SearchBrowseAboutContactDonate
Page Preview
Page 794
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિરાજશ્રી ચતુરવિજયજી આ વંશવૃક્ષમાં આપેલા કેટલાક આચાર્યોને ટૂંક પરિચયહર્ષપુરીયગચ્છ– આ ગચ્છ કયા આચાર્યથી કયા સમયમાં નીકળ્યો તેને કંઈ નિશ્ચય થયો નથી, પરંતુ અજમેરૂ પાસે આવેલા હર્ષપુર નામના નગર ઉપરથી આની પ્રસિદ્ધિ થઈ હોય એમ સંભાવના થાય છે. કટિકગણ, ભારદ્વાજ વંશ અને પ્રશ્નવાહન કુળની આ એક શાખા છે. આ ગ૭માં નરેંદ્રાદિપ્રતિબંધક, સાહિત્યના ભ્રષ્ટાઓ, વાદીન્દ્રો તેમજ તપસ્વીએ અનેક થયા છે. શ્રી બુ. સા. કૃત ગચ્છમત પ્રબંધમાં કાન્યકુજ(કજ)નરેશ આમરાજાના પ્રતિબંધક શ્રી બપભદિસૂરિ આ ગચ્છમાં થયાનું જણાવે છે, પરંતુ મને તેને કઈ ચોકકસ પુરાવો પ્રાપ્ત થતું નથી. જે કદાચ એમનું કથન સત્ય હોય તે વિક્રમની આઠમી નવમી શતાબ્દિ પૂર્વેને ગ૭ સંભવે. શ્રી અભયદેવસૂરિ– નવાંગી ટીકાકાર તથા સન્મતિતર્કના વૃત્તિકાર કરતાં આ આચાર્ય ભિન્ન છે. એમણે શ્રી મુનિચંદ્રસૂરિના સહવાસથી શિથિલતા દૂર કરી મુનિમાર્ગમાં પુન: જાગૃતિ આણી હતી. મોટા ભાગે વિહાર પણ તેમની સાથે જ કરતા હતા. શ્રી વીરદેવ મુનિએ એમને મંત્રાદિ વિધિવિધાનો શીખવ્યાં હતાં. ગુર્જરેશ કર્ણદેવ રાજાએ એમને “માલધારી” નામે પદ અર્પણ કર્યું હતું, તેથી તેમનાથી મલધારી ગ૭ની શરૂઆત થઈ. મલયગ૭ પણ કહેવાય છે. ૬ શ્રી વિનયવિજય ઉપાધ્યાયે સં. ૧૬૯૬માં રચેલી શ્રીકલ્પસૂત્ર સુબોધિકાવૃત્તિના આઠમા વ્યાખ્યાનમાં પ્રિયગ્રંથસૂરિના પ્રસંગે “૩૦૦ જિનમંદિર, ૪૦૦ લૌકિક પ્રાસાદ, ૧૮૦૦ બ્રાહ્મણોનાં ઘર, ૩૬ ૦૦ વણિકોનાં ઘર, ૯૦૦ બાગબગીચા, ૭૦૦ વાવો, ૨૦૦ કુવા અને ૭૦૦ દાનશાળાઓથી અલંકૃત” આ પ્રમાણે વર્ણન કરેલું હોવાથી પ્રથમ આ શહેર પુષ્કળ આબાદીસંપન્ન અને અત્યંત પ્રાચીન હોય એમ જણાય છે. ७ राजानः प्रतिबोधिता: कति कति ग्रन्थाः स्वयं निर्मिता, __ वादीन्द्राः कति निर्जिताः कति तपांस्युग्राणि तप्तानि च । श्रीमद्धर्षपुरीयगच्छमुकुटैः श्रीसूरिसूत्रामलै: सच्छिष्यमुनिभिश्च वैति नयरं वागीश्वरं तन्मतम् ॥ सङ्गी० अ० ६, श्लो० ४८. ૮-૯ જુઓ મલધારી શ્રી હેમચંદ્રસૂરિવિરચિત જીવસમાસ વિગેરેની પ્રશસ્તિઓ લે. ૬-૭-૮ ૧૦ શ્રી મેરૂતુંગરિકૃત પ્રબંધચિંતામણિના આધારે સં. ૧૧૨૮ ના ચૈત્ર વદિ ૭ ને સોમવારે હસ્ત નક્ષત્ર અને મીન લગ્નમાં કર્ણદેવને રાજ્યાભિષેક થયો હતો. તે કર્ણ એકંદર ૨૯ વર્ષ, ૮ માસ અને ૨૧ દિવસ રાજ્ય કરી સં. ૧૧૫૦ ના પોષ વદિ ૩ ને શનિવારે શ્રવણ નક્ષત્રે વૃષ લગ્નમાં સિદ્ધરાજને ગાદીએ બેસાડી દેવલોક પામ્યો હતો. तद्गच्छेऽभयदेवसूरिसुगुरोः श्रीकर्णभूपेन यः । સંજ્ઞા શ્રીમધારિનેતિ.........સ્વયં નિર્મિતા સંગી. અ. ૬ લે. ૪૯. શતાબ્દિ ગ્રંથ ] * ૨૯ કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy