SearchBrowseAboutContactDonate
Page Preview
Page 917
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ન્યાયની પ્રાચીનતા અને ભારતીય ત્રિશાખિક ન્યાય વળી ભારતીય તત્વજ્ઞાનના ઈતિહાસ (History of Indian Philosophy ) ના લેખક 3. દાસગુપ્તનું પણ માનવું છે કે વાસ્યાયન ભાષ્યકારનો દશાવયવી વાયેજક તૈયાયિકે ઉલ્લેખ જૈન તૈયાયિકોને ઉદ્દેશીને છે અને તેનાં પ્રમાણમાં તેઓ પણ ઉક્ત દશવૈકાલિક નિર્યુકિતને દશાવયવી વાક્યપ્રયંગ દેખાડે છે. ( જુઓ પૃ. ૧૮૬). ડૅ. દાસગુપ્તને ઉક્ત ઉલેખ અંગ્રેજીમાં જ નીચે આપું છું. “When Vatsyayana in his Nyayasutrabhasya 1. 1. 32 says, that Gautama introduced the doctrine of five propositions as against the dootrine of ten propositions held by other logicians he probably had this Jain view in his mind." હવે ન્યાયસૂત્રનો સમય વિચારીએ: પ્રો. જેકેબીના મત પ્રમાણે, કૌટિલ્ય માત્ર આન્ધીક્ષિકીને જ ઉલ્લેખ કરતો હોવાથી, તેના સમયમાં એટલે ઈ. સ. પૂર્વે ૩૦૦માં ન્યાયસૂત્રનું અસ્તિત્વ ન હતું, પરંતુ હૈ. દાસગુપ્ત કહે છે કે ન્યાયસૂત્રમાં જે કે ઘણા ક્ષેપક સૂત્રોનો સમાવેશ થયેલ છે, પરંતુ કેવલ ન્યાય સંબંધના સૂત્રો પ્રાચીન છે અને તે ઈ. સ. પૂર્વે ૪૦૦ થી ૩૦૦ માં રચાયાં હતાં. પિતાના આ કથનના સમર્થનમાં ગેડસ્ટકરનો મત તેઓ ટાંકે છે કે પતંજલિ ( ઈ. સ. પૂર્વે ૧૪૦) અને કાત્યાયન (ઈ. સ. પૂર્વે ૪૦૦) ન્યાયસૂત્રના માહિતગાર હતા, પરંતુ તેઓ આગળ એમ લખે છે કે ન્યાયસૂત્રના કેવળ ન્યાય વિભાગની પૂર્વે પણ અન્ય દર્શનના વિચારકેની એ જ વિષય પર ન્યાયની વિચારણા હતી અને તેના સમર્થનમાં ઉક્ત પંચાવયવી વાય સંબંધી સૂત્ર પરના ન્યાય-ભાષ્યકારનો ઉલ્લેખ તેઓ ટાંકે છે અને ટિપ્પણમાં કહે છે કે તે બેશક જૈનમતને ઉદ્દેશીને છે. (જુઓ પૃ. ૨૮૦) અને એ રીતે ડે. દાસગુપ્ત પણ ભદ્રબાહુકૃત ન્યાયવિચારણાને ગાતમસૂત્રના પ્રાચીન ન્યાય વિભાગથી પણ પ્રાચીન માને છે. આ ઉપરથી જેન ન્યાયની પ્રાચીનતા તેમ જ સ્વતંત્રતા સિદ્ધ થાય છે. વધુમાં નીચે આપેલા ઉલ્લેખો પરથી માલૂમ પડશે કે ભગવાન ભદ્રબાહસ્વામી ઓછા અવયવના વાક્યના પ્રયોગથી પણ માહિતગાર હતા અને જિનેશ્વર ભગવાનનાં વચનકથન માત્રથી સિદ્ધ છે એમ કહી આગમપ્રમાણને સૂચવતા હોય એમ લાગે% છે. ઉક્ત ઉલ્લેખ આ પ્રમાણે છે: जिणवयणं सिद्धं चेव भण्णए कत्थइ उदाहरणं । आसज्ज उसोयारं हेउऽवि कहिं चि भण्णेजा ।। ४९ ॥ कत्थइ पंचावयवं दसहा वा सन्चहा न पडिसिद्ध । न य पुण सवं भण्णइ हंदी सविआरमक्खायं ॥ ५० ॥ તેઓ પંચાવયવી વાક્યને પણ સ્પષ્ટ ઉલ્લેખ કરે છે. તેમનું તાત્પર્ય એ છે કે પ્રોજન, અધિકારી વગેરે જોઈ એાછા કે વધારે અવયવના વાક્યને પ્રયોગ કરવો. જ ૧૪૨ જ [ શ્રી આત્મારામજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy