ. કે. ની પેઢીના આધાર અને માર્ગદર્શક હતા. આ રહ્યો એ પત્રક તા. ૭ મી મે-૧૯૧૪ એડન. “શ્રી પરમપૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજયનેમિસૂરીશ્વરજી. સ્ટીમરમાંથી કસ્તુરભાઈ તથા ઉમાભાઈ તથા લાલભાઈને વંદણ ૧૦૦૮ વાર અવધારશોજી. ધર્મપસાયથી દરિયે ૧. ત્યારપછી હજુર અદાલતનો ચુકાદો પણ આપણી વિરૂદ્ધમાં આવવાથી આપણે રાજકોટ–એ. જી. જી. ની. કોર્ટમાં અપીલ કરી. પણ મિ. મેકોનેકીએ ત્યાં પણ આપણી વિરૂદ્ધ ફેંસલો જ આયો. આ પછી આપણી દુભાતી લાગણી જોઈને સરકારે “એલ-ગ્રેહામ નામના ન્યાયખાતાના અધિકારીને આ બાબતમાં તપાસ માટે નીમ્યા. મિ. ગ્રેહામે સંપૂર્ણ જાતતપાસને આધારે સરકારને રિપોર્ટ કર્યો. જો કે એ રિપોર્ટમાં તેમણે આપણો મૂળગરાસિયા રાઈટ તો માન્ય નહોતો રાખે. પણ ગિરનાર પર્વત પરની જે જે જગ્યાઓ-ટુંકે વિ. નો. કબજો સ્ટેટે આપખુદીથી લીધેલો, અથવા દિગંબર-બ્રાહ્મણદિને આપેલે, તેને અયોગ્ય જણાવીને એ સર્વ ઉપર વેતાંબર જૈનોને જ હક્ક છે, અને એના ખરા માલિક તેઓ જ છે, એમ પુરાવા સાથે સાબિત કરી આપેલું. મૂળગરાસિયા સ્ટેટસ ન મળે તો પણ ડુંગર લગભગ આપણી માલિકીનો જ ગણાય, એવી પરિસ્થિતિ આ રિપોર્ટથી તેમણે સર્જેલી. પણ આ રિપોર્ટ ગમે તે કારણે સરકારે જાહેર ન કર્યો. અને આપણું પણ ત્યારપછી આ વિષે દુર્લક્ષ્ય સેવાયું. પરિણામે સ્વરાજ્ય પછી સૌરાષ્ટ્ર સરકાર સાથે સમાધાન કરીને આપણે પાંચમી ટુંક વિ. અમુક અગત્યનાં સ્થાન આપણી જાતે જ સોંપી દીધા. આમ આ વાતનો અંત આવ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy