SearchBrowseAboutContactDonate
Page Preview
Page 862
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત લાલચંદ્ર ગાંધી કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય જેણે ગૂર્જરેશ્વર સિદ્ધરાજની અભ્યર્થનાથી સાંગ સુવૃત્તિ-સુગમ સિદ્ધહેમશબ્દાનુશાસન રચ્યું અને જેના શબ્દાનુશાસનને સિદ્ધરાજે પટ્ટહસ્તી પર સ્થાપી સન્માનિત કર્યું. જેમના સદુપદેશથી સિદ્ધરાજે સિદ્ધપુરમાં સિદ્ધવિહાર (મહાવીર જિન-મંદિર) તથા પાટણમાં રાજ-વિહાર (જિનમંદિર) કરાવ્યું, તે કલિકાલ સર્વજ્ઞ નામથી પ્રખ્યાત હેમચંદ્રાચાર્ય. ધર્મષસૂરિ સિદ્ધરાજ જયસિંહથી સન્માનિત, પૂર્ણિમા પક્ષ-પ્રકાશક ચંદ્રપ્રભસૂરિના શિષ્ય ધર્મઘોષસૂરિ. આનંદસૂરિ અને અમરચંદ્રસૂરિ સિદ્ધરાજની રાજસભામાં જેમની સરસ્વતી પ્રસરતાં પ્રાજ્ઞો નમ્ર બન્યા હતા, બાલ્યવયમાં પણ વાદીરૂપી મદમસ્ત ગજે સામે વિક્રમ દર્શાવતાં જેમને સિદ્ધરાજે “વ્યાઘશિશુ” અને “સિંહશિશ” બિરૂદ આપ્યાં હતાં–તે નાગેન્દ્ર ગછના શાંતિસૂરિના પટ્ટધરો આનંદસૂરિ અને અમરચંદ્રસૂરિ. જેમના શિષ્ય હરિભદ્રસૂરિ કલિકાલૌતમ જેવી સચ્ચ ૧ આ સિવાય સિદ્ધરાજના સમકાલીન અન્ય આનંદસૂરિ, બ્રહદ્દગચ્છના સુપ્રસિદ્ધ મુનિચંદ્રસૂરિના ગુરૂબંધુ હતા, જે તેમનાથી શિક્ષિત, દીક્ષિત અને સૂરિપદ પર પ્રતિષ્ઠિત થયેલા હતા. ત્રીજા આનંદસૂરિ, વિક્રમની તેરમી સદીમાં ધર્મ જોષસૂરિના અનુયાયીઓમાં થઈ ગયા–જે સર્વ સચ્ચરિત્ર પૂજ્ય પુરુષો હતા, તેવા ઐ. ઉલ્લેખો પ્રાપ્ત થાય છે અને બીજી રીતે જૈનાચાર્યોની આચરણશૈલી સ્વાભાવિક રીતે જ ઉચ્ચપ્રકારની હોય છે. આમ હોવા છતાં આ . પવિત્ર નામનો અન્યત્ર દુરુપયોગ થયો છે. એથી અહિં એક ભ્રમ નિવારવાનું ઉચિત વિચારું છું. ઘનશ્યામ અને પાછળથી ક. મા. મુનશીના નામે પ્રકટ થયેલા લેખકની નવલકથાઓમાં “પાટણની પ્રભુતા ” નામથી જાણીતી કથામાં ગમે તે આંતરિક કારણે * આનંદસૂરિ' નામક એક જેન વ્યક્તિ પર, વિના આધાર, મિથ્યા આરોપ મૂકી તેની કાલ્પનિક દુષ્ટતા ચિતરી એ પ્રકારે જેનાચાર્ય પ્રત્યે અને તેનાથી જૈનધર્મ અને જૈન સમાજ તરફ ધૃણાવૃત્તિ-તિરસ્કારવૃત્તિ કેળવવાને અણછાજતો પ્રસંગ ઉભો કરવામાં આવ્યો છે, જે ઈતિહાસના સાચા અભ્યાસી, મધ્યસ્થ ન્યાયશીલ, શિષ્ટ વિચારકને અસહ્ય લાગે તેવો છે. પરમહંત ગૂર્જરેશ્વર કુમારપાળના પિતામહ દેવપ્રસાદને, પાટણના નવણિક નગરશેઠ અને મહામાત્ય મુંજાલની બહેન હંસાના પતિ તરીકે કલ્પી, તેને જૈનધર્મને હેલી સૂચવી તેનું કદથનાપૂર્વક ખૂન કરવાનું તથા સમહાલય બાળવા જેવું અસંભવિત અશય ભયંકર નીચતાપૂર્ણ અધમકામ કલ્પનાસૃષ્ટિથી સજી તેનું આપણુ નિર્દોષ જૈનાચાર્ય આનંદસૂરિ પર કરી, વાચકોનો બુદ્ધિ-વ્યામહ કરવા લેખકે કુત્સિત પ્રયત્ન કર્યો છે. અન્ય લેખકો પણ એ માગું અનુકરણ કરવા દોરાતા હોય–તેમના અનુયાયી બનતા હોય તેવું જણાય છે. પાટણની પ્રભુતા' ના ‘જતિ કે જમદૂત' જેવા પ્રકરણ પછી અન્ય લેખકના “ પરમાર ધારાવ ” માં જતીનાં જાદુ ” જેવું અસંબદ્ધ પ્રકરણ જોવા મળે છે; એ સિવાય શતાબ્દ ગ્રંથ ] * ૮૯ * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy