SearchBrowseAboutContactDonate
Page Preview
Page 750
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિરાજશ્રી ચરણવિજયજી વ્યક્તિએ અવસર જેઈને સવાલ કર્યો કે “મહારાજશ્રી! ઉત્તરાધ્યયનસૂત્રમાં ત્રિતાલ ધ્રુવપદ રાગમાં ગેય એક અધ્યયન આવે છે તો એને કેવી રીતે ગાવું ?” આ વાર્તાલાપ થઈ રહ્યો છે ત્યાં એક ઉસ્તાદ પ્રસિદ્ધ ગયે મહારાજનું નામ સાંભળીને આવ્યું. એ જોઈને મહારાજ સાહેબે પૂછનારને ઉત્તર આપે કે–“ભાઈ ! આ ઉસ્તાદ આવી ગયા છે એમને પૂછો. એઓ સારા ગવૈયા છે. ગાઈ સંભલાવશે.” આદેશ મળતાં જ ઉસ્તાદે આરંભ કર્યો. પોતાની બધી શક્તિ ગાવામાં વાપરી પરંતુ હાલમાં કરક પડવાથી રસ ન પડ્યો. યદ્યપિ ગવે ભારે કે શલ હતા પરંતુ એ અધ્યયન સમ્યક્તયા ન ગાઈ શક્યો. રસ ન પડવાથી મહારાજશ્રીને પ્રાર્થના કરવામાં આવી. મહારાજશ્રી એક સુંદર સંગીતજ્ઞ હતા. પિતાની અગાધ ગંભીરતાથી સાગરની ગંભીરતાને પણ ટપી જતા હતા. મહારાજશ્રીએ શાંત-ગંભીરભાવે સાંભલી લીધું. અત્યંત વિનંતિ કરવાથી તેમ જ ખૂદ ઉસ્તાદને પણ આગ્રહ થવાથી મહારાજશ્રીએ એનો આરંભ કર્યો. જ્યાં અવાજ નીકલે છે ત્યાં શ્રોતાઓને અને ઉસ્તાદને શંકા પડે છે કે આ મેઘગર્જના કે સમુદ્રની ગર્જના ! અનુપમ લયની ગર્જના સાંભળી બધા ઠરી ગયા. આખું અધ્યયન સાંભલી ઉસ્તાદ તે પોકારી ઉઠ્યો કે “મgers ! બાપ ને લા સંત જ સ્થાન હાં ક્રિયા થા? હું તે આપની પાસે મારી ઉસ્તાદી બતાવવા આ પરંતુ આપનો મધુર અવાજ, ધ્વનિ સાંભળી અને તાલબદ્ધ ગાવાનું શ્રવણ કરી અજબ આશ્ચર્યમાં પડી ગયો છું. મારા ! ક્ષમા વારા આપ તો સંતા -પરવાની ફ્રી મા તો તારો મી કતાર ” આ પ્રમાણે સ્તુતિ કરી મહારાજશ્રીને આશીવાદ લઈ પોતાના સ્થાને ગયા. શ્રોતાઓ પણ મહારાજશ્રીની તારીફ કરતાં–ગુણાનુવાદ કરતા પિતાના સ્થાને જવા રવાના થયા. આ રીતે શ્રી આત્મારામજી મહારાજ અદ્ભુત કવિ અને સંગીતજ્ઞ હતા. : તાર્કિકશિરોમણિ? - બ્રહ્મતેજ પરિપૂર્ણ શ્રી આત્મારામજી મહારાજની તર્કશકિત એટલી તો જબરજસ્ત હતી કે એઓશ્રીની સામે ગમે તેવા તાર્કિક આવે તો નિરાશ થઈને જ જેવા આવ્યા તેવા ચાલ્યા જતા. મહારાજશ્રીના અખટ અને પ્રબળ તર્કો સામે કોઈ પણ ઊભું રહી શકતું નહોતું. જેને તાર્કિક થવું હોય તે મહારાજશ્રીના ગ્રંથો વાંચી લે. જેને યુકિતવાદનો ખજાને જોઈતો હોય તે તેઓશ્રીના બનાવેલ પુસ્તકે ભણી લે. જેને વાદવિવાદ કરવાની શકિત કેળવવી હોય તે મહારાજશ્રીના ગ્રંથોને અભ્યાસ કરી લે. સ્થાને સ્થાન પર અનેક યુક્તિઓ, અનેક તર્કો અને વાદવિવાદ કરવાની શક્તિઓ તેઓશ્રીનાં પુસ્તકોમાંથી મળશે. સશાસ્ત્ર પ્રમાણ, તર્કોને, યુક્તિઓનો ખજાનો તેઓશ્રીનાં પુસ્તકેમાંથી મળે છે. શ્રી આત્મારામજી મહારાજ એક તાર્કિકશિરોમણિની ખ્યાતિ ધરાવતા હતા. મહાન વિપ્લવવાદી-કાંતિકારી સર્વદર્શનનિષ્ણાત શ્રી આત્મારામજી મહારાજ આ વીસમી સદીના એક સમર્થ મહાન વિપ્લવવાદી તરીકે મશહુર હતા. અનેક વહેમ, ગતાનગતિકતા અને સંકુચિતતાઓ પોતપિતાના અડ્ડાઓ જમાવીને સમાજમાં બેઠા હતા, અનેક અનિષ્ટ રિવાજે, માન્યતાઓ પોતાના અચલ આસને બીછાવીને બેઠા હતા, અનેક ખરાબ અને પ્રાણશેષણ રૂઢીઓ પિતાનું દેધ્ય સામ્રાજ્ય નિઃશંકતા પ્રવર્તાવી રહી હતી તેવા ઘોર અંધકાર સમયમાં શ્રી આત્મારામજી શતાબ્દિ ગ્રંથ ]. - ૧૪૧ • Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy