SearchBrowseAboutContactDonate
Page Preview
Page 880
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શાંતિલાલ ના પ્રાધ્યાયતે સમયમાં માણસો શણગાર સજવાનું ઠીક ઠીક જાણતાં હતાં. મોટામોટા ઉત્સવો અને પર્વો વખતે સ્ત્રીઓ અને પુરુષો બહાર જતાં અને સુંદર વસ્ત્રો પરિધાન કરી આભૂષણ અને અન્ય અંગરાગવડે શરીરને સુશોભિત કરી આનંદ કરતાં. પઉમરિયમાં ઘણાં આભૂષણોનાં નામો આવે છે જેવાં કે મુકુટ, વરહાર, ચૂડામણિ, કટક, કેયૂર, કુડલ, કટીસૂત્ર, વિગેરે વિગેરે. કપડાં–લત્તાં પણ કિંમતી અને બહુ જ સફાઈદાર અને મુલાયમ હોય તેવાંને જ તે પ્રસંગે ઉપર ઉપયોગ થતો. શરીરની સુંદરતા વધારે દેખાડવા કુંકુમ આદિ સુગંધી દ્રવ્યને અંગરાગ કરવામાં આવતા હતા. એવા એવા ઉત્સવ વખતે માણસો ગામબહાર સારા સારા ઉદ્યાનમાં, અન્ય આરામગેહમાં, તલાવને કાંઠે, આમ્રવાટિકામાં કે અન્ય સુંદર વિરામસ્થાનોએ જઈ ઉજાણી કરી મોજ માણતાં હતાં. ત્યાં આગળ જુદી જુદી જાતનાં ખાઘ અને પેય પદાર્થોનો મોટા પ્રમાણમાં ઉપયોગ થતો. ગમ્મતમાં વધારો કરવા માટે, હાલમાં જેમ રામલીલા, પાંડવલીલા વિગેરે ગામડાઓમાં ભજવાય છે તેમ તે સમયે તે પ્રસંગો માટે લેકે પિતાની મેળે જ એવા હાસ્યરસપૂર્ણ પ્રસંગે ગઠવી લેતાં. તેને પ્રયોગ કરવામાં આવતા અને સર્વે પ્રેક્ષક આનંદમાં સમય વીતાવતા. વિદૂષક બહુ જ પ્રખ્યાત હતું. તેનું બનાવટી કાન, નાક વિગેરે વાળું મોટું પણ પ્રખ્યાત હતું. સંગીતમાં પણ કે ઘણે જ રસ લેતા હતા. ઉપર વર્ણવેલા પર્વો અને ઉત્સવોના દિવસોએ સંગીતના જલસાઓ થતા અને લેકોના મન ઘણુ જ આનંદિત થતાં. પઉમરિયમાં ઘણું વાજિંત્ર અને વાઘવિશેનાં નામે આપ્યાં છે જેવાં કે પડુ પટહ, દુભિ, તૂર, ભેરી, ઝલ્લરી, આઇ, મૃદં, શ, પણુવાણ, ઘટ્ટ, કાહલ, ભમ્ભા, ડમરુ, ઢક્કા, તલિમાં, હુડુક્ક, વિગેરે. આમાનાં ઘણાં યુદ્ધ સમયે દ્ધાઓને પાણી ચઢાવવા કામમાં આવતાં હતાં, બીજા રાજામહારાજાઓના મહેલેની ડોઢીઓએ બન્દીને વગાડતા હતા. ઉસના સમયે ખાવાપીવાની મોજ, ગાનતાન, નાટકચેટક વિગેરેની સાથે સાથે નાચનો પણ સુંદર ઉમેરો થતા હતા. પઉમરચયિમાં ઘણે સ્થળે નાચનાં ટૂંકા વર્ણને આવે છે. આ નાચ પદ્ધતિસર કરવામાં આવતા હતા. પ્રેક્ષકે દરેક જાતનો હાવભાવ જોઈ શકતા હતા. આ નાચ વિલાસયુક્ત હતો. નાચતી વખતે પદનિક્ષેપ પણ લીલાયુક્ત રીતે જ કરવામાં આવતો હતો. સાથે સાથે નાચનાર વ્યકિતના શ્રુવિલાસ અને સુંદર અને લાક્ષણિક કટાક્ષો ઘણાને મોહિત કરતા હતાં. આ બધું તો ઠીક પણ સાથે સાથે ઘણા માણસો જાદી જુદી જાતની ધમાધમી અને મસ્તીમાં આનંદ લેતા હતા. અન્ય માણસ આનંદના ઉભરામાં મુકતકણઠે અવાજે કરી હર્ષ પ્રદર્શિત કરતા હતા. આવા પ્રસંગોએ સાર્વજનિક ઉદ્યાન અને આરામગહેને ધ્વજપતાકાવડે શણગારવામાં આવતાં હતાં કે જેથી માણસેના આનંદ સાથે સ્થાનની શોભામાં પણ અભિવૃદ્ધિ થતી હતી. તત્કાલીન યુદ્ધકલા પણ ઉંચી કોટિની હતી. રથ, વિમાન, શિબિકા, આદિ વાહને વપરાશમાં હતાં. પ્રાણુઓમાં હાથી, ઘોડા, વૃષભ, મહિષ, વરાહ વિગેરેનો ઉપયોગ કરવામાં આવતા હતા. યુદ્ધના હથિયારમાં ઘણાં ઘણાં શસ્ત્રો તે સમયે પ્રચલિત હતાં. દા. ત. અસિ, લષ્ટિ, કણય, ચક્ર, તોમર, ઘન, પ્રહરણ, ૫ડણ, પરશુ, પટિશ, શક્તિ, શરબાણ, અશનિ, મુદગર, ફલિહ, (પરિઘ), શિલાશલ્ય, ભિડમાલ, ખેડય (ખેટ), ઝસર, કુન્ત, સમ્બલ, ખડ્ઝ, કપ, કરવાલ, થલ, મુકુંઢિ વિગેરે વિગેરે. તે સમયમાં માણસે જુદીજુદી જાતના હીરા, મોતી, માણેક આદિથી સુપરિચિત હતાં. પઉમચરિયામાં ઘણાં નામ આવે છે. દા. ત. મણિ, રન, મૌતિક, વૈર્ય, વજ, મરકત, કર્ક તન, સૂરકાન્ત, ઈન્દ્રનીલ, વિકુમ, પુષ્પમણિ, પારાગ વિગેરે. તેનું પણ કનક, કાંચન, જાખુનદ વિગેરે ત્રણ પ્રકારે જાણીતું હતું. શતાબ્દિ ગ્રંથ) * ૧૦૭ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy