SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ ૪. ગુરૂ-ગુણાનુવાદના આ કાર્યમાં, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહયોગ આપનાર સર્વ—કોઈને નામ-નિર્દેશ કર્યા વગર જ અણુ–સ્વીકાર કરું છું. અંતમાં, સમાપન કરતી વેળાએ, સાધુના “આવશ્યક કર્તવ્યરૂપ શાસ્ત્ર-વચનેને સ્વાધ્યાય કરવા સાથે હારી વણકહેલી આંતરાભિલાષાને વ્યક્ત કરવાને હાથ આવેલે અવસર ચૂકવા માંગતે નથી. દ્વાદશાંગીના દ્વિતીય અંગ-સૂત્રના ઉદ્ધરણ અનુસાર, આત્મ-હિતને અવસર દુર્લભ છે.” આ જ શાસ્ત્રવચનની અનુભૂતિના આધારે “સ્વાનુભવ”—ગી, પૂ. આનંદઘનજી મહારાજે કહ્યું છે કે, “અવસર બેર, બેર, નહી આવે”.... એક માત્ર આંતરાભિલાષા સ્વાનુભવના આત્મ-પરિણતીપૂર્ણ માર્ગે ચાલનાર આત્મ–ભેગી પૂ. આનંદઘનજીની અનુભૂતિજન્ય વાણી અનુસાર, આત્મ-હિત કાજે સાંપડેલ સમર્થ–સુગુરૂસંગના કરૂણા–પ્રસાદરૂપ ચારિત્ર-ધર્મને સ્વીકાર કરી, આજ સુધી, યથાક્ષોપશમ તથા યથાશક્તિ તેના પાલન માટે પ્રયત્નશીલ રહ્યો છું. હવે તે, આ ભવના આયુષ્યકર્મના ઉદયમાં-બહેત ગઈ છેડી રહી” જેવી અવસ્થાએ પહોંચે છું. વર્તમાન જીવનના સંધ્યાકાળને સ્પર્શ અનુભવી રહ્યો છું ત્યારે, અંતઃસ્તલના ઊંડાણેથી એક માત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy