SearchBrowseAboutContactDonate
Page Preview
Page 763
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતની જૈન સંસ્કૃતિ નદીની જોડી,–આમ પૃથ્વીતલ ઉપરની પર્વત, સિંધુ, રણ અને નદી જેવી વિશિષ્ટ વિભૂતિઓના પરિકરથી પરિવૃત થએલી આ ભૂમિ જાણે કોઈ દિવ્યશક્તિધારિણી દેવી હોય તેવી શેભે છે. ગૂર્જરભૂમિની આવી સુંદરતા અને સુભગતાને સાંભળી ઠેઠ ઈતિહાસકાળથી લઈ વર્તમાન શતાબ્દિના આરંભ સુધીમાં અનેક પ્રજાવર્ગો એને ઉપભોગ કરવા કે આશ્રય લેવા આકર્ષાયા છે. પૌરાણિક યાદવોથી લઈ કાંકણી પેશ્વાઓ સુધીના શક્તિશાળી ભારતીય રાજવીઓએ આ ભૂમિને પિતાના સામ્રાજ્યની સામ્રાજ્ઞી બનાવવા માટે મહાન પ્રયત્નો કર્યા છે. તેમ જ યવન અને ગ્રીકાથી લઈ બ્રિટિશ સુધીના વિદેશીય રાજ્યલેલુપ રાજવર્ગોએ પણ એ સુંદરીના સ્વામી થવા માટે અનેક કષ્ટો અને દુઃખો વેઠયાં છે. રાજ્યલોલુપ ક્ષત્રિયોની માફક ધનલોલુપ વૈો પણ આ ભૂમિની આરાધના કરવા ઓછા નથી આવ્યા. યવન, ચીની, ગ્રીક, પારસિક, ગાંધાર, કંબોજ, માલવ વિગેરે પ્રાચીન જગતના વૈશ્ય તેમજ ડચ, વલંદા, પોર્ટુગીઝ, ફ્રેંચ, જર્મન, અંગ્રેજ અને અમેરિકન વગેરે અર્વાચીન દુનિયાના સોદાગર પિતાનું દારિદ્રય-દુઃખ દૂર કરવા માટે હમેશાં આ ભૂમિના કૃપાકટાક્ષની આશા કરતા રહ્યા છે. “સજાવ્યા જેને રસ શણગાર –કવિવર ન્હાનાલાલની આ ઉકિત યથાર્થ જ છે. જેનોએ આ ભૂમિને અને તેની પર્વતમાળાઓને જગતમાં જેની જોડ નથી તેવા કળાના ઉત્તમ નમૂના સમ ભવ્ય પ્રાસાદથી અલંકૃત કરેલી છે. જ્યાં નજર નાખો ત્યાં આ ભૂમિની વિશિષ્ટતારૂપ જેન પ્રાસાદે શોભી રહ્યા છે. જૈન સંસ્કૃતિ અને તેના અજોડ ‘અહિંસા પરમો ધર્મ:' ના સિદ્ધાંતની છાયા સમસ્ત ગુર્જર પ્રજાના જીવન સાથે એટલી બધી વણાઈ ગઈ છે કે ગિરિગુફાથી શરૂ કરી સમૃદ્ધ શહેર લગીના આ ભૂમિના કેઈ પણ ભાગમાં વસનાર ગુર્જરપુત્ર તેની અસરમાંથી મુકત નથી. લગભગ આખાયે ગૂજરાતમાં પ્રજાના નૈતિક જીવન ઉપર જૈન ધર્મ ઊંડી અસર કરી છે. ગુજરાતની મહાજન સંસ્થાઓના વિકાસમાં જેનોનો ફાળો ઘણું મટે છે. પ્રાચીન કાળથી હમેશાં તેઓ રાજકીય અને નાણાં વિષયક બાબતોમાં મોખરે રહ્યા છે. યાદવકુલતિલક, બાળબ્રહ્મચારી, તીર્થકર અરિષ્ટનેમિ અને તેમના પિતરાઈ ભાઈ શ્રીકૃષ્ણની બેલડીએ નૈષ્ઠિક બ્રહ્મચર્યયુક્ત સાધુજીવન અને નિષ્કામ કર્મચગના આદર્શો ગુર્જર સંતાન પાસે મૂક્યા. આ ઉચ્ચ આદર્શોને વારસો મેળવનાર અને તેને જીવનમાં ઉતારી પ્રગતિ સાધનાર પ્રજાનો, તે પછીના લગભગ ત્રણ હજાર વર્ષને રસિક ઇતિહાસ આજ લગી અણશોધ્યો પડ્યો છે. ત્યારબાદ જૈન રાજર્ષિ ચંદ્રગુપ્ત મૌર્યે આ પ્રદેશ જીતી લઈ મહાન મૌર્ય સામ્રાજ્ય સાથે જોડી દીધું. તેના પ્રપૌત્ર મહારાજા સંપ્રતિએ ગૂજરસંતાનને જગતના અજોડ સંત પ્રભુ મહાવીરના “ અહિંસા પરમો ધર્મ: ” ના પાઠ ભણાવ્યા અને આ પુણ્યભૂમિને અસંખ્ય જૈન પ્રાસાદથી વિભૂષિત કરી. આ અણમેલા પાઠ ગૂર્જરસંતાનોએ સુંદર રીતે વિકસાવ્યા અને ભવિષ્યને માટે જેવા ને તેવા જાળવી રાખ્યા. કાળાંતરે મૌર્ય સામ્રાજ્ય નબળું પડી નાનાં નાનાં રાજ્યમાં વહેંચાઈ ગયું. આર્યાવર્તામાં બળવાન બનેલો બૌદ્ધધર્મ ગુજરાતમાં પણ આવ્યો અને થોડા વખત માટે જેન તને ઝાંખી કરી. થોડા સમયમાં જૈનાચાર્ય શ્રી ધનેશ્વરસૂરિએ વલ્લભીપુરના સૂર્યવંશી મહારાણા શીલાદિત્યને ઉપદેશ આપી, જેનધર્મને રાજ્યધર્મ બનાવ્યો અને તેની પાસે શત્રુંજયને ઉદ્ધાર કરાવ્યું. વલ્લભીપુર જૈન ધર્મનું કેન્દ્ર બન્યું. એક સમયે ત્યાં ૮૪ જિનમંદિરે જૈનધર્મને વિજયધ્વજ ફરકાવી રહ્યાં હતાં. ૪ * [ શ્રી આત્મારામજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy