SearchBrowseAboutContactDonate
Page Preview
Page 927
Loading...
Download File
Download File
Page Text
________________ જેન ન્યાયની પ્રાચીનતા અને ભારતીય ત્રિશાખિક ન્યાય સૂરિનું ઉક્ત પ્રમાલમ પજ્ઞ ટીકા સહિત અને બન્નેની પહેલાં સમ્મતિતર્ક પર તર્કપંચાનન અભયદેવસૂરિને વાદમહાર્ણવ રચાયા. વાદિદેવસૂરિએ ત્યારપછી દિગંબરને ગુજરાતની રાજધાની પાટણમાં સિદ્ધરાજની રાજસભામાં પરાસ્ત કર્યા અને પ્રમાણુનયતત્ત્વ કાલંકાર અને તે પર બૃહત્કાય સ્યાદ્વાદરત્નાકર રચી એ દિગંબર આક્ષેપને સચોટ પ્રત્યાક્ષેપ કર્યો. આ બધું થોડા સમયમાં બની શકયું એનું કારણ જિનેશ્વરસૂરિની ઉક્ત પ્રમાલમ પરની ટીકામાં જ છે. શ્રીમદ્ભવાદીનો નયચક અને હરિભદ્રસૂરિની અનેકાંતજયપતાકા, શાસ્ત્રવાર્તાસમુચ્ચય આદિ ગ્રંથે સ્વપક્ષ પરપક્ષ ખંડનરૂપે રચેલા તૈયાર વિદ્યમાન હતા, તેથી જ સ્વપક્ષસિદ્ધિ સાક્ષાત્ શીઘ્રતાથી થઈ શકી. વળી હેમચંદ્રાચાર્યે પણ સર્વ ન્યાય ગ્રંથનાં દેહનરૂપ પ્રમાણમીમાંસા સટીકની રચના કરી અને વેતાંબરીય જૈન ન્યાયને ઉત્કર્ષ સાથે. તે દરમિયાન સિદ્ધરાજની જ સભામાં જેન આચાર્ય યુગલ આનંદસૂરિએ અને અમરચંદ્રસૂરિએ વ્યાઘશિશુ અને સિંહશિશુનાં બિરુદે વાદમાં પોતાનો લબ્ધલક્યતા અને ઉગ્રતાથી પ્રાપ્ત કર્યો. એ જ મહાવાદી યુગલના વ્યાપ્તિ લક્ષણનો ઉલ્લેખ ગંગેશપાધ્યાય પિતાના પ્રસિદ્ધ તત્ત્વચિંતામણિ ગ્રંથમાં સિંહવ્યાધ્રી લક્ષણને નામે કરે છે, એમ સદ્ગત ડૉ. સતીશચંદ્ર વિદ્યાભૂષણ પિતાના મધ્યકાલીન ન્યાયના ઇતિહાસમાં જણાવે છે. (જુઓ પૃ. ૪૮). ન્યાયાવતાર પછી શતક વીત્યા બાદ પ્રમાણુનયતત્ત્વાલેક વાદિદેવસૂરિએ ર. એનાં ઉપર વાદિદેવસૂરિના શિષ્ય રત્નપ્રભસૂરિએ રત્નાકરાવતારિકા નામની લઘુ ટીકા અને વાદિદેવસૂરિની પ સ્યાદ્વાદરનાકર નામની કિવદંતી પ્રમાણે ૮૪૦૦૦ કલોક પ્રમાણુ બૃહત ટકા રચાઈ. જેન ગ્રંથાવલિમાં રત્નાકરાવતારિકા પર બે ટિપ્પણુ રાજશેખરસૂરિકૃત તથા જ્ઞાનભૂષણકૃત રચાયાનો ઉલ્લેખ છે, પણ બન્ને હજુ અમુદ્રિત છે. સ્યાદ્વાદરત્નાકરની પૂનાની આવૃત્તિમાં વચ્ચે વચ્ચે ત્રુટક ભાગ બાદ જતાં આશરે ૨૦૦૦૦ લોક પ્રમાણ ગ્રંથ ઉપલબ્ધ થાય છે. આ પ્રમાણુનયતત્ત્વાલક ગ્રંથ તે સમય સુધીની સમગ્ર ન્યાયચર્ચાના દેહનરૂપે જૈન દષ્ટિએ રચાય છે. એ ગ્રંથ તથા એની ટીકાઓમાં સમગ્ર વૈદિક, બૌદ્ધ તથા દિગંબર તેમ જ વેતાંબર સાહિત્યની છાયા છે. ખાસ કરીને જયન્ત ભટ્ટની ન્યાયમંજરી, બોદ્ધ - પ્રવેશ, ન્યાયબિંદુ, તત્ત્વસંગ્રહ આદિ ટીકાઓ સહિત, સમીમાંસા અષ્ટશતી અષ્ટસહસ્ત્રી સહિત, પરીક્ષામુખ પ્રમેયકમલમાર્તડ સહિત, સિદ્ધિવિનિશ્ચય, અને સમ્મતિની અભયદેવસૂરિ વાળી ટીકા, ઉક્ત મૂળ તથા ટીકા ગ્રંથમાં પ્રતિબિંબિત છે-એ જ ગુણ પ્રમાણનયતત્ત્વાલકની મહત્તા છે. જેન ન્યાયના સર્વે સંગ્રહરૂપે નવીન અભ્યાસકને સંક્ષેપમાં પણ સંપૂર્ણ તત્વજ્ઞાન આપવાના ઉદ્દેશથી ઉક્ત ગ્રંથ રચાય છે. દિગંબર પરીક્ષામુખસૂત્રની ઘણી રીતે આ ગ્રંથમાં પૂર્તિ છે. આ બધા ગુણોને લીધે જેનેના મધ્યકાલીન સમયને પૂર્ણરૂપે પ્રતિનિધિત્વવાળા એ ગ્રંથ છે અને બૈદ્ધન્યાયમાં જેટલું પ્રમાણસમુચ્ચયનું સ્થાન મહત્ત્વનું છે તેટલું જ જેનન્યાયમાં પ્રમાણુનયતત્ત્વાલકનું મહત્ત્વનું સ્થાન છે. વાદિ શ્રી દેવસૂરિનાં પાંડિત્યની આ ગ્રંથ પર અનુપમ છાપ છે. જૈનન્યાયમાં ત્યારપછી શ્રી હેમચંદ્રાચાર્યના પ્રમાણમીમાંસા, મલ્લિણકૃત સ્યાદ્વાદમંજરી આદિ ગ્રંથે આવે છે. આમ સૈકાના નિચોડરૂપે તો ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના જ ગ્રંથે આવે છે. વેતાંબરોએ ન્યાયમાં ઉત્કર્ષ સાથે, ત્યારપછી દિગંબર કેટલેક ક ૧૫૨ ૪ [ શ્રી આત્મારામજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy