SearchBrowseAboutContactDonate
Page Preview
Page 883
Loading...
Download File
Download File
Page Text
________________ મહાકવિ વિમલસરિ અને તેમનું રચેલું મહાકાવ્ય પમચરિય વૈયાકરણએ આપ્યું હોય. પછીથી પ્રાકૃતભાષાના વ્યાકરણશાસ્ત્રીઓએ સંસ્કૃત ભાષાને પ્રકૃતિ એટલે પાયારૂપે ઉપયોગ પ્રાકૃત ભાષાના વ્યાકરણ લખવા માટે કર્યો. લેખકનું અનુમાન સાચું છે તે આ ઉપરથી જણાય છે કે પ્રાકૃત વ્યાકરણ સંસ્કૃતમાં જ અદ્યાપિ લખાએલાં છે અને પ્રાકૃત ભાષામાં છે જ નહિ. વરરચિએ પ્રાકૃતભાષાનું વ્યાકરણ રચ્યું છે તેને અહિં ઉલ્લેખ કરે જરૂર છે, કારણ કે તે જૂનામાં જૂનું પ્રાકૃતભાષાનું વ્યાકરણ છે. તેના ૧૨ પરિચ્છેદોમાંથી ૯ મહારાષ્ટ્રી માટે, ૧ પૈશાચી માટે, ૧ માગધી માટે અને ૧ શૌરસેની માટે–આ પ્રમાણે પ્રાકૃત વ્યાકરણ રચ્યું છે. અહિં અપભ્રંશ માટે તેમ જ અર્ધમાગધી માટે ખાસ પ્રકરણે આપ્યાં જ નથી તેમ તેઓને ઉલેખ પણ નથી. . પી. ડી. ગુણે એમ. એ. પી. એચ. ડી. અને સ્વ. ચીમનલાલ ડાહ્યાભાઈ દલાલનું કહેવું એમ છે કે બૌદ્ધોના સારિપુત્ર પ્રકરણમાં જે ભાષા વપરાએલી છે તેના કરતાં વરસચિએ આપેલી શૌરસેની અર્વાચીન છે એટલે જ ઇ. સ. પછી ત્રીજા સૈકામાં વરરુચિને મૂકી શકાય. (જુઓ ભવિયત્તકહાનો તેમનો ઉપોદઘાત ) વરરુચિના પ્રાકૃત પ્રકાશ ઉપર કાત્યાયનની પ્રાકતમંજરી, ભામહની મનોરમા, વસંતરાજની પ્રાકૃતસંજીવની, સદાનંદની સુબોધિની એમ ચાર ટીકાઓ લખાઈ છે. ભામહની મનેરમા હમણાં જ મૂલ વ્યાકરણ સાથે આ લેખકના પરમગુરુદેવ આરાધ્ધપાદ શ્રી શ્રી શ્રી પરશુરામ લક્ષ્મણ વૈદ્ય એમ. એ; ડી. લી. તરફથી સંપૂર્ણપણે અંશેષિત અને વિદ્વત્તાપૂર્ણ અને વિવેચનાત્મક ઉપોદઘાત સાથે બહાર પડેલ છે. વરચિનાં છેલ્લાં ત્રણ પ્રકરણે બહુ જ સંક્ષિપ્ત છે. સંભવ છે કે કાલક્રમે તેમાંથી અનેક સૂત્રે ઓછાં થયાં હોય ! અર્ધમાગધી અને અપભ્રંશનાં જુદાં પ્રકરણના અભાવ વિષે જે ઉલ્લેખ થયો છે તે વિષે આ લેખકનું નમ્ર મંતવ્ય એવું છે કે વેરરુચિ પછી તરત જ કાલપ્રવાહમાં તેઓ અદશ્ય થયાં હોય ! સત્ય વસ્તુ શું છે તે તો પ્રભુ જાણે પણ આ તે લેખકની એક માન્યતા છે. આ વ્યાકરણ વાંચવાથી આપણને તત્કાલીન પ્રાકૃત સાહિત્યને ખ્યાલ આવે છે. અહિં વરચિ વિષે જે કંઈ લખ્યું છે તે એટલા જ ઉદ્દેશથી કે પઉમચરિયના પૂર્વેનું, તેનું સમકાલીન, તેના પછીનું પ્રાકૃત સાહિત્ય કેટલું વિપુલ હતું તેને સાધારણ ખ્યાલ આવે. પઉમચરિયમાં જે જે અપભ્રંશના શબ્દો અને પ આવે છે તે માટે અહિં અપભ્રંશ સાહિત્ય વિષે ઉલ્લેખ કરવો આવશ્યક છે. પાતંજલ મહાભાષ્યના કર્તા મહર્ષિ પતંજલિના મતાનુસાર અપભ્રંશ એ સંસ્કૃત રૂપનું એક અતિવિકૃત રૂપાંતર છે. નાટ્યશાસ્ત્રના પ્રખ્યાત કર્તા ભરતાચાર્ય અને જ વિભ્રંશ કહે છે એમ આ લેખક માને છે. ભરતાચાર્ય ૭ ભાષાએાને ઉલેખ કરે છે પણ વિભાષાઓનાં જાદાં જુદાં સ્પષ્ટ નામો તે સમયે હતાં નહિ એટલે જ અપભ્રંશનું નામ ત્યાં જોવામાં આવતું નથી. ભરતાચાર્યે “ ઉકાર બહુલા ” ભાષાને સિંધુ, સૌવીર આદિ દેશોમાં ઘણો જ પ્રચાર હતો તે જણાવ્યું છે. કાવ્યાલંકારના લેખક ભામહે પણ અપભ્રંશની નોંધ લીધી છે. કાવ્યાદર્શના કર્તા દડાં કવિએ સાહિત્યના ચાર ભાગ પાડ્યા છે, તેમાં પણ અપભ્રંશની નોંધ લીધી છે. કંટ, રાજશેખર, નમિસાધુ વિગેરે લેખકોએ પણ અપભ્રંશની નોંધ લીધી છે. હેમાચાર્યને વ્યાકરણને અપભ્રંશ ભાગ બહુ જ પ્રખ્યાત છે એટલે અહિં લેખકે નેધ લીધી નથી. આ ટૂંકી નોંધ ઉપરથી આપણે આટલું તે જાણી શકીએ છીએ કે ઈ. સપૂર્વેની ૧ લી અને રજી સદીઓમાં તે ચાલુ હતી; ઈ. સ. પછી બીજા અને ત્રીજા સૈકામાં સિંધ, સુરાષ્ટ્ર વિગેરે દેશોમાં પણ બોલાતી હતી; અને છઠ્ઠા સૈકામાં તો સાહિત્યની બાષા તરીકે કાવ્યાદર્શકાર દડીએ તેને ઊંચું સ્થાન આપ્યું હતું. * ૧૧૦ * [ શ્રી આત્મારામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy