SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ કપડવંજમાં પદવી પ્રદાન ૧૩૩ તરીકે પ્રસિદ્ધ આ ત્રણ મુનિરાજે ને છેલ્લા પાંચ માસથી શ્રી ભગવતીજી સૂત્રના ગદ્વહનની ક્રિયા પૂજ્યશ્રીની નિશ્રામાં સુવિશુદ્ધ વિધિપૂર્વક ચાલી રહી હતી. એ સર્વાનુગમય–શ્રી ભગવતીજી સૂત્રની અનુજ્ઞાસ્વરૂપ ગણિપદ, તથા પંન્યાસપદથી તેમને અલંકૃત કરવાનું શુભ મુહૂત નજીકમાં આવી રહ્યું હતું. આ પ્રસંગને કપડવંજમાં શ્રીસંઘ અતિ ઉમંગ અને ઉલ્લાસથી વધાવી લીધું. અને તેને ઉપલક્ષીને એક ભવ્ય મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવાને શ્રીસંઘે નિર્ણય કર્યો. અષાઢમાસના શુકલ પક્ષમાં આ મહત્સવનો શુભારંભ થયો. આ મહોત્સવનું સવિસ્તર ખ્યાન આપણે “જૈન ધર્મ પ્રકાશ” માસિકમાંથી જ મેળવીએ કપડવંજમાં અતિ માંગલિક પ્રસંગ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરિજી પિતાના શિષ્ય પરિવાર સાથે કપડવંજ ખાતે બિરાજે છે, તેઓ પિતાના ઉત્તમ-નિર્મળ ચારિત્ર તેમજ અસાધારણ વિદ્વત્તા માટે હજારો જૈનથી લેવાયેલા હોવાથી તેઓના શિષ્યો સંબંધી કેઈપણ ધાર્મિક પ્રસંગ પ્રાપ્ત થતાં તેમનામાં એ ઉત્સાહ ફેલાઈ રહે છે કે–તેને યથાસ્થિત આદર્શ જેઓ તે પ્રસંગે હાજર રહેવા ભાગ્યશાળી થાય છે તેમને જ મળી શકે છે. તેમના શિષ્ય પૈકી ત્રણ શિષ્ય-નામે મુનિ મહારાજશ્રી દશનવિજયજી, શ્રી ઉદયવિજયજી અને શ્રી પ્રતાપવિજયજીને ગણપદ તથા અનુગાચાર્યપદ (પંન્યાસપદ) આપવાનો મહોત્સવ કપડવંજના શ્રીસંઘે ઘણી ધામધૂમથી અને મોટી ઉદારતાથી ચાલુ અઠવાડિયામાં ઉજવ્યું છે. આ બંને પદવી આ મુનિમહારાજાએ ઘણાં વર્ષોના સતત અભ્યાસ, ઉત્કૃષ્ટ તપ, અને મને નિગ્રહયુક્ત ક્રિયા બાદ દેવગુરુકૃપાથી મેળવી શક્યા છે. અને તે અલૌકિક પ્રસંગ પામવા માટે ધમી જેનો તેમને “અહેભાગ્ય” ધ્વનિથી વધાવી લે તે સ્વાભાવિક જ છે. ત્રણે મનિમહારાજ સંસ્કૃત વ્યાકરણ, ન્યાય, જૈન સિદ્ધાંત તથા સાહિત્ય વગેરેનું ઘણું ઊંચા પ્રકારનું જ્ઞાન ધરાવે છે. તેથી તેમજ ઊંચા ચારિત્રબળથી અને લાંબા વખતના અખલિત અભ્યાસથી તેમણે જે ઊંચી પદવી પ્રાપ્ત કરી છે, તેને માટે તેઓ પૂરતી રીતે એગ્ય છે. આ માંગલિક પ્રસંગ ઉપર અમદાવાદ, ભાવનગર, ખંભાત, બોટાદ, મુંબઈ, વિગેરે શહેરથી તથા આસપાસના ગામોથી અને દૂરના ગામોથી હજાર ઉપરાંત જૈનભાઈઓ કપડવંજ આવ્યા હતા. અમદાવાદથી નગરશેઠ કસ્તુરભાઈ મણિભાઈ, શેઠ માણેકલાલભાઈ મનસુખભાઈ, શેઠ મણિલાલ મનસુખભાઈ, તાલુકદારી સેટલમેન્ટ ઓફિસવાળા શેઠ મેહનલાલ લલ્લુભાઈ શેઠ મહોલાલભાઈ મૂળચંદભાઈ શેઠ દલપતભાઈ મગનભાઈ શેઠ પરસેતમભાઈ મગનભાઈ, શેઠ પ્રતાપસિહ મેહલાલભાઈ શેઠ છોટાલાલ લલુભાઈ વિગેરે ગૃહસ્થો આવ્યા હતા. શેઠ અંબાલાલ સારાભાઈ શેઠ મણિભાઈ દલપતભાઈ તથા ભાવનગરવાળા કુંવરજી આણંદજી વિગેરે આવી શક્યા નહોતા. તેમની તરફથી તેમજ (સ્વ.) નગરશેઠ ચીમનભાઈ લાલભાઈ તરફથી તાર, ટપાલ, કપડાં આવ્યા હતા. ૧ “જૈન ધર્મ પ્રકાશ” વિ. સં. ૧૯૬૯, શ્રાવણ માસ. પૃ૪–૧૫૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy