SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌરભ ચર્ચામાં ઉતર્યા સિવાય ડાહ્યાભાઈ પોતાના મોટા ભાઈને લઈને પૂજ્ય શ્રી પાસે આ વ્યા અને વંદન કરીને દીક્ષા લેવાની પિતાની ભાવના વ્યકત કરી. પૂજયશ્રીએ એક નજરમાં ડાહ્યાભાઈનું પિત પારખીને તેમની ભાવનાને બિરદાવી. આ સાંભળી ટોકરશીભાઈ અકળાયા ગરમ થઈને બોલ્યા. “હું જોઉં છું, મારા ભાઈને મારી રજા સિવાય કોણ દીક્ષા આપે છે ?” આ સાંભળીને પૂજયશ્રી ગયા “બકવાસ બંધ કરે. બહાર જઈને એગ્ય નિર્ણય કરીને મારી પાસે ; આવે. દીક્ષાના રવ-પર ઉપકારક રવરૂપને સમજ્યા સિવાય દીક્ષા બાબતમાં જેમ તેમ બેલ નાખવાના રે ગને નાબુદ કરવા હું જ છું. એ ન ભૂલશો.” આથી બંને ભાઈઓ ડઘાઈ ગયા. ટેકરસીભાઈ તે ઘર ભેગા થઈ ગયા અને ડાહ્યાલાલ ત્યાં જ બેસી રહ્યા. પછી પૂજ્યશ્રીની ક્ષમા માગીને ડાહ્યાભાઈ બોલ્યા, સાહેબજી! મારા ભાઈને સ્વભાવ જ એ આકરે છે, માટે આપશ્રી માડું ન લગાડશો.” મને કઈ ક્રોધ કરે તેની અસર થતી નથી પણ દીક્ષા માટે ઘસાતું બોલે છે, ત્યારે જ મારે કડક થવું પડે છે. હવે તમારી શી ભાવના છે તે કહો પૂજ્યશ્રીએ પુછયું. ૧૦૮ Jain Education International For Private & Personal Use Only. www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy