SearchBrowseAboutContactDonate
Page Preview
Page 752
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિરાજશ્રી ચરણવિજયજી વીસમી સદીના પ્રચંડ તેજસ્વી અને જિનશાસનરૂપ અંબરતલમાં ઝળહળતા તિર્ધર હતા. અનેક મુનિવર સંયમતેજથી, જ્ઞાનગુણથી ચળકતા હતા છતાં એ સર્વમાં શ્રી આત્મારામજી મહારાજને પ્રભાવ અને ચારિત્ર્યતેજ અનેરું જ પ્રકાશમાન થતું. તેઓશ્રીના પ્રચંડ જ્ઞાનભાસ્કરની દીપ્ર-તિને ઝીલનાર કોઈ નહતું છતાં સાક્ષાત્ પોતે મહાસભ્ય અને દર્શનીય મૂત્તિમન્ત જ્ઞાનદિવાકર હતા. તેઓશ્રીના ઝળહળતા જ્ઞાનદિવાકરના નિર્મલ તિ:પુંજને જોઈને અને તેઓશ્રીના શાંત, ગંભીર ચારિત્ર ગુણ-ગંગાને સ્ફટિક સમ વિશુદ્ધ પ્રવાહને નીહાલીને જોધપુરના સકલ શ્રી સંઘે અત્યન્ત પ્રસન્ન થઈ તેઓશ્રીને ન્યાયાંનિધિનું બિરુદ આપ્યું, જે અદ્યાવધિપર્યત તેઓશ્રીના શુભ નામની સાથે જોડવામાં આવે છે. ખરેખર તેઓશ્રી આ સદીના પરમ પ્રતાપી, અખંડ તેજસ્વી એક તિર્ધર હતા. સંગીપક્ષના આદ્ય-આચાર્ય : ઈતિહાસ સ્પષ્ટ જાહેર કરે છે કે આચાર્ય શ્રી વિજયસિંહસૂરિ પછી સંવેગી પક્ષમાં આજસુધી કેઈ આચાર્ય થયા જ નથી. અનેક પંન્યાસો, ગણીઓ અને પંડિતો વિગેરે થયા પરંતુ આચાર્યપદ કેઈને પ્રાપ્ત થયું નથી. જ્યારે લગભગ દોઢસોથી બસો વર્ષના ગાળામાં સંવેગી પક્ષમાં આચાર્ય ઉપલબ્ધ થાય જ નહીં ત્યારે ચાલુ સદીના ઇતિહાસ પૃષ્ઠો સાક વિદે છે કે વિક્રમ સંવત ૧૯૪૨ ના કાર્તિક માસમાં પાલીતાણા તીર્થમાં સમસ્ત હિન્દુસ્તાનના જૈન સમાજના સુપ્રસિદ્ધ આગેવાનો પાંત્રીસ હજારની વિશાલ સંખ્યામાં એકત્ર થએલા શ્રીસંઘે પૂજ્યપાદ શ્રી આત્મારામજી મહારાજની કુશાગ્ર બુદ્ધિ, તલસ્પર્શી જ્ઞાન, નિરભિમાનતા, નિર્મલ ચારિત્ર્ય, પૈયતા, શાંતતા, ગંભીરતા વિગેરે અનેક ગુણરાશિથી આકર્ષાઈને, મુગ્ધ થઈને મોટા આડંબરથી, મહાન ઉત્સવથી અને ભવ્ય સમારેહથી શ્રી આત્મારામજી મહારાજને આચાર્ય પદવી સમર્પણ કરી અને તે દિવસ્થી તેઓશ્રી ન્યાયાભાનિધિ જૈનાચાર્ય શ્રીમદ્વિજયાનંદસૂરીશ્વરજી મહારાજના નામથી સંસારમાં મશહુર થયાપરંતુ અધિકતર શ્રી આત્મારામજી મહારાજના નામથી જ પ્રસિદ્ધ રહ્યા. આજ પણ તેઓશ્રી આત્મારામજી મહારાજના નામથી જ અધિક ઓળખાય છે. શ્રીસંઘે યોગ્ય વ્યક્તિને સન્માન આપી પિતાનું જ ગરવ વધાર્યું. બસો વર્ષની મોટામાં મોટી ખોટ પૂર્ણ કરી શ્રી જિનશાસનને જયવતું બનાવ્યું. આ રીતે સંવેગી પક્ષમાં શ્રી આત્મારામજી મહારાજ પ્રથમ આચાર્ય પદથી અલંકૃત થયા. જુના સર્વત્ર પૂજો આ અવિચલ સિદ્ધાંત તેઓશ્રીના નિર્મલ જીવનને પૂર્ણ પણે સફલ કરે છે. ” આ રીતે શ્રી આત્મારામજી મહારાજમાં અનેક ગુણોનો નિવાસ છે. એક એક ગુણને લઈને વર્ણન કરવામાં આવે તે પાનાંઓના પાનાંઓ ભરાઈ જાય પરંતુ ગુણો ખૂટે જ નહી. અત્રે માત્ર ઉપર ઉપરથી અમુક ગુણોનું જ વર્ણન કર્યું છે. વિટાવિ વાવૃત્તિ શ્રદ્ધાના મત્તે એ નિયમને અનુસારે આ બાલચેષ્ટા કરી છે. મારામાં એ શક્તિ નથી, એ ઉત્કૃષ્ટ વર્ણન કરવાની શકિત નથી, પરંતુ કેવલ ભકિતવશ થઈ ઉપર પ્રમાણે તેઓશ્રીના અનેક ગુણોમાંથી નામ માત્રનું જ વર્ણન આલેખ્યું છે. અંતમાં આટલું જ નિવેદન કરું છું કે જેમણે અગણિત કષ્ટ પરંપરાઓને પ્રસન્નચિત્તે આલિંગન આપી, ક્ષણભંગુર-મિથ્યા અપવાદની સામે વિકરાલ અટ્ટહાસ્ય કરી શાસનની પ્રભાવના દેશ-વિદેશોમાં વિસ્તારી, જેમનું અગાધ બુદ્ધિ-વૈભવ અને આત્મશક્તિનું શતાબ્દિ ગ્રંથ ]. •: ૧૪૩ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy