SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ જય શેરીસાનાથ ૧૨૩ સૂરિભગવંતે કહેલા વિધિ પ્રમાણે તેણે અઠ્ઠમતપની આરાધના કરી. અને ઉત્તમ દિવસે સૂર્યાસ્ત પછી ઉત્તમ વેળાએ તેણે પેલી પાષાણુફલહી પર હળવા હાથે ટાંકણું અડાડ્યું, અને મૂર્તિ નિર્માણ શરૂ કર્યું. ટાંકણાનો ટફ-ટફ અવાજ ભાવિકને મન સંગીતની સૂરાવલિથીયે અધિક મીઠે લાગતો હતો. - સકલસંઘ પ્રભુ ધ્યાનમાં મગ્ન બની ગયું હતું. રાત વીતતી ગઈ એમ મૂતિના અવયે સજાવા લાગ્યા. અને પહો ફાટતાં તે ધરણેન્દ્રના પ્રભાવથી એ અંધ શિલ્પરને શ્રેષ્ઠ મૂર્તિ નિરમી દીધી. હવે જ્યારે એ સ્થપતિ મૂર્તિ ઘડતો હતો, ત્યારે મૂર્તિના હૃદયપ્રદેશ પર એક મસે રહી ગયે. સ્થપતિને તે વખતે તેનું ધ્યાન ન રહ્યું. પણ મૂર્તિ પૂર્ણ થયા પછી કઈ ક્ષતિ રહી હોય, તે જોવા માટે તેણે ફરીવાર મૂર્તિ પર હાથ ફેરવ્યું. તો પેલો મસે રહી ગયાની જાણ થઈ. એટલે તેણે ધીરે રહીને એ મસા ઉપર ટાંકણું લગાવ્યું. મસો તૂટ્યો, અને એ સાથે જ તે પ્રદેશમાંથી લેહીની ધારા વછૂટી. બરાબર આ જ સમયે સૂરિભગવંત ત્યાં આવ્યા, અને તેમણે આ દશ્ય જોયું. ચકેર સૂરિજી બધી વાત પામી ગયા. તેમણે ખેદપૂર્વક શિલ્પીને કહ્યું કેઃ “ભાઈ ! તે આ શું કર્યું ? એ મસે તારે રહેવા દેવાનો હતો. કારણ કે એ મસો જે રહ્યો હોત, તો આ મૂર્તિ દિવ્ય પ્રભાવશાલી થાત. ખેર ! હવે શું થાય ? જેવી ભવિતવ્યતા.” આમ કહીને તેઓએ પિતાને અંગૂઠો મસાની જગ્યાએ દાબીને લોહી નીકળતું અટકાવ્યું. એ પ્રતિમા રાત્રે બનેલી હોવાથી તેના અવય સાફ દેખાતા નથી. હવે-આ જ રાત્રે સૂરિદેવ દિવ્યશક્તિ વડે અયોધ્યા નગરીથી (અથવા-કાન્તિપુરી-જૈનકાંચીથી) ચાર મોટા અને પ્રાચીન જિનબિંબ આકાશમાગે અહીં (સેરીસા) લાવવાના હતા. તેમાં ૩ બિંબ તો તેઓ લઈ આવ્યા. પણ શું બિંબ લાવતાં લાવતાં માર્ગમાં જ સૂર્યોદય ૧ આ. શ્રી કકસૂરિવિરચિત “છી નામિનન્દનવિનોદ્વાર પ્રધંધ” અનુસારે અંધ નહિ, પણ આંખવાળા એ શિલ્પીએ આંખે વસ્ત્રપટ્ટક બાંધીને એક રાત્રિમાં શ્રીધરણેન્દ્રના પ્રભાવથી શ્રી શેરીસાપાર્ધ. પ્રભુની ઉભી કાઉસગ્ગાકાર પ્રતિમા ઘડી. ત્યારપછી શ્રીદેવેન્દ્રસૂરિજી ભ.શ્રી સમેતશિખર ગિરિથી ત્યાં મોક્ષે ગયેલા ૨૦ જિનવરોની ૨૦ મૂર્તિઓ તથા કાન્તિપુરીથી બીજી ૩ પ્રતિમા પિતાની અદ્દભુત મંત્ર શકિતથી શેરીસામાં લાવ્યા. અને પેલી–શિલ્પીએ બનાવેલી મૂર્તિને શ્રી શેરીસાપાર્શ્વનાથ તરીકે, અને બીજી ૨૩ મૂર્તિઓને, એમ કુલ ૨૪ પ્રતિભાઓને ત્યાં શેરીસાનગરે પ્રતિષ્ઠિત કરી. અને ત્યારથી શેરીસાનગર મહાતીર્થ તરીકે પ્રખ્યાત થયું. જુઓ “નાભિનંદનજિનોદ્ધાર પ્રબંધ” પ્રસ્તાવ-૪=૩૩૦ થી ૩૩૪ શ્લેક, શ્રી જિનમંડનગણિ-પ્રણીત કુમારપાલ પ્રબંધીના મતે શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રીમલયગિરિજી મ. તથા શ્રી દેવેન્દ્રસૂરિ મ. એ ત્રણ મુનિવરેાએ સરસ્વતીની સાધના કરી. દેવી પ્રસન્ન થયા. એટલે હેમચંદ્રાચાર્યે રાજાને પ્રતિબંધ કરવાનું, મલયગિરિજીએ સિદ્ધાન્ત પર વૃત્તિઓ રચવાનું, અને દેવેન્દ્રસૂરિજીએ બાવન વીરેને રવ-વશ રાખવાનું વરદાન માગ્યું. દેવીએ આપ્યું. ત્યાર પછી શ્રીદેવેન્દ્રસૂરિજી “પર” વીરોની સહાયથી જૈન- કાંચી (દક્ષિણ ભારતમાં-જ્યાં હાલ કાંચીવરમ છે, તે હોઈ શકે) નગરીથી શેરીસાનગરમાં એકરાત્રિમાં મોટો જિનપ્રાસાદ પ્રભુસહિત લાવ્યા. તેથી તે શેરીસાતીર્થ તરીકે વિખ્યાત થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy