SearchBrowseAboutContactDonate
Page Preview
Page 743
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આત્મારામજી મહારાજ અને તેઓશ્રીના આદર્શ ગુણો વાકેફ કરવા, જૈન તના જાણકાર બનાવવા અને સરલતયા તત્ત્વોવેષક બનાવવા માટે પોતે સમર્થ વિદ્વાન હોવા છતાં, ધારત તે સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં ગ્રંથો રચત પરંતુ એ ન કરતાં ભાવીના લાભને વિચાર કરી તેઓશ્રીએ હિન્દી ભાષામાં અનેક કીમતી ગ્રંથ રચ્યા. આ ચાલુ વીસમી સદીમાં રાષ્ટ્રભાષામાં તત્ત્વપૂર્ણ ગ્રંથો રચી, સામાન્ય વર્ગને અમૂલ્ય તત્ત્વામૃત કેઈએ પાયું હોય તો તે આ એક જ શ્રી આત્મારામજી મહારાજે જ પાયેલ છે. વૈદિક સાહિત્યને અભ્યાસ કરી, પુરાણ અને ઈતિહાસનું પઠન કરી, ઉપનિષદ અને શ્રુતિઓનું અવેલેકન કરી, અનેક દર્શનેનું મનન કરી શ્રી આત્મારામજી મહારાજે પોતાનાં રચેલા પુસ્તકમાં યુક્તિપૂર્વક સપ્રમાણ સ્યાદ્વાદ-અનેકાન્તવાદનું ભાષામાં એવું તો મનહર વર્ણન આલેખ્યું છે કે સામાન્ય અભ્યાસી પણ સ્યાદ્વાદના ગહન વિષયને સુગમતાથી સમજી શકે તેમ છે. તેઓશ્રીના ગ્રંથમાં જૈન દર્શન શું છે? એ સ્પષ્ટ જોવા મળે છે. તેઓશ્રીના અમૂલ્ય ગ્રંથરત્ન જેન સમાજને જેટલા ઉપગી અને લાભકર્તા છે તેટલા જ જૈનેતર સમાજને ઉપયોગી છે. જે સમયમાં મૂર્તિવાદનો સર્વથા અપલોપ થતો હતો, મૂર્તિપૂજન નિષેધ માટે આકાશપાતાલ એક કરવામાં ભગીરથ પ્રયત્નો જાયા હતા અને પ્રાચીન મૂત્તિવાદનો વિધ્વંસ કરવા જેરશોરથી ચારે બાજુથી અનેક અઘટિત આક્ષેપને ભયંકર દાવાનળ સળગ્યો હતો ત્યારે એ ભયંકર દાવાનળની સામે ઊભા રહી એકલા એ ભડવીર શ્રી આત્મારામજી મહારાજે અનેક પ્રાચીન શાસ્ત્રોનાં પ્રમાણ અને દલીલની અખૂટ વર્ષો વર્ષોવી એ દાવાનળને શાંત કર્યો અને સદાને માટે સંસારમાં મૂર્તિવાદને સ્થાપન કર્યો. આ રીતે શ્રી આત્મારામજી મહારાજ એકલા જૈનોનાજ ઉપકારી છે એમ નથી પરંતુ સમગ્ર વિશ્વના તેઓશ્રી મહાન્ ઉપકારી છે. પોતાની સાઠ વર્ષની જિંદગાનમાં જૈનતત્ત્વાદર્શ, અજ્ઞાનતિમિરભાસ્કર, તત્વનિર્ણયપ્રાસાદ, ચિકાગો પ્રશ્નોત્તર, જૈન ધર્મ પ્રશ્નોત્તર, સમ્યક્ત્વશદ્વાર, ચતુર્થસ્તુતિનિર્ણય, નવતત્વ, ઈસાઈત સમીક્ષા, ઉપદેશબાવની વિગેરે વિગેરે વિગ્ય ગ્રંથો રચી સાહિત્યમાં મોટામાં મેટે વધારે કર્યો છે. રાષ્ટ્રભાષામાં ઉપર્યુકત ગ્રંથે આલેખી શ્રી આત્મારામજી મહારાજે રાષ્ટ્રભાષાની અપૂર્વ સેવા કરી છે. જેનસમાજને અને અખિલ સંસારને એ ગ્રંથદ્વારા અત્યન્ત ઉપકૃત * કર્યો છે. આજ પણ તેઓશ્રીના એ ગ્રંથે ઘણું જ આદરથી સ્થાને સ્થાન પર વંચાય છે. વાંચકને આ સ્થાને ભારપૂર્વક સૂચન કરું છું કે યદિ તમારે વાદ કરવાની કુશળતા મેળવવી હાય, યદિ તમારે જેના દર્શનથી સંપૂર્ણ વાકેફ થવું હોય, યદિ તમારે અનેકાંતદશનનો ખજાનો જેવો હોય અને યદિ તમારે સંસારમાં વાદીની ખરી નામના મેળવવી હોય તો તમારે સહુથી પ્રથમ શ્રી આત્મારામજી મહારાજનાં પુસ્તકોનો અભ્યાસ કરવો જોઈએ. અલ્પ સમયમાં તમે એ પુસ્તકો દ્વારા પ્રઢ બુદ્ધિશાળી અને ધુરંધર તાર્કિક બનશે એમ મારું નમ્ર માનવું છે. : અસાધારણ ઉત્તરદાતા : માનનીય એવં વંદનીય શ્રી આત્મારામજી મહારાજમાં ગ્રંથનિર્માણ કરવાની, નવીન પુસ્તકો લખવાની જેટલી શક્તિ વિકસિત થઈ હતી તેના કરતાં સહસ્રગણુ શક્તિને વિકાસ ઉત્તર દેવામાં હતું. પ્રશ્નોના ઉત્તરો આપવામાં એઓશ્રીની બરાબરી કરે એવો કઈ નજરે નહેાતે આવતો. પ્રશ્નકાર ગમે તેવા અટપટા, વાંકા, ટેઢા પ્રશ્નો કરે, ઉગ્ર સ્વરૂપમાં આવી ન : ૧૩૬: [ શ્રી આત્મારામજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy