SearchBrowseAboutContactDonate
Page Preview
Page 838
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. રાજપાળ મગનએલ હાર દરવાજારૂપ આ મનુષ્યભવમાં તો પરમ ઉપકારી એવા અર્વતની પ્રતિમાનું પૂજન અવશ્ય કરવું જોઈએ, એ બુદ્ધિથી પણ યુક્ત જણાય છે. આ સિવાય શાસ્ત્રોમાં મનુષ્યોએ પણ જિનપ્રતિમાને પૂજન-વંદન કરેલ છે તેવા ઉલ્લેખ મળે છે. જેમકે શ્રી જ્ઞાતાસૂત્ર કે જેની ગણના ગણધરગુથિત અંગસૂત્રોમાં થાય છે તેમાં પણ દ્રૌપદી મહાસતીના અધિકારો આવે છે કે, ઉત્તમ એવી તે રાજકન્યા દ્વપદી સ્નાનાદિકથી શુદ્ધ બની, પૂજાને ગ્ય એવા મંગલ વસ્ત્રો પહેરીને જિનઘરને વિષે આવે છે અને જિનપ્રતિમાને જોતાં બહુમાનપૂર્વક વંદન કરે છે. તેમ જ સૂર્યાભદેવની માફક તે દ્રપદી પણ સ્નાનાદિકથી માંડી યાવત્ ધૂપ ઉવેખવા સુધીની દરેક ક્રિયા કરે છે અને પ્રાંતે શકસ્તવનો પાઠ કહે* છે. તેમ જ ભગવતીજી નામના અંગસૂત્રમાં ગૌતમસ્વામીના પ્રશ્નના પ્રતિ ઉત્તરમાં જ્ઞાતનંદન ભગવાન વીર, જંઘાચારણ અને વિદ્યાચારણની જવા આવવાની કેવી શક્તિ હોય તે જણાવવાની સાથે તેઓ ચિને વાંદે છે તેમ કહેલ છે. સ્થાનાંગસૂત્રમાં દશ પ્રકારના અને ચાર પ્રકારના સત્ય કહ્યા છે ત્યાં એક સ્થાપના સત્ય પણ કહેલ છે અને જ્યાં સ્થાપનાની સિદ્ધિ થાય છે. ત્યાં મૂર્તિ તે સહેજ આવે છે. વળી શ્રી આદ્રકુમારને પ્રતિબોધવા માટે શ્રીમાન અભયકુમાર જિનપ્રતિમાને મોકલે છે અને તેને જોતાં શ્રી આદ્રકુમારને જાતિસ્મરણ જ્ઞાન થાય છે અને આર્ય દેશમાં આવી તેઓશ્રી ભગવતી દીક્ષા અંગીકાર કરે છે. આ પણ ભગવાન મહાવીરદેવના સમયની જ વાત છે. ઐતિહાસિક દ્રષ્ટિએ પ્રતિમાની પ્રાચીનતા જાણવા માટે એટલું જ કહેવું બસ થશે કે, જેમણે ભૂતકાળના ઈતિહાસના પેટાળમાં ઊતરીને ભૂતકાળને સજીવન કર્યો હોય એવા આ વિષયના જ્ઞાતાઓને આ વિષે લખવાને મારા કરતાં વધુ અધિકાર છે, પરંતુ એટલું તે સર્વમાન્ય છે કે મહારાજા સંપ્રતિએ જિનમંદિરથી પૃથ્વીને મંડિત કરી દીધી હતી અને ત્યારપછી પણ દરેક શાસનપ્રભાવિક મહાપુરુષોના સમયે તેને નવપલ્લવતા મળી છે. શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજના વખતે પરમહંત મહારાજા કુમારપાળે પણ અનેક નવાં જિનમંદિરે કરાવ્યાં છે તથા અનેક પ્રાચીન મંદિરોને જીર્ણોદ્ધાર કરાવેલ છે. તેમ જ ઉદારચિત્ત જૈન મહાઅમાત્યે શ્રી વિમળશાહ અને વસ્તુપાળ-તેજપાળે પણ અઢળક દ્રવ્યને વ્યય કરીને દેવ-વિમાન જેવાં ભવ્ય અને અજોડ કતરણીવાળાં-આજે પણ પ્રેક્ષકોને ઘડીભર મુગ્ધ કરે તેવાં–મંદિર બંધાવ્યાં છે. ભારતવર્ષમાં તે પ્રભુ–મંદિરે અને પ્રભુ-મૂર્તિઓ વિદ્યમાન છે જ, પરંતુ એક કાળે ચરોપાદિ દેશોમાં પણ જિનપ્રતિમા અને જિનમંદિરે હતાં એમ સિદ્ધ થઈ શકે છે. “ જૈન” (પત્રના રી-મહોત્સવ મરણાંકમાં મુનિરાજ શ્રી જ્ઞાનસુંદરજીનો “યુરોપમેં જેન મંદિર” શીર્ષક એક લેખ પ્રસિદ્ધ થયેલ છે, જેમાં તેઓશ્રી જણાવે છે કે-“આસ્ટ્રીયાની અંતર્ગત હંગરી પ્રાંતના બુદાપેસ્ટ નગરની પાસે એક અંગ્રેજ ખેડુતને ખેદકામ કરતાં ચરમ તીર્થપતિ જેનાગોના આધારે જોઈએ તો દ્રૌપદીને થયાં લગભગ ૮૪૦૦૦ હજાર વર્ષ થયાં છે. એટલે રાશી હજાર વર્ષ પૂર્વે પણ જિનપૂજ પ્રચલિત હતી તેમ જણાય છે. શતાબ્દિ ગ્રંથ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy