SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસમ્રાટું શ્રીસ્તંભન પાર્શ્વનાથ ભગવાનની આ અલૌકિક પ્રતિમા અહીં પણ યક્ષો વડે પૂજાતી રહી. વિક્રમની બારમી શતાબ્દી ચાલી રહી છે. મહાન જૈનાચાર્ય શ્રી અભયદેવસૂરિજી મહારાજે શાસનદેવીની પ્રેરણાથી નવ અંગેની ટીકા રચી. ત્યારબાદ પૂર્વ કર્મને પ્રબલ ઉદયે સૂરિજીનું શરીર કેઢ રોગને ભેગ બની ગયું. ઈર્ષાળુ લકે બલવા લાગ્યા કે- સૂરિજીએ ટીકાઓમાં ઉત્સુત્ર-પ્રરૂપણ કરી તેનું આ ફળ છે. આથી સૂરિજી ખિન્ન થયા. રોગ કરતાં પણ આ કાપવાદ તેમને વધારે પીડા આપતો હતું. તેથી તેમણે અનશન કરવાની તૈયારી કરી. આ હકીકત જાણીને રાત્રે સ્વપ્નમાં શ્રી ધરણેન્ટે તેમને ઉપાય સૂચવ્યું કે-“શેઢી નદીના કિનારે સ્તંભનપુર ગામમાં અમુક વૃક્ષ–તળે શ્રીસ્તંભન પાર્શ્વનાથની ચમત્કારિક પ્રતિમા નાગાર્જુને સ્થાપી છે. તે તમે પ્રગટ કરો, તેના સ્નાત્ર જળથી તમારો રોગ જશે, ને તમારી કીર્તિ જગતમાં ફેલાશે.” ' સૂરિજીએ જાગૃત થઈને સવારે શ્રીસંઘને રાત્રિને વૃત્તાન્ત જણાવ્યું. અને સંઘ સહિત તેઓ વિહાર કરીને સ્વપ્ન-દર્શિત સ્થાને પધાર્યા. અહીં જે ખાખરાના વૃક્ષ નીચે પ્રતિમા હતી, ત્યાં હંમેશાં એક શ્યામ ગાય પોતાના સર્વ આંચળથી દૂધ ઝરતી હતી. ત્યાં જઈને સૂરિજી એકધ્યાને “કાંતિgમ” ઈત્યાદિ બત્રીશ ગાથાઓવાળું સ્તવન નવું રચીને બોલ્યા. સ્તવન પૂરું થતાં જ એ તેજસ્વી જિનબિંબ ભૂમિમાંથી પ્રગટ થયું. સૂરિજી અને સંઘના હર્ષને પાર ન રહ્યો. - ચતુર-ભાવિક શ્રાવકેએ પ્રભુજીને ગંધદક આદિ પદાર્થોથી અભિષેક કર્યા, અને એ અભિષેક-જળને સૂરિજીના અંગ પર છંટકાવ કર્યો. તત્ક્ષણ સૂરિજીનો રોગ નાશ પામ્યો, ને તેમનું શરીર કનક સમાન વર્ણવાળું થયું. ત્યાર પછી શ્રીસંઘે તે સ્થાને ભવ્ય જિનાલય બંધાવીને તેમાં સૂરિજીના હસ્તે એ પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરી. કેટલેક કાળ વીત્યા બાદ સં. ૧૩૬૮માં મૂર્તિભંજક બાદશાહ અલાઉદ્દીન ખીલજીએ જ્યારે ગુજરાત પર ચઢાઈ કરી, ત્યારે સમયના જાણુ-શ્રાવકો આ ચમત્કારિક બિંબને રક્ષા, માટે સ્તંભતીર્થ ખંભાતમાં-લઈ આવ્યા. ત્યાં ખારવાડામાં દેરાસર બાંધીને તેમાં પ્રભુજીને પધરાવ્યા. આ બનાવને પાંચ-પાંચ સૈકાઓ વીતી ગયા. પુરાણ ઇતિહાસ પર વિસ્મૃતિના પડ પથરાઈ ગયા હોવા છતાંય આ પ્રતિમા નીલમ-રનના છે, મહાપ્રભાવિક છે. અને એના પ્રભાવે જ આપણું ખંભાત શહેર તંભતીર્થ તરીકે જગતમાં વિખ્યાત છે.” આટલી હકીકત લક-માનસમાં સચવાઈ રહી. અને એના પ્રતાપે લેકે અપૂર્વ ભાવભકિતથી પ્રભુજીની પૂજાસેવા કરવામાં તત્પર રહેતા, અને રહ્યા. વિ. સં. ૧૯૫૨માં એક દિવસ ખંભાત પાસેના તારાપુર ગામના એક સેના અને એક કાળી, એમ બે માણસે, પ્રભુજીની પૂજા કરવાના નિમિત્તથી શ્રાવકવેશ પહેરીને બપોરના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy