SearchBrowseAboutContactDonate
Page Preview
Page 747
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આત્મારામજી મહારાજ અને તેઓશ્રીના આદર્શ ગુણ ખરેખર અત્યારે પણ ગાનારના આંખમાંથી અશ્રપાત કરાવે છે. એ સ્તવનમાં પોતાની આત્મનિંદા અને લઘુતા તેમ જ પ્રભુ-તીર્થના વિશુદ્ધ ગુણોનો ખજાનો મળે છે – અબ તો પાર ભયે હમ સાધુ, શ્રી સિદ્ધાચલ દર્શ કરી રે” આ આખાએ સ્તવનમાં મહારાજશ્રીએ પિતાના હદયનો નિર્મલ ભાવ-ભક્તિ એવી તો સુંદરતયા વણિત કરી છે કે સામાન્ય આત્માને પણ અધિક લાભ અને પ્રોત્સાહન મળે છે. શ્રી શત્રુંજય તીર્થના શ્રી આદીશ્વર ભગવાનના ગુણાનુવાદ ગાઈ પિતાના આત્માને ઘણો જ પવિત્ર બનાવ્યો છે. જેમ દરિદ્રીને ચિંતામણિરત્ન, કામધેનુ ગાય અથવા કામકુંભ મલી જાય અને તે એટલે આનંદ' પામે તેના કરતાં પણ વિશેષ મહારાજશ્રીને પરમ પાવન તીર્થો મળવાથી, જિનેશ્વરની પ્રાચીનતમ મૂર્તિઓના નિર્મલ દર્શન થવાથી અત્યાનંદ થયો અને તેથી જ તેઓશ્રી હૃદયના શુદ્ધ ભાવ વ્યક્ત કરી શક્યા. એવી જ રીતે શ્રી સંભવનાથ પ્રભુની સ્તુતિ કરતાં તેઓશ્રી ઉલટભાવે જણાવે છે કે – ગુણવંત જાણ જો તારે તો શિર પર નાથ કણ ધારે? મૂલ ગુણ કૌણ જગ સારે, અનાદિ ભરમ કો ફરે. સંભવ જે રેગી હત હૈ તનમેં, તે વૈદ્ય ધારતા મન મેં; હુ રોગી વૈદ્ય તૂ પૂરે, કરે સબ રેગ ચકચૂરે. સંભવ ક્લે પારસ લોહતા ખડે, કનક શુદ્ધ રૂપક મંડે; એસે જિનરાજ તું દાતા, હવે કર્યુ ઢીલ હૈ ત્રાતા ? સંભવ અંતમાં ઉચ્ચારે છે કે – કલ્પતરૂ જાણ કે રો, ન નિષ્ફલ હેત અબ જાઓ; કરે નિજ રૂપ સાની, ન થાઉં ફેર જગ ફીકે, સંભવ જે ભક્તિ ના થકી કરતાં. અક્ષય ભંડાર કે ભરતા; આનંદ દિલમાંહે અતિ ભારે, નીહારે દાસ કે તારે. સભ૦ આ પ્રમાણે ભક્તિભર હદયથી તેઓશ્રીનાં રચેલાં સ્તવનો અને પૂજાઓમાંથી અમૃતપાન પીવા મળે છે. તેમ જ સજઝામાંથી અને સુંદર વૈરાગ્યમય પદોમાંથી અનેરો જ વૈરાગ્યભાવ વહે છે. ખરેખર તેઓશ્રીના આત્મામાંથી અપૂર્વ ભક્તિરસના અને શ્રી વીતરાગપ્રભુ પ્રત્યે અવિચલ શ્રદ્ધાના અખૂટ પ્રવાહો મેલે છે. પૂજ્યપાદ સુવિહિત શિરોમણિ શ્રી આત્મારામજી મહારાજ ગ્રંથ-લેખનમાં અને કવિતા કરવામાં અનન્ય શક્તિ ધરાવતા હતા તેવા જ તેઓશ્રી એક ગંભીર સંગીતજ્ઞ પણ હતા. પિતાને ગાવાને શેખ જેટલે હતો તેના કરતાં વિશેષ અન્ય ગવૈયાના ગાયને સાંભળવામાં હતો. તેઓશ્રીને મધુર સ્વર અને મીઠે અવાજ અપૂર્વ જ હતો. જ્યારે તેઓશ્રી ધર્મદેશના આપતા ત્યારે ભરવીની જ મધુર લય આવતી. શ્રોતાઓ એ સાંભળી અત્યંત પ્રમોદ પામતા અને વારંવાર સાંભળવાની જિજ્ઞાસા રાખતા. એક દિવસના પ્રસંગ છે કે શ્રી આત્મારામજી મહારાજ પોતાની આવશ્યકીય કિયાથી નિવૃત્ત થઈ આનંદથી માણી કરતા હતા ત્યારે એક : ૧૪૦ - [ શ્રી આત્મારામજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy