SearchBrowseAboutContactDonate
Page Preview
Page 966
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિતશ્રી સુખલાલજીને એક સત્યદશી પત્ર એ પ્રશ્નન સિદ્ધસેને છો ત્યારે આજના દયાળુ મહાવ્રતધારીઓ હોત તો કદાચ તેમને ફાંસીએ નહિં તો કાળાપાણીએ એકલત અને આજે પણ તમારા કે મારા જેવા આ વિષે લખે તે શું પ્રશ્ન ઊભું ન થાય કે આ મૂળગત છે કે નહિ ? આવી તો અનેક ક્રિયા અને તત્ત્વજ્ઞાનની બાબત છે કે જે વિષે એક વાર ચર્ચા થતાં પ્રથમ મૂળગત વાંધો દેખાય અને પછી થાળે પડી બધું ગોઠવાઈ જાય. જેનત્વની પ્રકૃતિ અને તેના કમિક ઈતિહાસમાં મૂળગત અને ઉત્તરગત વચ્ચે સીમાડે બાંધવો એ ભારે અઘરું કામ છે. બન્ને પક્ષેમાં દલીલે છે. તમે એક બાજુ જેની વિચારસરણને અને જૈનત્વની પ્રકૃતિને જગત સમક્ષ સર્વશ્રેષ્ઠ ઉદાર માનવામનાવવા પ્રેરાવ, તેમાં રાજી થાવ, અને બીજી બાજુ કઈ પણ મુદ્દા પર કોઈ માણસ પ્રમાણિકપણે તપુર:સર પિતાને વિચારભેદ દર્શાવે ત્યારે તે પ્રશ્નનને મૂળગત કે અમુક રૂપનો કહી, તેને ઘટતી બધી શક્ય સજા કરી તેનું બુદ્ધિદ્વાર બંધ કરવામાં આવે એ શું જેને પ્રકૃતિનું લક્ષણ છે? જેને પ્રકૃતિ તો એમ કહે છે કે આગમ સાથે જ તર્કને છૂટ છે અને વળી તર્કને છૂટ છે એનો અર્થ જ એ છે કે કઈ તર્કથી કોઈ પણ વસ્તુનું પરીક્ષણ શરૂ કરે ત્યારે એને એના કરતાં ય વધારે શુદ્ધ અને વધારે સૂમ તર્કથી જવાબ આપે. અત્યારે તે હું જોઉં છું કે કોઈ જવાબ આપવાનો વિચાર જ નથી કરતું. એનો જવાબ માત્ર સામાને બનતે પ્રયત્ન ચૂપ કરી મિાન રાખવામાં છે. આ વસ્તુ જેન પ્રકૃતિથી તદ્દન વિરુદ્ધ છે. તેથી આવા અતીન્દ્રિય અને હંમેશા ચર્ચાસ્પદ બની શકે એવા વિષયોને મૂળગત માની તે પરત્વે મતભેદ સહન કરવામાં ન આવે અગર ચર્ચા થવા દેવામાં ન આવે તો જેન વિચારપરંપરાને વિકાસ જ અટકે અને જેમ મોટા મોટા પશ્ચિમીય વિદ્વાને અને આ દેશના પણ વિદ્વાન જૈન શાસ્ત્ર ઉપર શુતાને આરોપ મૂકે છે તેને સાચે પાડવા જેવું થાય. વેદિક દર્શનેમાં એક, ઈવર માનવાની ઘસીને ના પાડે છે, બીજું તેની સામે ઈશ્વર સ્થાપવા આકાશપાતાળ એક કરે છે. એક, સર્વજ્ઞત્વની સંપૂર્ણ શક્યતા સ્થાપે છે, બીજું તેની સાફ ના પાડે છે; એક, વેદને નિત્ય અને પૂર્ણ નિર્દોષ માને છે, બીજું, વેદને માનવા છતાં તેને નિત્ય માનવાની સાફ ના પાડે છે, વળી ત્રીજું તેને નિર્દોષ અને પ્રમાણ માનવા છતાં તેમાં ય પ્રક્ષિપ્ત ભાગ શોધી દોષ દૂર કરવા યત્ન કરે છે. આવી હજારો નાની–મોટી બાબતો વિશે મતભેદ અને તે ઉપર અત્યારે પણ બુદ્ધિને તૃપ્ત કરે એવી સતર્ક રસભરેલી ચર્ચામાં છે. તે થાય છે. જેન આચાર્યોએ પણ ઓછી-વધતો એને અભ્યાસ કર્યો છે, કરે છે અને તમે કબૂલ કરશે કે છતાં ય એ વૈદિક પરંપરાને જરા ય આંચ નથી આવી. ઊલટું એ વિકાસમાંથી જ ગીતા અને બીજાં રત્નો જમ્યા છે. બદ્ધપરંપરાના પરસ્પર તદ્દન વિધી દેખાતા દાર્શનિક પ્રબળ મતભેદોએ અને તે ઉપરની ચર્ચાઓએ એટલું ગંભીર અને આકર્ષક સાહિત્ય ઉત્પન્ન કર્યું છે કે જેને જેનાર એક વાર તે બદ્ધ ન હોવા છતાં તેને કદી નમ્યા વિના ન રહે. ત્યારે પ્રશ્ન થાય છે કે જેના પરંપરા અને પ્રકૃતિમાં આવું કાંઈ સ્થાન છે કે નહિ ? હું અભ્યાસ અને ચિંતનથી પણ જોઈ શકું છું કે જૈનત્વની શતાબ્દિ ગ્રંથ ] * ૧૮૭ * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy